International Nurses Day 2021: કેવી રીતે થઈ નર્સ ડેની શરૂઆત, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

પ્રતીકાત્મક તસવીર (Image: Shutterstock)

કોણ હતાં ફ્લોરેન્સ નાટીંન્ગેલ, જેમની યાદમાં દર વર્ષે 12 મેના રોજ ઉજવાય છે ‘નર્સ ડે’

  • Share this:
કોઈ પણ દેશના આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે. ઘણા સંજોગોમાં કેટલાક દર્દીનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. ત્યારે 12મી મે નર્સો માટેનો ખાસ દિવસ છે.

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ (International Nurse Day)ની ઉજવણી નર્સોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોની સરાહના માટે મનાવવામાં આવે છે. ખાસ કરીને પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી દરમિયાન નર્સોએ કરેલી કામગીરી પ્રશંસાપાત્ર છે. લોક આરોગ્ય માટે નર્સોની ભૂમિકા અહમ છે. ત્યારે આપણે ઇન્ટરનેશનલ નર્સેસ ડેના ઇતિહાસ અને મહત્ત્વ અંગે ઉંડાણથી સમજીશુ.

આ પણ જુઓ, ‘પ્લીઝ કોરોના મામલે બિનજવાબદાર ન બનો...’ જુઓ ગર્ભવતી ડૉક્ટરનો છેલ્લો Video Message

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસનું મહત્ત્વ

નર્સિંગ વિશ્વભરમાં સૌથી મોટી આરોગ્ય સંભાળ સેવા હોવાની સાથે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ (MDG) પ્રાપ્ત કરવાના મુખ્ય પરિબળો પણ છે, તે વાતને આપણે અવગણી શકીએ નહીં. દર્દીઓના આરોગ્યની સંભાળ અને સુખાકારી માટે નર્સોને ખાસ તાલીમ આપવામાં આવે છે.

નર્સોને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ આપવાની વિસ્તૃત સમજ હોવા અંગે કોઈ શંકા નથી. આ સાથે જ ઉલ્લેખ કરવો ઘટે કે, નેશનલ નર્સીસ એસોસિએશન (NNA) શિક્ષણ પ્રદાન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. નર્સને સલાહ તેમજ સહકાર આપવામાં મદદરૂપ થાય છે. એસોસિએશન આરોગ્ય સંભાળની પદ્ધતિઓનો વ્યાપ વધારવા અને મજબૂત બનાવવા માટે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓના સહકાર સાથે કાર્ય કરે છે.

આ પણ વાંચો, બાળકો માટે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે Covaxinના ટ્રાયલ, એક્સપર્ટ પેનલે કરી ભલામણ

ઇતિહાસ

વર્ષ 1953માં નર્સિસ ડેની ઉજવણી કારવાની દરખાસ્ત રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી આઇઝનહાવર સમક્ષ અમેરિકાના આરોગ્ય વિભાગ, શિક્ષણ અને કલ્યાણ વિભાગના એક્ઝિક્યુટિવ ડોરોથી સુથરલેન્ડ દ્વારા મુકાઈ હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેમની દરખાસ્ત સ્વીકારી નહોતી. તેથી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સીસ દ્વારા 1965થી આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કરાયું હતું. જોકે, 1974માં તેને સત્તાવાર મંજૂરી મળી હતી.

ઉલ્લેખનીય છે કે, આધુનિક નર્સિંગના જન્મદાતા ફ્લોરેન્સ નાટીંન્ગેલ (Florence Nightingale)નો જન્મદિવસ 12 મેના રોજ હોવાથી ઇન્ટરનેશનલ નર્સીસ ડે દર વર્ષે 12મે ના રોજ ઉજવવામાં આવે છે.
આ દિવસે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સીસ ખાસ કિટ વિકસાવે છે. જેને ઇન્ટરનેશનલ નર્સીસ ડે કીટ કહેવામાં આવે છે. આ કીટમાં પબ્લિક ઇન્ફોર્મેશન અને એજ્યુકેશનલ મટીરીયલ હોય છે. નર્સ તેનો ઉપયોગ લોકો વચ્ચે કરી શકે છે.
First published: