આજે છે International Museum Day: જાણો તેની આ વર્ષની થીમ અને તેનું મહત્વ

ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે 2021

મ્યુઝીયમને માનવતાના વારસા તરીકે ઓળખવામાં આવે છે. ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેનું એક આગવું મહત્વ વિશ્વભરના વ્યક્તિઓ વચ્ચે મ્યુઝીયમ “સંસ્કૃતિનું આદાન પ્રદાન, સંસ્કૃતિની સાચવણી અને પરસ્પર સમજણ, સહયોગ અને શાંતિ”ને સુનિશ્ચિત કરવાનું કામ કરે છે.

  • Share this:
    દર વર્ષે 18 મેના રોજ ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે ઊજવવામાં આવે છે. તમે નામ પરથી જ જાણી શકો છો કે મ્યુઝીયમના મહત્વ વિશે જાગૃકતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

    ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે 2021ની થીમ

    આ વર્ષે ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેની થીમ છે, “સંગ્રહાલયોનું ભવિષ્ય: પુન:પ્રાપ્તિ અને પુનર્કલ્પના”. વર્તમાન સમયમાં પડકારોને ઓછા કરવા (મહામારીના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તેને ધ્યાનમાં રાખીને), ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે 2021 મ્યુઝીયમના ભવિષ્ય વિશે વિચાર કરવા માટે ભાર મુકશે.

    મ્યુઝીયમ સાથે સંકળાયેલ પ્રોફેશનલ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ આ દિવસે કરવામાં આવશે. તેમને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે, પર્યાવરણીય અને સામાજિક-આર્થિક જોખમોને દૂર કરવા માટે તેમના વિચાર અને નવા બિઝનેસ મોડેલની માહિતી શેર કરવા માટે કહેવામાં આવશે.

    ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેનું મહત્વ

    મ્યુઝીયમને માનવતાના વારસા તરીકે ઓળખવામાં આવે છે. ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેનું એક આગવું મહત્વ વિશ્વભરના વ્યક્તિઓ વચ્ચે મ્યુઝીયમ “સંસ્કૃતિનું આદાન પ્રદાન, સંસ્કૃતિની સાચવણી અને પરસ્પર સમજણ, સહયોગ અને શાંતિ”ને સુનિશ્ચિત કરવાનું કામ કરે છે.

    મ્યુઝીયમની ખૂબ જ આવશ્યકતા છે, કારણ કે તે દેશની ઐતિહાસિકથી લઈને આધુનિક સફર સુધીની જાણકારી આપવામાં મદદ કરે છે. મ્યુઝીયમ વર્ષો પહેલાની જાણકારી આપવામાં મદદ કરે છે, તેથી તેને ટાઈમ ટ્રાવેલ પણ કહી શકાય. મ્યુઝીયમ એક એવી જગ્યા છે, જ્યાં કંઈપણ ગુમ નથી થતું, માત્ર ઐતિહાસિક વસ્તુ અને ઈતિહાસ વિશે જાણી શકાય છે.

    ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેની શરૂઆત 1977થી કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝીયમે(ICOM) તેની ઊજવણીની શરૂઆત કરી હતી.

    ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝીયમ(ICOM) મ્યુઝીયમોનું પ્રમુખ છે. ICOM પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપે છે તથા તેને સુરક્ષિત રાખવાનું કાર્ય કરે છે. ICOM ફ્રાંસના પેરિસમાં આવેલ નોન ગવર્મેન્ટ સંસ્થા છે, જેની સ્થાપના 1946માં કરવામાં આવી હતી.

    તેમનો ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે ICOM હેઠળ 31 ઈન્ટરનેશનલ કમિટી કાર્ય કરે છે. ગેરકાયદાકીય ટ્રાફિકિંગ સામે લડે છે અને મ્યુઝીયમના હિત માટે વિભિન્ન ક્ષેત્રે શોધ કરાય છે.

    સમાજના વિકાસમાં મ્યુઝીયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેના વિશે જાગૃતતા લાવવાના હેતુસર ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેના દિવસે વિભિન્ન કાર્યક્રમ અને ફન એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવે છે.

    દર વર્ષે તેના કાર્યક્રમના આયોજનને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. વર્ષ 2016માં 145 દેશના 35000 હજાર લોકોએ ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડેની ઊજવણીમાં ભાગ લીધો હતો. આ વર્ષે 44મો ઈન્ટરનેશનલ મ્યુઝીયમ ડે ઊજવવામાં આવી રહ્યો છે.
    First published: