આજે છે ઈન્ટરનેશનલ ફાયરફાઈટર્સ ડે, જાણો શું છે તેનો ઈતિહાસ અને મહત્ત્વ

પ્રતીકાત્મક તસવીર (pic: Shutterstock)

જે ફાયરફાઈટર્સે ડ્યુટી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના સન્માનમાં દર વર્ષે 4 મેના રોજ ઈન્ટરનેશનલ ફાયરફાઈટર્સ ડે ઉજવવામાં આવે છે

  • Share this:
નવી દિલ્હી. ફાયરફાઈટર્સ (Firefighters) સૌથી બહાદુર (Courageous) અને નીડર (Fearless) થઈને કામ કરતી વ્યક્તિ છે. તેઓ લોકોની અને સંપત્તિની સુરક્ષા માટે તેમનું જીવન સમર્પિત કરે છે. ફાયરફાઈટર્સને બળતી ઈમારતો અને વાહનોમાંથી લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ (Fire Rescue) કરવા માટેની યોગ્ય તાલીમ આપવામાં આવે છે.

દર વર્ષે 4 મેના રોજ ઈન્ટરનેશનલ ફાયરફાઈટર્સ ડે (International Firefighters; Day) ઉજવવામાં આવે છે. જે ફાયરફાઈટર્સે ડ્યુટી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો લાલ અને બ્લ્યૂ રિબન બેજ પહેરીને ફાયરફાઈટર્સનો આભાર વ્યક્ત કરે છે.

આ પણ વાંચો, Bill Gates Divorce: બિલ ગેટ્સ અને મેલિન્ડા થયા અલગ, જાણો તેમની પાસે કેટલી સંપત્તિ છે

આ બે કલર ફાયર ફાઈટરના કામને દર્શાવે છે અને વિશ્વ સ્તર ઈમરજન્સી સેવા માટે આ બે કલરને માન્યતા આપવામાં આવી છે. લાલ કલર ફાયર માટેનું પ્રતિક દર્શાવે છે અને બ્લ્યૂ કલર પાણી માટેનું પ્રતિક દર્શાવે છે.

ઈતિહાસ અને મહત્ત્વ

ઓસ્ટ્રેલિયાના લિંટનમાં થયેલી એક દુર્ઘટના બાદ ઈન્ટરનેશનલ ફાયરફાઈટર્સ ડે ઉજવવામાં આવે છે. રોજ આ દુર્ઘટના 2 ડિસેમ્બર 1998ના સર્જાઈ હતી, જંગલમાં લાગેલી આગને બુઝાવતા 5 ફાયરમેને તેમનો જીવ ગુમાવ્યો હતો.
આ દુર્ઘટના બાદ 4 જાન્યુઆરી 1999ના રોજ દરેક દેશને એક રજૂઆત કરવામાં આવી, જેમાં ફાયરફાઈટર્સ અને અન્ય લોકોએ ડ્યુટી કરતા સમયે તેમનો જીવ ગુમાવ્યો હતો, તેમનું સન્માન કરવામાં આવ્યું.

આ પણ વાંચો, Gold Price Today: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની આજે તક, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

4 મેને સેન્ટ ફ્લોરિન ડેના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈન્ટરનેશનલ ફાયરફાઈટર્સ ડેની વેબસાઈટ અનુસાર સેન્ટ ફ્લોરિન પ્રથમ એવા ફાયરફાઈટિંગ કમાન્ડર હતા કે જેમણે ડ્યુટી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ દિવસ ઉજવવાના મુખ્ય મુદ્દાઓમાંથી એક મહત્વનો મુદ્દો છે કે આગને રોકવા માટેની તાલીમમાં કેટલાક સુધારા લાવવાની જરૂરિયાત છે. વિશ્વભરમાં અનેક લોકો પૂર્વ ફાયર ફાઈટર્સની સારવાર અને તેમની દેખભાળ માટે ડોનેશન આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. અનેક ઓર્ગિનિઝેન્સ લાલ અને બ્લ્યૂ રિબન દ્વારા ફાયર ફાઈટર્સ કેટલું જોખમ લઈને સેવા કરે છે, તે અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.
First published: