Home /News /explained /

International Day of Tolerance 2021: શા માટે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ? તેનો ઇતિહાસ અને મહત્વ

International Day of Tolerance 2021: શા માટે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ? તેનો ઇતિહાસ અને મહત્વ

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ વિશ્વભરના લોકોને સહિષ્ણુતા પ્રત્યે જાગૃત થવા પ્રેરણા આપે છે. (Image-Shutterstock)

આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ વિશ્વભરના લોકોને સહિષ્ણુતા પ્રત્યે જાગૃત થવા પ્રેરણા આપે છે. આ દિવસે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ બાળકોને ન્યાય, સહિષ્ણુતા, નૈતિકતા જેવી મૂળભૂત માહિતી આપવામાં આવે છે.

  આજે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ (International Day of Tolerance 2021) છે. દર વર્ષે 16 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ અસહિષ્ણુતાના જોખમો વિશે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ દિવસની જાહેરાત કરી હતી. ખાસ તો અસહિષ્ણુતા (intolerance)થી ઉદ્ભવતી નકારાત્મકતા બાબતે લોકો સભાન બને એ આ દિવસ મનાવવા પાછળનો હેતુ છે.

  1995માં UNએ સહિષ્ણુતા વર્ષ જાહેર કર્યું હતું. 16 નવેમ્બરે યુનેસ્કો (UNESCO) દ્વારા સહિષ્ણુતાના સિદ્ધાંતો (Principles on Tolerance) બનાવવામાં આવ્યા હતા. યુનેસ્કોએ મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિના વર્ષે તેમને ટ્રિબ્યુટ આપવા માટે 16 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ જાહેર કર્યો. આ દિવસ શાંતિ, અહિંસા અને સમાનતાના મહાત્માના મૂલ્યોને પ્રોત્સાહિત કરે છે.

  મદનજીત સિંહ, કે જેઓ યુએનના ગુડવિલ એમ્બેસેડર હતા, તેમણે તે વર્ષે ઉજવણીને સ્પોન્સર કરી હતી. મદનજીતે સહિષ્ણુતાને પ્રોત્સાહિત કરીને સાંપ્રદાયિક મૈત્રી અને શાંતિ લાવવા માટે ઘણું યોગદાન આપ્યું હતું.

  આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ ડાયાબિટીસ દિવસ? જાણો તેનો ઇતિહાસ અને થીમ

  આ ઉમદા પહેલના ભાગ રૂપે UNESCOએ એવા વ્યક્તિઓના સન્માનમાં એક પુરસ્કાર રજૂ કર્યો કે જેમણે વિવિધ ક્ષેત્રો (વિજ્ઞાન, કળા, સંસ્કૃતિ)માં તેમના વર્તન દ્વારા સહિષ્ણુતા અથવા અહિંસાની ભાવનાને પ્રોત્સાહન આપવા કામ કર્યું છે. તે UNESCO-મદનજીત સિંહ પુરસ્કાર છે.

  આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસનું મહત્વ

  આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ વિશ્વભરના લોકોને સહિષ્ણુતા પ્રત્યે જાગૃત થવા પ્રેરણા આપે છે. આ દિવસે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ બાળકોને ન્યાય, સહિષ્ણુતા, નૈતિકતા જેવી મૂળભૂત માહિતી આપવામાં આવે છે. આ દિવસે લોકોને માનવ અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે. કેટલાક સંગઠનો દ્વારા એવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં માનવ અધિકારની સાથે સહિષ્ણુતાની પણ ચર્ચા કરવામાં આવે છે.

  આ પણ વાંચો: યમુનાના પાણીમાં શા માટે દેખાઈ રહ્યું છે આટલું ફીણ? તે કેટલું ખતરનાક છે? જાણો

  અહિંસા અને સહિષ્ણુતા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ચાવી છે. પ્રયાસ એ છે કે લોકો સંસ્કૃતિની વિવિધતાને સ્વીકારે અને વિવિધ અભિપ્રાયો, જાતિઓ, માન્યતાઓ અને વિચારોની સુંદરતાની પ્રશંસા કરે. અન્યના અધિકાર અને સ્વતંત્રતાના આદરને પ્રોત્સાહન આપવું અને અસહિષ્ણુતાની નુકસાનકારક અસરો વિશે લોકોને શિક્ષિત કરવા, એ આ વૈશ્વિક પહેલનો ઉદ્દેશ છે.

  આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસની થીમ એ મૂળ પર આધારિત છે કે- 'સહિષ્ણુતા એ આપણી વિશ્વની સંસ્કૃતિઓની સમૃદ્ધ વિવિધતા, આપણી અભિવ્યક્તિના સ્વરૂપો અને માનવ બનવાની રીતોનો આદર, સ્વીકૃતિ અને પ્રશંસા છે'.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, જ્ઞાન

  આગામી સમાચાર