International Day of the Tropics 2021: 29 જૂનને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ (International Day of the Tropics) તરીકે ઉજવવામાં આવે છે. જે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની એક પહેલ છે. જેનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉષ્ણકટિબંધ ક્ષેત્રોને વધારવાનો અને તેના સંરક્ષણ, રણનીતિઓ અંગે જાગૃતિ વધારી પૃથ્વીના વૈવિધ્યને ઉજવવાનો છે. 29 જૂન, 2014માં નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કીએ સ્ટેટ ઓફ ધ ટ્રોપિક્સ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો પર એક અલગ જ દ્રષ્ટિકોણનો વિચાર આપ્યો હતો. આ રિપોર્ટ 12 ટ્રોપિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન્સના સહયોગ દ્વારા કરાયેલ અભ્યાસનું પરીણામ હતો.
રિપોર્ટ જાહેર થયાના 2 વર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2016માં સંકલ્પ A/RES/70/267ને અપનાવ્યું, જેને 29 જૂનને આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો.
શું છે આ વર્ષની થીમ?
સ્ટેટ ઓફ ધ ટ્રોપિક્સ રિપોર્ટ 2021 અનુસાર આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ 2021ની થીમ છે 'ડિજીટલ ડિવાઇડ ઇન ધ ટ્રોપિક્સ'.
આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ મુખ્ય સમસ્યાઓ પર ભાર મૂકવો, ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં વિકાસના માપદંડોની ઓળખ કરવી અને સતત વિકાસ લક્ષ્યોના માર્ગને સુનિશ્ચિત કરવા માટે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. ટ્રોપિક્સ કર્ક રેખા(ભૂમધ્ય રેખાના 23.4 અંશ ઉત્તર) અને મકર રેખા(ભૂમધ્ય રેખાના 23.4 અંશ દક્ષિણ)ની વચ્ચેના ક્ષેત્રોને સંદર્ભિત કરે છે. તેને ઉષ્ણ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મૂળરૂપે ધ્રૂવીય બિંદુ હોય છે, જ્યાં સૂર્ય સીધો ઉપરની તરફ હોય છે.
ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં વિશ્વના 98 ટકા મેંગ્રોવ જંગલો અને લગભગ 99 ટકા મેંગ્રોવ પ્રજાતિઓ સામેલ છે. 1980 બાદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં મેંગ્રોવ જંગલોમાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. સત્ય તો એ છે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જૈવ વિવિધતા સૌથી વધુ હોય છે અને ત્યાં તેને હાનિ પણ વધુ પહોંચે છે. આ ક્ષેત્રોમાં વનસ્પતિ અને જીવ વિલુપ્ત થવાના આરે છે. ઉષ્ણકટિબંધ ક્ષેત્ર અસંખ્ય પરિસ્થિતિઓને આધિન છે. તેવી પરિસ્થિતિઓની જરૂર છે. જેમાં સતત વિકાસ સુનિશ્ચિત કરવા માટે તત્કાલિન સહાય મળી શકે.
લગભગ 54 ટકા નવીનીકરણ જળ સંશાધન ઉષ્ણ કટિબંધમાં મળે છે. પરંતુ હકીકતમાં આ એક સંકટ છે કે આટલી વિપુલતા હોવા છતા વિશ્વની અડધી વસ્તી પાણીની તંગીનો સામનો કરી રહી છે.
ક્લાઇમેટ ચેન્જ, જંગલોની કાપણી, શહેરીકરણ, ગ્લોબલ વાર્મિંગની અસરો, કઇ રીતે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં નકારાત્મક પ્રભાવ લાવે છે, પારિસ્થિતિક સંતુલન બગાડે છે તેના પર આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ પર વિવિધ વાર્તાઓ, અનુભવોને શેર કરવા માટેનું આયોજન કરવામાં આવે છે અને કટિબંધોની રક્ષા કરવા માટે નવી રણનીતિઓ તૈયાર કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રિય ઉષ્ણકટિબંધીય દિવસ પર લોકોને આ ક્ષેત્રો પર આવી રહેલ સમસ્યાઓ અંગે જાગૃત કરી તેને બચાવવા પ્રયાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે 36 ટકા ભૂમિ ભાગ ધરાવે છે અને પૃથ્વીની વસ્તીના લગભગ ત્રીજો ભાગ ધરાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર