Home /News /explained /

International Day of Persons with Disabilities 2021: જાણો ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’નો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

International Day of Persons with Disabilities 2021: જાણો ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’નો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ઉજવવામાં આવે છે. (Image- Shutterstock)

World Disabilities Day 2021: વિશ્વ વિકલાંગતા દિવસ માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ 1992માં કરી હતી. વિકલાંગ દિવસ, વિકલાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે.

    World Disabilities Day 2021: દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વિકલાંગતા દિવસ (World Disabilities Day 2021) માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં 1992માં કરી હતી. વિકલાંગ દિવસ, વિકલાંગ લોકો પ્રત્યે કરુણા, આત્મસન્માન અને તેમના જીવનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે મનાવવામાં આવે છે.

    કુલ વસ્તીમાંથી લગભગ એક અબજ લોકો એટલે કે 7 અબજ અથવા વિશ્વની લગભગ 15 ટકા વસ્તી, અમુક પ્રકારની વિકલાંગતા સાથે જીવે છે. કુલ વિકલાંગ વસ્તીના 80 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. 10 કરોડથી વધુ વિકલાંગ બાળકો છે. વિકલાંગ લોકો (PwDs) વૈશ્વિક સમસ્યાઓના આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામોથી ‘અપ્રમાણસર’ અસરગ્રસ્ત થયા છે. તેથી, વિશ્વના ટકાઉ વિકાસ (sustainable development)માં દિવ્યાંગ લોકોની ભાગીદારી વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. જાણો આ દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે.

    વિશ્વ દિવ્યાંગ દિવસનો ઇતિહાસ

    વિશ્વ દિવ્યાંગ દિવસ (World Disabilities Day 2021) માટે વાર્ષિક ઓબ્ઝર્વેશનની જાહેરાત સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલી રેઝોલ્યુશનમાં 1992માં કરી હતી. જનરલ એસેમ્બલી રેઝોલ્યુશન 47/3 હેઠળ આ વાર્ષિક ઓબ્ઝર્વેશન જાહેર કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય સમાજના તમામ ક્ષેત્રોમાં દિવ્યાંગ લોકોના અધિકારો અને કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે.

    આ ઉપરાંત, તેનો હેતુ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનના દરેક પાસાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓની સ્થિતિ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો પર યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન 2006માં અપનાવવામાં આવ્યું હતું.

    યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1983થી 1992 સુધી દિવ્યાંગો માટે સંયુક્ત રાષ્ટ્ર દાયકાની જાહેરાત કરી હતી જેથી તે સરકારો અને સંસ્થાઓને વિશ્વ કાર્યક્રમમાં ભલામણ કરાયેલી પ્રવૃત્તિઓના અમલ માટેએક લક્ષ્ય પૂરું પાડી શકે. આ પછી, 1992થી 3 ડિસેમ્બરને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

    આ પણ વાંચો: 'International Day for the Abolition of Slavery': ગુલામીના આધુનિક સ્વરૂપો ખતમ કરવા જરૂરી, આ છે 2021ની થીમ

    વિશ્વ દિવ્યાંગ દિવસ: મહત્વ

    વિકલાંગ લોકો ખરાબ સ્વાસ્થ્ય, શિક્ષણમાં સમાન તકોના અભાવ સાથે જીવે છે અને ક્યારેક વર્કપ્લેસમાં પણ પીડાય છે. આ તેમની જીવનશૈલી તેમજ શારીરિક સુખાકારીને પણ અસર કરે છે. તેથી, આ દિવસ વિશ્વને તેમની સમસ્યાઓ વિશે જાગૃત કરવા અને તેમના માટે વધુ સારું સ્થાન બનાવવા માટે મનાવવામાં આવે છે.

    આ વર્ષની થીમ

    વિશ્વ વિકલાંગતા દિવસ માટે 2021ની થીમ છે ‘Leadership and participation of persons with disabilities toward an inclusive, accessible and sustainable post-COVID-19 world.’ (કોવિડ-19 પછીના સર્વસમાવેશક, સુલભ અને ટકાઉ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા)

    આ પણ વાંચો: આ રીતે શરૂ થઈ હતી IIT, પરાગ અગ્રવાલ સહિત અનેક વિદ્યાર્થીઓ આજે છે અમેરિકામાં CEO

    વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય ઉત્સવ (વિશ્વ વિકલાંગતા દિવસ 2021) માટે ‘સંપૂર્ણ ભાગીદારી અને સમાનતા’ની જનરલ થીમ પસંદ કરવામાં આવી હતી. આ થીમ હેઠળ, સમાજમાં દિવ્યાંગોને સમાન તકો આપવા, લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપીને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, History, UN, United nations

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन