Home /News /explained /International Day of Happiness 2022: આજે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ; જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

International Day of Happiness 2022: આજે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ; જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

સંયુક્ત રાષ્ટ્રએ વર્ષમાં એક દિવસ ખુશી (Happiness) માટે પણ સમર્પિત કર્યો છે. (Image credit- Wikimedia Commons)

International Day of Happiness 2022: દુનિયામાં આજે મહામારી અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ વધુ પ્રાસંગિક છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ પણ કોરોના મહામારીને લીધે આ વર્ષે ખુશીઓના ફરી નિર્માણ પર ભાર મૂક્યો છે.

વધુ જુઓ ...
  International Day of Happiness 2022: સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દર વર્ષે 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ (International Day of Happiness) મનાવે છે. સામાન્ય રીતે જ્યારે પણ આપણે દુનિયાની વાત કરીએ છીએ, તો વિકાસ અને શાંતિનો જ ઉલ્લેખ થાય છે. વિશ્વની સમસ્યાઓમાં માનવાધિકાર, સ્વાસ્થ્ય, પર્યાવરણ વગેરેની વાત થાય છે. પરંતુ જોવા મળ્યું છે કે જીવનના સૌથી મહત્વના પાસામાંથી એક ખુશી (Happiness)ને આજના યુગમાં નજરઅંદાજ કરવામાં આવે છે. કેટલીક વખત વ્યક્તિ પાસે બધું જ હોય છે, પણ ખુશીનો અભાવ હોય છે. આ સમયે દુનિયા કોવિડ-19 મહામારીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે, તો સાથે રશિયા અને યુક્રેન યુદ્ધથી પણ ચિંતા ઊભી થઈ છે. એવામાં આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની પ્રાસંગિકતા વધી જાય છે.

  20 માર્ચ શા માટે (International Day of Happiness History)

  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઈ 2012ના આ દિવસ ઉજવવાનો સંકલ્પ લીધો હતો. ત્યારથી આ દિવસ દુનિયાભરના લોકોને ખુશીનું મહત્વ યાદ અપાવે છે. આ દિવસને મનાવવા પાછળ જાણીતાં સમાજ સેવિકા જેમી ઈલિયનના પ્રયાસ છે જેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મહાસચિવ જનરલ બાન કી મૂનને પ્રેરિત કર્યા અને 20 માર્ચ 2013ને આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી.

  આ પણ વાંચો: એ પરમાણુ વિસ્ફોટ જે હિરોશિમા-નાગાસાકી કરતાં પણ ખતરનાક હતા!

  શું છે આ વર્ષની થીમ? (International Day of Happiness 2022 Theme)

  યુનાઈટેડ નેશન્સે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ પર 'બિલ્ડ બેક હેપીનેસ' એટલે કે ફરી ખુશીઓનું નિર્માણ કરવાની થીમ નક્કી કરી છે. આમાં કોવિડ-19ની મહામારીમાંથી વિશ્વને બહાર લાવવા પર વધુ ધ્યાન આપવામાં આવશે. કોવિડ-19 મહામારીએ લોકોને માત્ર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં પરંતુ આર્થિક અને માનસિક રીતે પણ કમજોર બનાવ્યા છે. આવી મહામારીની પરિસ્થિતિએ વિશ્વને ફરીથી ખુશીઓ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

  સરકારોના લક્ષ્ય અને ખુશી

  એવું જોવા મળે છે કે વિશ્વભરની સરકારો લોકોની સમસ્યાઓ હલ કરવામાં, તેમને સુવિધાઓ પૂરી પાડવામાં અને વિકાસના કામો પર વધુ ભાર મૂકે છે. આ પ્રક્રિયામાં તેમનું એ વાત પર ધ્યાન નથી જતું કે લોકકલ્યાણકારી રાજ્યના લક્ષ્યો માટે જે કાર્યક્રમ તેમણે નક્કી કર્યા છે તે ખુશી મેળવવા માટે કેટલા કારગર છે. આ દ્રષ્ટિકોણથી આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

  International Day of Happiness 2022
  યુનાઈટેડ નેશન્સ તેના અન્ય દિવસોની જેમ ઈન્ટરનેશનલ હેપીનેસ ડેને પણ સંપૂર્ણ મહત્વ આપે છે. (Image credit- Wikimedia Commons)


  યુદ્ધ અને ખુશી

  આ સમયે દુનિયા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે ચિંતિત છે. ભલે આશા ખતમ નથી થઈ, પણ યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના બહુ આશાસ્પદ નથી. ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતા પણ છે. આવી સ્થિતિમાં આપણે ધીરજ રાખવાની અને શાંતિ માટેના પ્રયાસો ચાલુ રાખવાની જરૂર છે. ખુશી આપણા મનોબળને વધારવામાં મદદરૂપ થશે.

  આ પણ વાંચો: Kalpana Chawla Birthday: શું તમે કલ્પના ચાવલા વિશે આ વાતો જાણો છો?

  ભૂટાનમાં ખુશીને પ્રાથમિકતા

  સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે વિશ્વમાં ટકાઉ વિકાસ, ગરીબી નાબૂદી અને ખુશી માટે આર્થિક વિકાસમાં સમાનતા, સમાવેશતા અને સંતુલનનો સમાવેશ કરવો જરૂરી છે. ખુશીને મહત્વ આપવાનું કામ સૌપ્રથમ ભૂટાન જેવા નાના દેશે કર્યું. ભૂટાન 1970ના દાયકાથી તેની રાષ્ટ્રીય આવક કરતાં રાષ્ટ્રીય ખુશીના મૂલ્યને વધુ મહત્વ આપી રહ્યું છે.

  International Day of Happiness 2022
  આજના સમયમાં પણ ખુશીની પ્રાપ્તિ કરવી કોઈ મુશ્કેલ કામ નથી. (Image credit- Wikimedia Commons)


  આ વાતોનું રાખવું પડશે ધ્યાન

  ખુશ રહેવા માટે તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે. આમાં સૌથી મહત્ત્વનું એ છે કે આપણી પાસે ખુશી માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય. આ માટે સૌ પ્રથમ આપણે સકારાત્મકતા જાળવી રાખવી પડશે. આપણે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જે આપણને ખુશી આપે છે.

  ખુશ રહેવાની ઘણી રીતો છે. જેમાં ખુશીઓની યાદી બનાવવી, પ્રકૃતિ સાથે વધુને વધુ સમય વિતાવવો, કૃતજ્ઞતાની લાગણી પર ધ્યાન આપવું, બીજા માટે નિ:સ્વાર્થ ભાવે કંઈક કરવું, પોતાના શોખ માટે કામ કરવું વગેરે એવી ઘણી રીતો છે જેનાથી તમે ખુશી મેળવી શકો છો.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Happiness, History, Know about, Today history, જ્ઞાન, યુનાઇટેડ નેશન્સ united nations

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन