Home /News /explained /International Day for the Elimination of Violence against Women: જાણો તેનું મહત્વ અને આ વર્ષની થીમ

International Day for the Elimination of Violence against Women: જાણો તેનું મહત્વ અને આ વર્ષની થીમ

મહિલાઓ સામેની હિંસામાં છેલ્લા કેટલાંક વર્ષોમાં વધારો થયો છે. (Image-Wikimedia commons)

13 દેશોમાં કરવામાં આવેલા સર્વેના આધારે યુએનના એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19એ મહિલાઓની ઘર અને બહાર બંને જગ્યાએ સુરક્ષાની ભાવનાને ખતમ કરી દીધી છે, જેની તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી છે.

  મહિલા દિવસ જેવા દિવસોમાં મહિલાઓ (Women)ના અધિકારોની ઘણી ચર્ચા થાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહિલાઓ સામેની હિંસાનો અંત લાવવા માટે પણ અલગથી એક દિવસ પણ ઉજવવામાં આવે છે. દુઃખની વાત હોવા ઉપરાંત, તે એક મોટી જરૂરિયાત બની ગઈ છે. આટલું જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં જ્યાં મહિલાઓને પુરૂષોની સમાન અનેક અધિકારો મળ્યા છે, મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for the Elimination of Violence against Women) પ્રાસંગિક છે. યુનાઈટેડ નેશન્સે (United Nations) દર વર્ષે 25 નવેમ્બરનો દિવસ તેને ઉજવવા માટે નક્કી કર્યો છે.

  કોવિડ-19 મહામારીની અસર

  આ દિવસે મહિલાઓ અને પુરૂષોને પણ મહિલાઓના અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં લોકોએ અનેક પ્રકારની માનસિક તાણનો સામનો કરવો પડ્યો છે, તેથી મહિલાઓ સામે ઘરેલુ હિંસામાં વધારો આશ્ચર્યજનક નથી.

  શું છે આ વખતની થીમ

  વર્ષ 2021માં યુનાઈટેડ નેશન્સે પોતાની થીમ ‘ઓરેન્જ ધ વર્લ્ડ: એન્ડ વાયોલન્સ અગેઈન્સ્ટ વુમન નાઉ’ જાહેર કરી છે. તેમાં અપીલ કરવામાં આવી છે કે મહિલાઓ સામેની હિંસાનો હવે અંત આવવો જોઈએ. યુનાઈટેડ નેશન્સે પણ સ્વીકાર્યું છે કે કોવિડ મહામારીને કારણે મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસામાં ઝડપથી વધારો થયો છે, ખાસ કરીને ઘરેલુ હિંસા, જેના માટે વિશ્વ તૈયાર નહોતું.

  આ પણ વાંચો: Guru Tegh Bahadur Martyrdom Day: આજે છે ‘ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ’, જાણો તેમનાથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

  આ હિંસા ઝડપથી વધી છે

  13 દેશોમાં કરવામાં આવેલા સર્વેના આધારે યુએનના એક નવા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કોવિડ-19એ મહિલાઓની ઘર અને બહાર બંને જગ્યાએ સુરક્ષાની ભાવનાને ખતમ કરી દીધી છે, જેની તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી છે. આમાં વૈશ્વિક હિંસાત્મક સંઘર્ષ, માનવતાવાદી સમસ્યાઓ અને વધતી જતી આબોહવા-સંબંધિત આફતોએ પણ મહિલાઓ સામેની હિંસાને વધુ તીવ્ર બનાવવાનું કામ કર્યું છે.

  International Day for the Elimination of Violence against Women 2021
  વર્ષ 2021માં યુનાઈટેડ નેશન્સે પોતાની થીમ ‘ઓરેન્જ ધ વર્લ્ડ: એન્ડ વાયોલન્સ અગેઈન્સ્ટ વુમન નાઉ’ જાહેર કરી છે. (Image-Wikimedia commons)


  ઘરેલુ હિંસા મહિલાઓના અધિકારોનો મહત્વનો મુદ્દો

  મહિલાઓના અધિકારો માટે ઘણા કાયદાઓ બન્યા છે. આજે પણ ઘણા દેશોમાં તેમને એ અધિકારો નથી મળ્યા કે જેનાથી કહી શકીએ કે તેઓ સ્વસ્થ સમાજમાં જીવે છે. તેમ છતાં ઘરેલુ હિંસા એક અલગ મુદ્દા તરીકે ઉભરી આવી છે. જેના કારણે આ સમસ્યા સામાજિક તેમજ કૌટુંબિક મૂલ્યો, શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

  આ પણ વાંચો: ભારતથી અમેરિકા જઈ રહેલી ફ્લાઈટમાં જન્મેલું બાળક આખરે કયા દેશનો નાગરિક કહેવાય? જાણો સાચો જવાબ

  તેમાંથી છૂટકારો મળી શકે છે

  સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવો બિલકુલ અશક્ય નથી. આવા પુરાવા સ્પષ્ટપણે જોવા મળે છે કે મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા અટકાવવી શક્ય છે. આ માટે વ્યાપક ધોરણે કાર્ય કરવું પડશે જેથી આવી સમસ્યાઓના મૂળ કારણનો ઉકેલ લાવવામાં, હાનિકારક રીતિ રિવાજો બદલવા અને બાકી રહેલી મહિલાઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં મદદ મળી શકે.

  25 નવેમ્બર શા માટે, તેનો ઇતિહાસ

  ઐતિહાસિક રીતે 25 નવેમ્બરની તારીખનો સંબંધ 1960ની સાલ સાથે છે, જ્યારે આ જ દિવસે ત્રણ મીરાબેલ બહેનોની ડોમિનિકન રિપબ્લિકમાં હત્યા કરવામાં આવી હતી. આ રાજકીય કાર્યકરોની હત્યાના આદેશ ડોમિનિકન સરમુખત્યાર રાફેલ ટ્રુજીલો દ્વારા આપવામાં આવ્યા હતા. 1981માં લેટિન અમેરિકા અને કેરેબિયન મહિલા મીટિંગમાં કાર્યકરોએ 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેનાથી લડવા માટે આ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું, જેને પાછળથી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ દ્વારા સ્વીકારવામાં આવ્યું.

  દર વર્ષે આ ખાસ દિવસને 16 દિવસની વિશેષ સક્રિયતાની શરૂઆત તરીકે જોવામાં આવે છે જે 10મી ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ સુધી ચાલે છે. આ 16 દિવસોમાં સંયુક્ત રાષ્ટ્રની આ વર્ષની થીમ યુનાઈટ ટુ એન્ડ ધ વાયોલન્સ અગેઈન્સ્ટ વુમન અભિયાન ચલાવવામાં આવશે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે હિંસાનો અનુભવ કરનારી માત્ર 40 ટકાથી ઓછી મહિલાઓ અને છોકરીઓ જ કોઈક પ્રકારની મદદ લે છે. આ અર્થમાં આ દિવસ વધુ સુસંગત બને છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: COVID-19, Explained, History, United nations, World, મહિલા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन