Home /News /explained /

Indians study in Ukraine: ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે યુક્રેન શા માટે જાય છે? આ છે 5 મુખ્ય કારણો

Indians study in Ukraine: ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે યુક્રેન શા માટે જાય છે? આ છે 5 મુખ્ય કારણો

યુક્રેનથી કરવામાં આવતા MBBSની વિશ્વભરમાં માન્યતા છે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Why Indians go to Ukraine to study medicine: યુક્રેનમાં યુદ્ધ (Russia Ukraine War)ની પરિસ્થિતિ વચ્ચે હજારો ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. તેમાં એવા ભારતીયોની સંખ્યા વધારે છે જે યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે ગયા હતા. ભારતીય સ્ટુડન્ટ્સ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરવા શા માટે જાય છે, વાંચો અહી.

વધુ જુઓ ...
    Why Indians go to Ukraine to study medicine: યુક્રેનમાં યુદ્ધ (Russia Ukraine war)ની પરિસ્થિતિ વચ્ચે હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે. તેમાં એવા ભારતીયોની સંખ્યા પણ ઘણી છે જે યુક્રેન મેડિકલના અભ્યાસ માટે ગયા હતા. યુક્રેનના શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલય મુજબ, ત્યાં 18,095 ભારતીય સ્ટુડન્ટ્સ ફયાયેલા છે. તેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab)ના છે. નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ એમબીબીએસ (MBBS)ના અભ્યાસ માટે ગયા છે. ભારતની સરખામણીમાં યુક્રેનમાં MBBS કરવું વધારે સુવિધાજનક છે.

    ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસના હેતુથી શા માટે યુક્રેન જાય છે અને તેમને ત્યાં કયા પ્રકારના લાભ મળે છે, 5 પોઈન્ટમાં જાણો…

    1. અહીંના MBBSની દુનિયાભરમાં માન્યતા

    ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર યુક્રેનથી કરવામાં આવતા MBBSની વિશ્વભરમાં માન્યતા છે. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ, વર્લ્ડ હેલ્થ કાઉન્સિલ, યુરોપ અને યુકેમાં અહીંની ડિગ્રીની વેલ્યુ છે. એ જ રીતે અહીંથી એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને વિશ્વના મોટાભાગના દેશોમાં કામ કરવાની તક મળે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે યુક્રેનમાંથી એમબીબીએસ કરવાનું આ પણ એક મોટું કારણ છે.

    આ પણ વાંચો: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાઈ યુદ્ધની પરિસ્થિતિ

    2. ભારતની સરખામણીમાં શિક્ષણ સસ્તું

    ભારતની ખાનગી સંસ્થાઓમાં MBBSના અભ્યાસ માટે વાર્ષિક 10થી 12 લાખ રૂપિયા ફી લેવામાં આવે છે. લગભગ 5 વર્ષના એમબીબીએસના અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ 50થી 60 લાખ રૂપિયા સુધીની ફી ચૂકવવી પડે છે, જ્યારે યુક્રેનમાં એવું નથી. યુક્રેનમાં MBBSના અભ્યાસ માટે વાર્ષિક 4થી 5 લાખ રૂપિયાની જરૂર પડે છે. એટલે કે 5 વર્ષમાં અભ્યાસ પૂરો કરવાનો કુલ ખર્ચ ભારત કરતાં ઘણો ઓછો છે.

    3. NEET ક્વોલિફાય કરવું જરૂરી

    દેશમાં MBBSમાં પ્રવેશ માટે NEETનું આયોજન કરવામાં આવે છે. પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે વિદ્યાર્થીઓને સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. ભારતમાં એડમિશન માટે NEET સ્કોર ઘણું મહત્વનો છે, જ્યારે યુક્રેનમાં NEET ક્વોલિફાય કરવું જ એક મોટી શરત છે. માર્ક્સથી બહુ ફરક પડતો નથી, તેથી જ ભારતીય વિદ્યાર્થીઓ MBBS માટે યુક્રેન જાય છે.

    આ પણ વાંચો: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે બ્લડ ગ્રુપ બદલવામાં મળી સફળતા, વાંચો આ કઈ રીતે થયું?

    4. ભારતમાં MBBSની સીટો ઓછી

    MBBS કરતા એક વિદ્યાર્થીનું કહેવું છે કે, ભારતમાં MBBS માટે જેટલી સીટ્સ છે તેના કરતાં અનેક ગણા વધુ વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં બેસે છે. સીટોના અભાવે જે વિદ્યાર્થીઓ અહીં એડમિશન લઈ શકતા નથી તેમની પાસે યુક્રેનનો વિકલ્પ રહે છે. યુક્રેનથી MBBS કરતા આવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી નથી.

    5. યુક્રેનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક મોટું કારણ

    યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ યુક્રેન વધુ સારું છે. તેથી પણ વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. જો કે, ભારતની જેમ અહીં પણ વધુ સારું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે છે. આ રીતે યુક્રેનમાં એમબીબીએસ કરવા માટે ઘણા કારણો છે, જે વિદ્યાર્થીઓ તેમની પરિસ્થિતિ અનુસાર નક્કી કરે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, Indian, Russia ukraine crisis, Russia ukraine war, Ukraine, ભારત

    આગામી સમાચાર