Home /News /explained /ભારતીય રેલવેએ આજે વેલેન્ટાઇન ડેએ રદ કરી 380 ટ્રેન, મુસાફરી પહેલાં ચેક કરી લો લિસ્ટ
ભારતીય રેલવેએ આજે વેલેન્ટાઇન ડેએ રદ કરી 380 ટ્રેન, મુસાફરી પહેલાં ચેક કરી લો લિસ્ટ
રેલવે દ્વારા આજે 380 ટ્રેન કેન્સલ કરવામાં આવી
Train cancelled today: ભારતીય રેલ્વેએ (Indian Railway) આજે સોમવારે, વેલેન્ટાઇન ડે (14th Feb Valentine Day) પર ધુમ્મસ અને ઠંડીને કારણે 380 ટ્રેનો રદ કરી છે. જેમાં સ્પેશિયલ, પેસેન્જર, મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોનો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ (Indian Railways) આજે પણ મોટી સંખ્યામાં ટ્રેનો રદ (Train Cancelled) કરી હતી. સોમવારે, 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (14th Feb Valentine Day) ના રોજ 380 ટ્રેનો સંપૂર્ણપણે રદ (Train Cancelled) કરવામાં આવી હતી. આજે 17 ટ્રેનો પણ આંશિક રીતે (Partially Cancel) રદ કરવામાં આવી છે.
જેમાં સ્પેશિયલ, પેસેન્જર, મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોનો સમાવેશ થાય છે. જો તમે પણ આજે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તો તમારી ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેજો.
ટ્રેનો ક્યાં ક્યાં રદ થઇ છે? આજે રદ કરાયેલી મોટાભાગની ટ્રેનો બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ વગેરે રાજ્યોની છે. આવી સ્થિતિમાં, જો તમે આજે ક્યાંક ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે જાણો કે ટ્રેન કેન્સલ છે કે નહીં.
રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ યાદી અહીં તપાસો ભારતીય રેલવે દ્વારા દરરોજ ઘણી ટ્રેનો રદ કરવામાં આવે છે. મુસાફરી કરતા પહેલા, તમે રેલ્વે હેલ્પલાઇન 139 પર અથવા સત્તાવાર વેબસાઇટ enquiry.indianrail.gov.in પર રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ સૂચિ તપાસી શકો છો. આ સિવાય તમે NTES મોબાઈલ એપ પરથી પણ માહિતી મેળવી શકો છો.
" isDesktop="true" id="1179159" >
સૌથી પહેલાં enquiry.indianrail.gov.in/mntes/ પર જાઓ
-હવે આપની સ્ક્રિન પર ડાબી તરફ ટોપ પેનલ પર Exceptional Trains લખેલું દેખાશે -જ્યાં આપે ક્લિક કરવાનું છે. આ ક્લિક કરતાં જ આપની પાસે ઘણાં વિકલ્પ આવશે, જેમાંથી એક રદ કરવામાં આવેલી ટ્રેનો (Cancelled Trains)નું વિકલ્પ હશે. -જો આપને રદ ટ્રેનની લિસ્ટ જોવી છે તો તેનાં પર ક્લિક કરો. -ટ્રેનોની સંપૂર્ણ લિસ્ટ જોવા માટે પૂર્ણ (Fully) કે આંશિક (Partially) વિકલ્પ પસંદ કરવાં તેની ઉપર ક્લિક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર