Home /News /explained /IPC: મહામારીમાં નિયમ ભંગ બદલ લાગતી કલમ 188 શું છે, ક્યારે થાય છે તેનો ઉપયોગ?
IPC: મહામારીમાં નિયમ ભંગ બદલ લાગતી કલમ 188 શું છે, ક્યારે થાય છે તેનો ઉપયોગ?
IPCની સેક્શન 188
Corona Virus: લોકડાઉન (Lockdown) કે કરફ્યુમાં નિયમભંગ કરનારાઓ સામે સતત કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ કેસોમાં દરેક પર કલમ 188 લાદવામાં આવી રહી છે, પરંતુ આ કલમ શા માટે લાદવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
કોરોનાની કહેર શરૂ થયો ત્યારથી દેશમાં લોકડાઉન લગાવાયું હતું. કોરોનાને રોકવા માટે એપેડેમીક એક્ટ (Epidemic diseases act) લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અલગ અલગ તબક્કામાં અને ચાલી રહેલા લોકડાઉન (Lockdown) કે કરફ્યુમાં નિયમભંગ કરનારાઓ સામે સતત કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ કેસોમાં દરેક પર કલમ 188 લાદવામાં આવી રહી છે, પરંતુ આ કલમ શા માટે લાદવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
જેથી અમે તમને અહીં કલમ 188માં કેટલો દંડ અને કેટલી સજા થઈ શકે છે? તેની જોગવાઈઓ શું છે? કયા કાયદા હેઠળ તે લાદવામાં આવી રહ્યો છે? ઉલ્લંઘનના કિસ્સામાં શું કાર્યવાહી કરી શકાય છે? તે અંગે જાણકારી આપીશું.
આ અધિનિયમ હેઠળની કલમ 188 છે
કોરોના વાયરસ સામે લડવા માટે એપેડેમીક એક્ટ 1897 હેઠળ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. આ કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ વ્યક્તિ લોકડાઉનમાં સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે ભારતીય દંડ સંહિતા (Indian penal કોડ)ની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
1897ના એપેડેમીક એક્ટની કલમ 3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ પણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે, સૂચનાઓ અને નિયમોનો ભંગ કરે છે, તો તેને આઈપીસીની કલમ 188 હેઠળ સજા થઈ શકે છે. સરકારી કર્મચારી તેનું ઉલ્લંઘન કરે તો તેમની સામે પણ આ કલમ લાગૂ કરી શકાય છે. જોકે, આ કલમ ભારતીય સેનાને લાગુ પડતી નથી. અગાઉ જમ્મુ-કાશ્મીરમાં પણ IPC લાગુ પડતી નહોતી. પરંતુ કલમ 370 હટાવ્યા બાદ ત્યાં પણ આઈપીસી લાગૂ કરવામાં આવી છે. જો તમે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તે નિર્દેશોથી વાકેફ છો, તેમ છતાં તમે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છો, તો તમારી સામે કલમ 188 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આટલી સજા થઈ શકે
IPCની કલમ 188 હેઠળ સજાની બે જોગવાઈઓ છે. પ્રથમ જોગવાઈમાં જો તમે સરકાર અથવા સરકારી અધિકારી દ્વારા કાયદાકીય રીતે આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન કરો છો અથવા જો તમારી ગતિવિધિથી કાયદો અને વ્યવસ્થા માટેની વ્યક્તિને નુકસાન પહોંચે, તો તમને ઓછામાં ઓછી એક મહિનાની જેલ અથવા 200 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
બીજી જોગવાઈમાં જો તમારા દ્વારા સરકારના આદેશના ઉલ્લંઘનથી માનવ જીવન, આરોગ્ય અથવા સલામતી વગેરેને જોખમ થાય, તો તમને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડના પહેલા શિડ્યુલ મુજબ બંને કેસમાં જામીન આપી શકાય છે અને કોઇ પણ મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, બ્રિટિશકાળમાં આઈપીસી લાગૂ થઈ હતી. ભારતના પહેલા લૉ કમિશનની ભલામણ પર બ્રિટિશકાળમાં 1860 આઈપીસી લાગૂ થઈ હતી. ત્યારબાદ 1862માં ભારતીય દંડ સંહિતા તરીકે તેને લાગૂ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર