Home /News /explained /Leena Nair Chanel Global CEO: કોણ છે લીના નાયર? જે બન્યા છે ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ Chanelના CEO
Leena Nair Chanel Global CEO: કોણ છે લીના નાયર? જે બન્યા છે ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ Chanelના CEO
લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી છે. (Image credit- Twitter/LeenaNairHR)
Who is Leena Nair: ભારતીય મૂળના લીના નાયર (Leena Nair)ની ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ શનેલ (Chanel)એ તેના નવા ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિમણૂક કરી છે.
પેરિસ : વધુ એક ભારતીયએ વૈશ્વિક મંચ પર લીડરશિપ હાંસલ કરી છે. સુંદર પિચાઈ, સત્યા નાડેલા, પરાગ અગ્રવાલ બાદ યાદીમાં લીના નાયરનું નામ ઉમેરાયું છે. ભારતીય મૂળના લીના નાયર (Leena Nair)ની ફ્રાન્સના લક્ઝરી ગ્રુપ શનેલ (Chanel)એ તેના નવા ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ (CEO) તરીકે નિમણૂક કરી છે. કંપનીએ મંગળવારે લંડનમાં આ અંગે જાહેરાત કરી હતી. લીના આ પહેલા યુનિલિવરમાં ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) હતા. ફેશન બ્રાન્ડ શનેલ તેના ટ્વીડ સૂટ (Tweed Suits), ક્વિલ્ટેડ હેન્ડબેગ (quilted handbag) અને No. 5 પરફ્યુમ માટે જાણીતું છે. તમે ઘણી વખત સેલિબ્રિટીઝના ફોટોઝમાં આ કંપનીના પ્રોડક્ટ્સ જોયા હશે. આ બ્રાન્ડ સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંથી એક છે.
લીના નાયર આવતા વર્ષે જાન્યુઆરીમાં સત્તાવાર રીતે કંપનીમાં જોડાશે. 52 વર્ષીય લીના નાયર 8 વર્ષ પહેલા 2013માં ભારતમાંથી લંડન શિફ્ટ થયા હતા. તેમણે ત્યાં એંગ્લો-ડચ કંપનીના લંડન હેડક્વાર્ટરમાં લીડરશીપ અને ઓર્ગેનાઈઝેશન ડેવલપમેન્ટના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળ્યું હતું. એ પછી તેમને 2016માં પ્રમોટ કરવામાં આવ્યા અને તેઓ યુનિલિવર (Unilever)ની પ્રથમ મહિલા, પ્રથમ એશિયન અને સૌથી નાની વયના CHRO બન્યા.
XLRIના ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે લીના
લીના નાયર મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી છે. તેમણે મહારાષ્ટ્રના કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. લીનાએ સાંગલીની વાલચંદ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો. આ પછી તેમણે જમશેદપુરની ઝેવિયર્સ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (XLRI)માંથી MBAની ડિગ્રી લીધી. અહીં લીના તેમની બેચના ગોલ્ડ મેડલિસ્ટ પણ રહ્યા.
લીના નાયરને ગયા મહિને જ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
મેનેજમેન્ટ ટ્રેઇનીમાંથી કંપનીના CHRO બન્યા
લીનાએ જે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)માં 30 વર્ષ પહેલા (1992માં) મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી, ત્યાં 2016માં તેઓ CHROના પદ પર પહોંચી ગયા. હિન્દુસ્તાન લીવરે પાછળથી પોતાનું નામ બદલીને યુનિલિવર રાખ્યું. તેમને ગયા મહિને જ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. યુનિલિવરના સીઇઓ એલન જોપે નાયરને તેમના ‘અદભુત યોગદાન’ માટે આભાર માન્યો.
શનેલની સ્થાપના ‘હાઉસ ઓફ શનેલ’ તરીકે 1909માં કોકો શનેલ દ્વારા થઈ હતી. ફ્રેન્ચ અબજોપતિ એલન (Alain Wertheimer), કે જેઓ આ કંપનીના માલિક છે તેઓ હવે ગ્લોબલ એક્ઝીક્યુટીવ ચેરમેનની ભૂમિકા ભજવશે.
શનેલના નિવેદન મુજબ, લક્ઝરી બ્રાન્ડ હોય કે કન્ઝ્યુમર લીડર તરીકેનું પદ, લીના નાયરની નિમણૂક તેમની માનવીય અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ રાખીને બિઝનેસ આઉટકમ આપવાની ક્ષમતાને પ્રકાશિત કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર