Home /News /explained /

Aadhaar કાર્ડ સાથે લિંક થશે વોટર ID, NRI માટે ઓનલાઇન વોટિંગ પર સરકારની વિચારણાં

Aadhaar કાર્ડ સાથે લિંક થશે વોટર ID, NRI માટે ઓનલાઇન વોટિંગ પર સરકારની વિચારણાં

વોટર IDને આધાર કાર્ડ સાથે લિંક કરવાની વિચારણાં

One Nation, One Voter List: આખા દેશમાં નકલી વોટિંગને રોકવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યો માટે ફ્કત એક જ વોટર લિસ્ટ લાવવાનું વિચારી રહ્યાં છીએ. સરકારે ચૂંટણી પંચ સાથે આ સંબંધે વાત કરી છે. ગત દિવસોમાં વોટર લિસ્ટનાં આધારે (Aadhaar) સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ અનિવાર્ય નથી, સ્વૈચ્છિક છે. પણ તેનાંથી નકલી વોટિંગ રોકવામાં સફળતાની સંભાવના છે.'

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કેન્દ્રી કાયદા મંત્રી કિરન રીજીજૂ (kiren Rijiju)એ શુક્રવારે કહ્યું કે, દેશમાં ફર્જી વોટિંગ રોકવા માટે સરકાર 'વન નેશન, વન નોટર લિસ્ટ' (One Nation, One Voter List) પર વિચારણાં કરી રીહ છે. અને ઓનલાઇન વોટિંગ (Online Voting) સિસ્ટમ પર પણ વિચરાણાં ચાલુ છે. રીજીજૂએ લોકસભામાં પ્રશ્નકાળમાં સભ્યોને સંપૂર્ણ પ્રશ્નોનાં જવાબ આપતાં આ વાત કરી છે.

    નકલી વોટિંગ રોકવા માટે સરકાર કરી રહીં છે વિચારણાં- ભાજપનાં અજય નિષાદે પૂરક સવાલનાં જવાબમાં રીજીજૂને કહ્યું કે, આખા દેશમાં નકલી વોટિંગને રોકવા માટે તમામ રા્જયો અને કેન્દ્રશાસિત રાજ્યો માટે ફ્કત એક જ વોટર લિસ્ટ લાવવાનું વિચારી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, 'અમે ચૂંટણી પંચ સાથે આ સંબંધે વાત કરી છે. ગત દિવસોમાં વોટર લિસ્ટનાં આધારે (Aadhaar) સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ અનિવાર્ય નથી, સ્વૈચ્છિક છે. પણ તેનાંથી નકલી વોટિંગ રોકવામાં સફળતાની સંભાવના છે.'

    વન નેશન, વન વોટર લિસ્ટ- પર વિચાર કરી રહી છે સરકાર- 'રીજીજૂએ કહ્યું કે, ભવિષ્યમાં પણ ચૂંટી સુધારણાં માટે જરૂરી પગલાં ઉઠાવીશું. 'વન નેશન, વન વોટર લિસ્ટ' બને, એવો સરકારનો વિચાર છે. તેમણે કહ્યું કે, વોટિંગ સિસ્ટમા હોવી જોઇએ.' પ્રવાસી ભારતીયોને મતાધિકાર આપવા પર એક પૂરક સવાલનો જવાબમાં મંત્રીએ કહ્યું કે, આ સકારાત્મક સુઝાવ છે. તેમણે કહ્યું કે, અમે ચૂંટણી પંચ સાથે આ મામલે વાત કરી છે. રીજીજૂએ કહ્યું કે, 'ઓનલાઇન વોટિંગ સિસ્ટમને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય છે. તેનાં પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પણ કોઇપણ જાહેરાત પહેલાં તેની પારદર્શિતા, સુરક્ષા અને તેનાંથી કોઇ પ્રકારની ગડબડની આશંકાને ધ્યાનમાં રાખવું પડશે.'

    આ પણ વાંચો-Corona Vaccine Certificate પર ફરીથી લાગશે PM મોદીનો ફોટો, જાણો શું છે કારણ ?

    મનીષ તિવારીએ દશમાં ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરી- કોંગ્રેસનાં મનીષ તિવારીએ દેશમાં ઓછા મતદાન પર ચિંતા વ્યક્ત કરતાં મતદાનની ટકાવારી વધારવા અંગે સદનમાં વિશેષ ચર્ચાઓ કરવાનો સુઝાવ આપયો છે. અને મંત્રીને પુછ્યું છે કે,'ઇવીએમ બનાવ્યાં બાદ તેનાં સોર્સ કોડ ચૂંટણી પંચની પાસે રહે છે કે ઇવીએમ મશીન નિર્માતા કંપનીની પાસે?'

    'વિદેશથી લોકો આપણી ચૂંટણી પ્રક્રિયા જોઇ અને શીખવાં આવે છે.' તેનાં પર જવાબ આપતાં રીજીજૂએ કહ્યું કે, જે પ્રકારે ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર કરે છે ફણ નિયુક્તિ બાદ તે સ્વતંત્ર થઇ જાય છે. તે રીતે ઇવીએમ બનાવ્યાં બાદ નિયંત્રણ ચૂંટણી પંચ પાસે રહે છે. તેમણે ક્હયું કે, ઇવીએમ પર કોઇ પ્રશ્ન ન ઉઠવો જોઇએ. રીજીજૂએ કહ્યું કે, ફક્ત ચૂંટણી પંચ જ નહીં સૌનો પ્રયાસ હોય છે કે, દેશમાં મતદાન વધુમાં વધુ થાય. તેમણે કહ્યું કે, વિદેશથી લોકો આપણી ચૂંટણી પ્રક્રિયા જોવા અને શીખવા આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aadhaar card, Voter-id, એનઆરઆઇ, કિરણ રિજિજૂ

    આગામી સમાચાર