જાણવા જેવું : કડકડતી ઠંડીમાં રક્ષણ આપે એવા ભારતીય સેનાના ગ્લવ્સ અને સ્લીપિંગ બેગ એવા ક્યાંથી આવે છે?

પ્રતિકાત્મક તસવીર

સૈનિક સીમા પર તહેનાત રહી શકે, તે માટે ખાસ કપડા વિશ્વના અલગ-અલગ દેશોમાંથી મંગાવવામાં આવે છે.

 • Share this:
  મોદી સરકારના (Modi Government) આત્મનિર્ભર ભારતની (India) અસર બાકીના ક્ષેત્રોની સાથે ભારતીય સેના પર પણ જોવા મળી રહી છે. ભારતીય રક્ષા મંત્રાલયે (Ministry of Defence) 209 આઇટમને નેગેટિવ ઇમ્પોર્ટ લીસ્ટમાં નાંખી છે, એટલે કે તે વસ્તુઓનું નિર્માણ દેશમાં જ કરવા પર ભાર મૂકવામાં આવશે. આ વસ્તુઓમાં ક્રૂઝ મિસાઇલ, ટેન્ક એન્જિન અને આર્ટિલરી ગન જેવી વસ્તુઓ સામેલ છે. આ સિવાય એક લિસ્ટમાં સેનાના કપડા જેવા કે ગ્લવ્સ અને રેન બેગ જેવી વસ્તુઓ સામેલ છે. જેને હવે વિદેશમાંથી ખરીદવાની જગ્યાએ દેશમાં જ બનાવવામાં આવશે.

  ક્યાંથી આયાત કરીએ છીએ?

  ખૂબ જ ઠંડા વિસ્તારોમાં તહેનાત સૈનિકોને તે પ્રકારના કપડાની જરૂરિયાત પડે છે, જે તેના શરીરના તાપમાનને કન્ટ્રોલ કરી શકે. તો અમુક વિસ્તારમાં ભીષણ ગરમી હોય છે. આ દરમિયાન સૈનિક સીમા પર તહેનાત રહી શકે, તે માટે ખાસ કપડા વિશ્વના અલગ-અલગ દેશોમાંથી મંગાવવામાં આવે છે. જેમ કે ગ્લવ્સની ખરીદી મ્યાનમારથી એક કંપની પાસેથી કરવામાં આવે છે, તો ગ્લેશિયરોમાં સુવા માટે સ્લિપીંગ બેગ શ્રીલંકાથી ખરીદવામાં આવે છે.

  એક બાજુ હાડ થિજાવતી ઠંડીથી બચવા માટે ભારતીય સેના વિદેશી સામાન પર નિર્ભર રહે છે, તો બીજી બાજુ આપણી ત્યાંથી જ વિદેશી સેનાને જરૂરિયાત માટેની વસ્તુઓ આપવામાં આવે છે.

  ઇઝરાયેલની સેના માટે બૂટ આપણે બનાવીએ છીએ

  કાનપુરની એક કંપની ઇઝરાયલી સેના માટે બૂટ તૈયાર કરે છે. અહીં નોંધવા જેવી બાબત છે કે ઇઝરાયેલની સેનાની સંખ્યા મર્યાદિત હોવા છતાં વિશ્વની સૌથી તાકતવર સેનાઓમાંથી એક માનવામાં આવે છે, જે કોઇ પણ બાબતમાં સમજૂતી કરતી નથી. તેવામાં બૂટ જેવી જરૂરી વસ્તુ તે ભારતથી મંગાવી રહ્યા છે, તો ભારતીય ટેક્નિક શાનદાર જ હશે. પરંતુ આપણે પોતે આપણા સામાન માટે બીજા પર નિર્ભર રહીએ છીએ.

  વર્ષ 2018માં જ મળ્યો હતો પ્રસ્તાવ

  આ બધી વાતો ધ્યાનમાં રાખતા દેશમાં સેનાના કપડાની આયાત ઘટાડવાની વાત પણ શરૂ થઇ ગઇ. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં જ આ વિશે વાત કરવામાં આવી હતી. પરંતુ સેનાએ તેનો જવાબ થોડો મોડો આપ્યો. સાથે સ્વદેશીકરણનો લાંબો પ્લાન પણ આપવામાં આવ્યો.

  સ્વદેશીને વધારવાની વાત

  ભારતીય સેનામાં પણ 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી મળી ચૂકી છે. તેનાથી તે કરી શકાય છે કે જે વદેશી કંપનીઓ પાસેથી આપણે કપડા વગેરે આયાત કરી રહ્યા હતા, તેમને કહી શકીએ છીએ કે તેઓ ભારતમાં સેટ અપ તૈયાર કરે. તેનાથી સ્થાનિક ટેક્સટાઇલને પણ ગતિ મળશે. સાથે જ બૂટ કે ગ્લવ્સ માટે ચર્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. કાનપુર અને આગરામાં બૂટ બનાવવાની ઇન્ડસ્ટ્રી ખૂબ સારી છે. તેવામાં તેમની પાસે પણ સેનાના બૂટ બનાવડાવી શકાય છે.

  સ્લીપિંગ બેગ માટે થઇ રહી છે વાતચીત

  સેનાના કપડા હવે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સની પાસે છે અને આ સાથી જ પ્રયત્નો થઇ રહ્યા છે કે આર્મી યુનિફોર્મનું સંપૂર્ણ રીતે સ્વદેશીકરણ થાય. સ્લીપિંગ બેગ, કેમોફ્લેઝ ટેન્ટ અને જેકેટ માટે બેંગાલુરેની એક કંપની સાથે વાતચીત પણ ચાલું છે.

  બન્યા હતા બિનજરૂરી માપદંડ

  સેનાની જરૂરિયાતોને દેશી રીતે પૂરા કરવાની વાત વચ્ચે એક સવાલ એ પણ આવે છે કે આખરે શા માટે પહેલા જ તેનું સ્વદેશીકરણ ન કરાયું. તેનો જવાબ એમ છે કે સેના માટે બનતા સામાનો સાથે ઘણી વખત બિનજરૂરી માપદંડ પણ બનાવી દેવાય છે. જેમ કે ટોપી વાળી જેકેટ સાથે શરત હતી કે તે વરસાદથી પણ બચાવે. જ્યારે સિયાચીનમાં ક્યારેય પણ વરસાદ થતો નથી, કારણ કે ત્યાંનું તાપમાન જ હંમેશા શૂન્યથી નીચે રહે છે.

  જોકે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સતત દેશમાં સામાન બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. ગત વર્ષે આ અભિયાન ખૂબ ઝડપી બન્યું અને સાથે જ ચીનની ઘણી એપ્લિકેશન બેન કરી દેવામાં આવી. આ સિવાય ચીનના ઉત્પાદનો ન લેવાની પણ અપીલ કરાઇ. સેનાની જરૂરીયાતના કપડાઓનો મોટો ભાગ આપણે ચીનથી ખરીદતા રહ્યા છીએ. આ ટેક્નો ક્લોથિંગ કહેવાય છે. ખાસ ટેક્નિકથી બનેલા આ કપડા એવા હોય છે જે ખૂબ વિષમ તાપમાન સહન કરી શકે છે. હવે તે તમામ કપડા પણ દેશમાં તૈયાર થઇ શકશે.
  First published: