હાલ કોરના મહામારીએ (Corona pandemic) અનેક લોકોની રોજગારી (Employment) છીનવી લીધી છે. પરંતુ કહેવાય છે ને કે, જો એક રસ્તો બંધ થઇ જાય તો તમારી પાસે અનેક રસ્તાઓ ખૂલી જાય છે. તો આજે આપણે જો રોજગારી તક ન હોય તો કોઇ ધંધો શરૂ કરવા માટે અહીં એક સરકારની લોનની વાત કરવાનાં છે. જેનાથી તમે તમારા સપના સાકાર કરી શકો છો. આજે આપણે ધંધો શરૂ કરવા માટેની સરકારી સહાય એટલે મુદ્રા લોન (Mudra - Micro Units Development & Refinance Agency Ltd) અંગે વાત કરવાના છીએ. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો શુભારંભ વર્ષ 2015માં કરાયો હતો. આ યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ અંતર્ગત શિશુ, કિશોર અને તરુણ નામના ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે. મુદ્રા લોનની ચૂકવણી ઇએમઆઈ વિકલ્પો સાથે 3 વર્ષથી 5 વર્ષ સુધીની હોય છે.
બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા સુક્ષ્મ એકમોને આવક મેળવવા અને બિન કૃષિ પ્રવૃત્તિઓ માટે રૂ.10 લાખ સુધીની લોન માટેની જોગવાઇ. ઉત્પાદન, સેવા, નાના વ્યવસાય અને વેપાર હેઠળ આવનાર નાની બિઝનેસ પ્રવૃત્તિઓને લોન પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત લોન નીચે મુજબ ત્રણ વર્ગમાં ઉપલબ્ધ છે. આ લોન માટે કોઇપણ ભારતીય નાગરીક અરજી કરી શકે છે.
શિશુ લોન-રૂ.50,000/- સુધીની લોન કિશોર લોન-રૂ.50,000/- થી રૂ 5 લાખ સુધીની તરૂણ લોન-રૂ.5 લાખ થી રૂ.10 લાખ સુધીની
જામીન સિવાય લોનની સુવિધા ઉપલભ્ધ છે મહિલાઓ દ્વારા આયોજિત ને 0.25 ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
ઉત્પાદન, વ્યવસાય અરીસોર્ફોરા પ્રવૃત્તિઓ માટે લોનની સુવિધાઓ: વાહન વ્યવહાર પ્રવૃતિ માટે લોન: ઓટો રીક્ષા, નાના માલવાહક વાહનો, થી વ્હીલર્સ, પેસેનજર ખરીદવા માટે લોન.
સામૂહિક, સામાજિક અને વ્યક્તિગત સેવા પ્રવૃત્તિ માટે લોન: જેવી કે સલૂન, બ્યુટી પાર્લર જીમ બ્યુટીકસ , દરજીની દુકાન, ડ્રાય કિલનિંગ, સાયકલ અને મોટરસાયકલ રીપેરીગ દુકાન, ઝેરોક્ષ માટેની દુકાન, દવાની દુકાન, કુરિયર એજન્ટસ સેવાઓ વગેરે માટે લોન.
સૌથી પહેલા તમારે મુદ્રા યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://www.mudra.org.in/પર જવુ પડશે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું હોમ પેઈઝ ખુલશે. હોમમ પેઈઝ પર નીચે જશો તેમ શિશુ, કિશોર અને તરુણનો ઓપ્શન દેખાશે.
આ પસંદ કર્યા પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે. તમારે આ પેજ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
આ પછી તમારે આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછાયેલી બધી મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
આ પછી તમારે બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવા પડશે. હવે તમારે આ અરજી ફોર્મ તમારી નજીકની બેંકમાં સબમિટ કરવાની રહેશે.
તમારી અરજીની ચકાસણી કર્યા પછી, તમને એક મહિનાની અંદર લોન આપવામાં આવશે.
કેવી રીતે કરશો અરજી
આ યોજના હેઠળ જે ઈચ્છુક લાભાર્થી લોન પ્રાપ્ત કરવા માટે અરજી કરવા માંગે છે. તે પોતાની નજીકની સરકારી બેંક, ખાનગી બેંક, ગ્રામીણ બેંક અને વાણિજ્ય બેંક વગેરેમાં પોતાના તમામ દસ્તાવેજો સાથે જઈને અરજી કરી શકો છો. જે બાદ જે બેંકથી તમે લોન લેવા માંગો છો ત્યાં જઈને એપ્લીકેશન ફોર્મ ભરો અને તેની સાથે પોતાના તમામ દસ્તાવેજને અટેચ કરી બેંકના અધિકારી પાસે જમા કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર