Union
Budget 2023

Highlights

Home /News /explained /ભારતની કોવિડ-19 રસીકરણ કવાયતમાં લિંગ ભેદ દૂર કરવો જરૂરી

ભારતની કોવિડ-19 રસીકરણ કવાયતમાં લિંગ ભેદ દૂર કરવો જરૂરી

સંજીવની રસી બધા માટે જરૂરી

આજદિન સુધીમાં રસીના આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 45.14 કરોડ ડોઝ પુરુષોને જ્યારે 41.51 કરોડ ડોઝ મહિલાઓને આપવામાં આવ્યા છે એટલે કે, કુલ ડોઝમાંથી 51.88% પુરુષોને અને 47.70% ડોઝ મહિલાઓને આપવામાં આવ્યો છે. મહિલાઓની સરખામણીએ પુરુષોને આપવામાં આવેલા ડોઝની સંખ્યા ત્રણ કરોડ કરતાં વધારે છે.

વધુ જુઓ ...
  કોવિડ-19 રસીકરણ કવાયતની નવ મહિના પહેલાં શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ અભિયાને ગતિ પકડી છે. આજદિન સુધીમાં કુલ 87 કરોડ ડોઝ[1] આપવામાં આવ્યા છે. તાજેતરના સમયમાં, રસીકરણ ડેટામાં ધ્યાનમાં આવ્યું હતું કે, રસીના આપવામાં આવી રહેલા ડોઝમાં લિંગ ભેદ છે.

  આજદિન સુધીમાં રસીના આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 45.14 કરોડ ડોઝ[2] પુરુષોને જ્યારે 41.51 કરોડ ડોઝ[3] મહિલાઓને આપવામાં આવ્યા છે એટલે કે, કુલ ડોઝમાંથી 51.88% પુરુષોને અને 47.70% ડોઝ મહિલાઓને આપવામાં આવ્યો છે. મહિલાઓની સરખામણીએ પુરુષોને આપવામાં આવેલા ડોઝની સંખ્યા ત્રણ કરોડ કરતાં વધારે છે.

  ભારતમાં, મહિલાઓની સરખામણીઓ પુરુષોની વસતી વધારે છે. જોકે, Hindustan Times દ્વારા અસમાનતા પાછળ આ કારણને નકારી કાઢવામાં આવ્યું છે[4]. અભિયાનની શરૂઆતમાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસીકરણ કવરેજમાં સામેલ કરવામાં આવી નહોતી. હવે આ સમૂહ રસી લેવા માટે સલામત હોવાનું માનવામાં આવતું હોવાથી, તેને લગતી સંખ્યાબંધ ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે, જેથી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સંખ્યાબંધ મહિલાઓ રસી લેવામાં ખચકાય છે. માસિકધર્મ અને રસી અંગે પણ સંખ્યાબંધ ખોટી માહિતી ફેલાઇ રહી છે જેથી મહિલાઓ માસિક ચક્રમાં હોય ત્યારે રસી લેવાનું ટાળી રહી છે. રસી લેવાથી પ્રજોત્પતિ પર સંભવિતપણે અસર પડતી હોવાની ખોટી માન્યતા પણ વ્યાપેલી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓમાં આ માન્યતા વધુ ફેલાઇ છે. તેઓને ડર છે કે, રસી લેવાથી તેમની ગર્ભાધાનની અને સંતાનને જન્મ આપવાની ક્ષમતાને અસર પડી શકે છે, જેથી તેઓ રસી લેવાથી દૂર ભાગી રહી છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે વિપુલ પ્રમાણમાં સંસાધનો અને પ્રયાસો થતા હોવા છતાં, દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો મોટાપાયે એકબીજા પાસેથી કહેલી અને સાંભળેલી વાતો પર ભરોસો મૂકીને રસી લેવાનું ટાળી રહ્યાં છે.

  સંખ્યાબંધ પરિવારોમાં, પુરુષ એકમાત્ર કમાનારી વ્યક્તિ હોય છે. તેઓ પોતાનું કામ ફરી શરૂ કરી શકે તે માટે રસી લે તેવી શક્યતા વધુ રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ કેન્દ્રો ઘણા દૂર આવેલા હોય છે માટે, મહિલાઓ માટે અવરોધ ઉભું કરતું આ પણ એક અન્ય પરિબળ છે. સંખ્યાબંધ પરિવારોમાં આજે પણ, મહિલાઓને તેમના ઘરની બહાર જવા માટે મંજૂરી લેવી પડે છે અને મોટાભાગે રસીકરણ કેન્દ્રો સુધી એકલી જઇ શકતી નથી. તેઓ પોતાના પરિવારમાં અન્ય સભ્યોની ગેરહાજરીમાં પોતાનું રસીકરણ કરાવી શકતી નથી. પરિવારની મુખ્ય સંભાળ લેનારી હોવાથી આવી મહિલાઓ મોટાભાગે રસીકરણ પછી જોવા મળતી આડઅસરોના કારણે તેમના ઘરના કામકાજ પર અસર પડે નહીં તે માટે રસી લેવામાં વિલંબ કરતી હોય છે. આ ઉપરાંત, સંખ્યાબંધ પરિવારોમાં મહિલાઓ પાસે સ્માર્ટફોનના ઍક્સેસનો અભાવ હોય છે. ટેકનોલોજીથી દૂર રહેતા હોવાની તેમની આ સ્થિતિ કેટલીક મહિલાઓને રસીકરણ માટે નોંધણી કરાવવા અને રસી લેવા માટે અવરોધવાની ભૂમિકા ભજવે છે.

  અભિયાનના પ્રારંભિક મહિનાઓમાં, રસીકરણમાં લિંગ ભેદ નોંધપાત્ર પ્રમાણમાં વધારે હતો જ્યારે, હવે આ અંતરાય તબક્કાવાર ઘટી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, મિઝોરમ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને રસીના વધારે ડોઝ આપવામાં આવ્યા છે[5].

  ઓછી આવકવાળા લોકો અને ગ્રામીણ સમુદાયોને રસીકરણ ઉપલબ્ધ કરાવવા માટે હાથ ધરવામાં આવી રહેલી વિવિધ પહેલથી મહિલાઓને પણ લાભ થઇ શકે છે. કેટલાક રાજ્યોમાં, ગામડાઓ અને સમુદાયોમાં વિકેન્દ્રિકૃત રસીકરણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને નજીકના રસીકરણ કેન્દ્ર સુધી પહોંચવા માટે લાંબા અંતરની મુસાફરી કરવાની જરૂર પડતી નથી. આનાથી વધુ મહિલાઓ રસીકરણ કરાવવા માટે પ્રોત્સાહિત થશે. રસીકરણ કેન્દ્રો પર જ હવે નોંધણી કરવામાં આવે છે અને વૉક-ઇન સ્લોટ્સ ઉપલબ્ધ કરાવાય છે. આથી, જે મહિલાઓ પોતાની જાતે Co-WIN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકતી નથી તેઓ સીધી જ કેન્દ્ર પર જઇને રસી લઇ શકે છે. મુંબઇમાં, શહેરમાં ખાસ કરીને મહિલાઓ માટે તમામ કેન્દ્રોમાં વૉક-ઇન રસીકરણ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

  લિંગ ભેદ દૂર કરવા માટે આ પ્રોત્સાહક પગલાંઓ હોવા છતાં, આ પ્રયાસોને તમામ રાજ્યોમાં વધારવાની જરૂર છે જેથી ખરા અર્થમાં દરેકને રસી સુલભ કરાવી શકાય. રાષ્ટ્રીય મહિલા પંચ (NCW) અનુસાર, જાહેર આરોગ્ય જાગૃતિ પર અને વધુ મહિલાઓને રસીકરણ કેન્દ્રો સુધી લાવવા પર વિશેષ ભાર મૂકવો જોઇએ. એક્રિડેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ (ASHA), આંગણવાડી કામદારો અને અન્ય સામાજિક તેમજ સામુદાયિક આરોગ્ય કામદારો આ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વર્ષો જૂની લિંગ ભેદની વિચારધારાને તોડીને દેશમાં મહિલાઓના આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવાની વર્તમાન સમયની તાકીદની જરૂરિયાત છે.

  હાલમાં, ટ્રાન્સજેન્ડર, નોન-બાઇનરી, જેન્ડર ફ્લ્યુઇડ વગેરે લોકોના રસીકરણનો ડેટા મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેને Co-WIN ડેશબોર્ડ પર ‘અન્ય’ શ્રેણીમાં સંકલિત કરવામાં આવ્યો છે. આ સમૂહમાં રસીના 191690 ડોઝ આપવામાં આવ્યા છે.

  ઐશ્વર્યા ઐયર
  સંયોજક- કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ,
  યુનાઇટેડ વે મુંબઇ
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona vaccine, Covaxin covishield sputnik, COVID-19, Sanjeevani

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन