તો ભારત આજે પણ એન્ટાર્કટિકાનો ભાગ હોત... આવી રીતે ખસી હતી ટેકટોનિક પ્લેટ

તો ભારત આજે પણ એન્ટાર્કટિકાનો ભાગ હોત... આવી રીતે ખસી હતી ટેકટોનિક પ્લેટ
પૃથ્વીની સપાટી પર સંશોધન કરી રહેલા ભારતીય અને સ્વિઝ ભૂસ્તરશાસ્ત્રીઓના જૂથે પૂર્વીય ખંડોના ખડકોનો અભ્યાસ કર્યો હતો.

પૃથ્વીની સપાટી પર સંશોધન કરી રહેલા ભારતીય અને સ્વિઝ ભૂસ્તરશાસ્ત્રીઓના જૂથે પૂર્વીય ખંડોના ખડકોનો અભ્યાસ કર્યો હતો.

  • Share this:
દેશમાં ઉનાળો એટલો કાળઝાળ હોય છે કે, કાશ આપણે એન્ટાર્કટિકામાં રહેતા હોત તો સારું થાત તેવો વિચાર કરાવી જાય છે. જોકે, ટેકટોનિક પ્લેટ ખસી ન હોત તો આપણે આજે એન્ટાર્કટિકામાં જ જીવતા હોત! ટેકટોનિક પ્લેટ આપણને અહીં લઈ આવી હતી.

ટેકટોનિક પ્લેટ ખસવાના કારણે કઈ કઈ અસર થઈ તે અંગે ટ્વિટર પર વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ભારતના ભૌગોલિક પ્લેસમેન્ટ વિશેના ઇતિહાસની રોચક વિગતો શેર કરવામાં આવી છે. આજે જે રીતે વિશ્વનું ભૂગોળ જોવા મળે છે તે ઘણા સમય પહેલા ખસેલી ટેકટોનિક પ્લેટના કારણે છે.Tauktae Effect: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બગસરામાં 8 ઇંચ ખાબક્યો

ટ્વિટર પર ટ્વિટ શેર કરનાર યુઝરે, આ વિડીયોના સોર્સ તરીકે @EartbyteGroupને ગણાવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ભૂગોળના વિકાસને સમજવા માટે સંશોધન અને અધ્યયન કરી રહ્યા છે. ત્યારે ભારતીય ઉપખંડ એક અબજ વર્ષ પહેલાં એન્ટાર્કટિકાનો ભાગ હોવાની પૂર્વધારણાને સમર્થન આપતા પુરાવા ભૂસ્તરશાસ્ત્રીઓને 2018માં મળ્યા હોવાનું જાણવા મળે છે.

CM રૂપાણીએ વાવાઝોડાની કરી સમીક્ષા: રાજ્યમાં કુલ ત્રણ મોત, બે લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ, 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

Hindubusinessline.comના અહેવાલ મુજબ. પૃથ્વીની સપાટી પર સંશોધન કરી રહેલા ભારતીય અને સ્વિઝ ભૂસ્તરશાસ્ત્રીઓના જૂથે પૂર્વીય ખંડોના ખડકોનો અભ્યાસ કર્યો હતો. જેના પરથી તેમને ઉપખંડની રચના અંગે નોંધપાત્ર વિગતો મળી હતી. આ અધ્યયન આંતરરાષ્ટ્રીય જર્નલ એલ્સેવિઅરમાં પ્રકાશિત થયું હતું. જેમાં સુચવાયું હતું કે, ભારત અને એન્ટાર્કટિકા સૌથી મોટા મહાદ્વીપ પૈકીના એક હતા. જે લગભગ 1.5 અબજ વર્ષ પહેલાં અલગ થઈ ગયા હતા. એન્ટાર્કટિકા અને ભારતના અલગ થવા પાછળ એક સમુદ્ર કારણભૂત હોવાનું અભ્યાસમાં સુચવાયું હતું.અલબત્ત જોકે, બે-ખંડની એકબીજાની નજીક આવવાની લેન્ડમાસીસનું મુવમેન્ટના કારણે સમુદ્ર બંધ થઈ ગયો હતો અને અંતે એક અબજ વર્ષ પહેલાં ફરી નજીક આવ્યા હતા. આ ટક્કરના કારણે ઇસ્ટર્ન ઘાટનો પર્વતીય પટ્ટો રચાયો હતો. ત્યાર બાદ આવી પ્રક્રિયા ફરી થઈ હતી. લેન્ડમાસેસની આ પ્રક્રિયાનું લગભગ 600 મિલિયન વર્ષો પહેલા પુનરાવર્તન થયું હતું. આ વખતે ટક્કરના કારણે દક્ષિણ ભારત અને શ્રીલંકાને લાગતી ઇસ્ટર્ન ઘટમાં બીજી પર્વતમાળા સર્જાઇ હતી. ત્યા રબાદ પોપડો ફરી તૂટી પડ્યો હતો. ફરી એક વખત ભારતને એન્ટાર્કટિકાથી અલગ થયું હતું. જોકે, હવે વચ્ચે એક મોટો સમુદ્ર છે. કરોડો વર્ષો ટેક્ટોનિક પ્લેટ ખાસવાની પ્રક્રિયા ચાલી હતી. પરિણામે ભારતને તેના વર્તમાન ભૌગોલિક સ્થાન હિમાલય તરફ આગળ વધાર્યું હતું.
Published by:News18 Gujarati
First published:May 18, 2021, 13:35 pm

ટૉપ ન્યૂઝ