શું તમને ખબર નથી કે તમારે કયું ITR ફોર્મ ભરવાનું છે? આ અહેવાલમાં જાણો વિગતવાર

ઇન્કમટેક્સ રિટર્ન (તસવીર Shutterstock)

Income tax return: જો તમારી આવક રૂ. 50 લાખ કરતા વધુ છે, તો ITR-2નો ઉપયોગ કરો. જો તમે એક અથવા અધિક ઘરની સંપત્તિમાંથી આવક મેળવી રહ્યા છો, તમે વિદેશી આવક પ્રાપ્ત કરો છો અથવા વિદેશી સંપત્તિના માલિક છો, તો તમે ITR-2નો ઉપયોગ કરી શકો છો.

  • Share this:
મુંબઈ: આવકના પ્રકાર અને ઘરેલૂ તથા ફોરેન આવકના આધાર પર ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફોર્મ અલગ અલગ હોય છે. નિયમિત માસિક આવક મેળવતા વ્યક્તિનું અને બિઝનેસમેન તથા પ્રોફેશનલ વ્યક્તિનું ITR ફોર્મ અલગ હોય છે. આ સમયે તમારે આવકવેરાનું કયું ફોર્મ ભરવાનું છે તે જાણવું ખૂબ જરૂરી છે. આ લેખમાં આ અંગે વિગતવાર માહિતી મેળવીએ.

તમારે કયું ITR ફોર્મ ભરવાનું રહેશે?

ITR-1: જો તમે નિયમિત માસિક વેતન મેળવો છો અને નાણાકીય વર્ષ 2020-21માં તમારી કુલ આવક રૂ. 50 લાખ સુધીની હોય તો તમારે ITR-1 ફોર્મ ભરવાનું રહેશે. પગારમાં પેન્શનની આવક પણ શામેલ છે. જો તમે અન્ય સ્ત્રોત જેમ કે બેન્ક ડિપોઝીટનું વ્યાજ અને ઘરની સંપત્તિથી આવક મેળવો છો, તો તમે ITR-1માં રિટર્ન પણ ભરી શકો છો. જો તમારી કૃષિ આવક રૂ. 5,000 સુધીની છે, તો તમે રિટર્ન ફાઈલ કરવા માટે ITR-1નો ઉપયોગ કરી શકો છો.

ITR-2: જો તમારી આવક રૂ. 50 લાખ કરતા વધુ છે, તો ITR-2નો ઉપયોગ કરો. જો તમે એક અથવા અધિક ઘરની સંપત્તિમાંથી આવક મેળવી રહ્યા છો, તમે વિદેશી આવક પ્રાપ્ત કરો છો અથવા વિદેશી સંપત્તિના માલિક છો, તો તમે ITR-2નો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ કંપનીમાં ડાયરેક્ટરશીપ ધરાવો છો અથવા તમારી પાસે અનલિસ્ટેડ ઈક્વિટી શેર છે, તો તમારે રિટર્ન ફાઈલ કરવા માટે ITR-2નો ઉપયોગ કરવો જોઈએ.

ITR-3 : જે બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ માસિક ફિક્સ વેતન મેળવતા નથી, તેમણે આ ફોર્મનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમે કોઈ ફર્મના પાર્ટનર છો, તો તમારે ITR-3 ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ.

નિવાસી વ્યક્તિઓ અને HUF બંને પ્રકારના લોકો ITR-4 ફોર્મનો ઉપયોગ કરી શકે છે. જે લોકો ગત નાણાકીય વર્ષમાં પ્રોફેશન અથવા બિઝનેસમાંથી આવક મેળવતા હતા, પરંતુ ઈન્કમટેક્સ લાયબેલિટીની ગણતરી માટે presumptive income scheme (PIS) નો ઉપયોગ કરવા ઈચ્છે છે. ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની ધારા 44AD, 44AE અને 44ADA અનુસાર જે લોકોનો બિઝનેસ રૂ. 2 કરોડથી ઓછો છે, તે લોકો PISનો ઉપયોગ કરી શકે છે.

જે લોકોને ગત નાણાકીય વર્ષ કરતા આ વર્ષે રૂ. 50 લાખ ઓછો નફો થયો છે, તે લોકો પણ PISનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, PISનો ઉપયોગ કરવાથી એકાઉન્ટ બુક બનાવવાની જરૂરિયાત રહેતી નથી.

જો ડિજિટલી ગ્રોસ રિસિપ્ટસની ચૂકવણી થતી હોય, તો PIS યોજના હેઠળ બિઝનેસ કુલ ટર્નઓવરના 6 ટકાના દરે ચોખ્ખી આવકનો અંદાજો મેળવી શકે છે. જો ગ્રોસ રિસિપ્ટસની રોકડે ચૂકવણી થાય, તો 8 ટકાના દરે ચોખ્ખી આવકનો અંદાજો મેળવી શકે છે.

આ પણ વાંચો: આ 4 વેબસાઇટના માધ્યમથી ફ્રીમાં ફાઇલ કરો ઇન્કમટેક્સ રિટર્ન, ફક્ત આપવી પડશે આ જાણકારી

જો ડૉકટર, વકીલ, આર્કિટેક્ટ અને ઈન્ટીરિયર ડિઝાઈનર તથા અન્ય પ્રોફેશનલ PISનો વિકલ્પ પસંદ કરે છે, તો તેમણે નાણાંકીય વર્ષ દરમિયાન કુલ આવકની 50 ટકા રકમ પ્રોફિટ તરીકે દર્શાવવાની રહે છે અને તે અનુસાર કર ચૂકવવાનો રહે છે. બિઝનેસના માલિક અને પ્રોફેશનલ પોતાની સ્વેચ્છાએ યોજના હેઠળ આવશ્યકથી વધુ દર પર પોતાની આવકની જાહેરાત કરી શકે છે.

જો કોઈ વ્યક્તિના બિઝનેસનું ટર્નઓવર રૂ. 2 કરોડથી વધુ છે, તો તે PISનો વિકલ્પ પસંદ કરી શકે નહીં. આ કારણોસર ITR-3 ફોર્મ ભરવાનું રહેશે. જો તમારી આવક રૂ. 50 લાખથી વધુ હોય તો તમે ITR-4નો ઉપયોગ કરી શકો છો.

જે લોકો આવકની સાથે ખર્ચાઓને સેટઓફ કરવા ઈચ્છે છે, તે લોકો PISનો વિકલ્પ પસંદ નહીં કરી શકે અને ITR-4 લાગુ નહીં થાય.

જો હું રિટર્ન ફાઈલ કરવા માટે ખોટું ITR ફોર્મ ભરું તો શું થશે?

ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેથુરમને જણાવ્યું કે, જો તમે ખોટા ફોર્મનો ઉપયોગ કરો છો તો ટેક્સ ઓફિસર આ પ્રકારના રિટર્નને ‘ઈન્કનટેક્સ (I-T) અધિનિયમની ધારા 139(9)ની જોગવાઈ હેઠળ દોષપૂર્ણ’ માનવામાં આવે છે. જ્યારે કરદાતા ખોટું ITR ફોર્મ ભરે છે, ત્યારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાને તે અંગે જાણ કરે છે. આ ભૂલને સુધારવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાને એક તક આપે છે.

આ પણ વાંચો: Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

નાંગિયા એન્ડરસન LLPના પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલા આ અંગે કેટલીક માહિતી આપી છે. તેઓ જણાવે છે કે, જ્યારે કરદાતા ખોટું ITR ફોર્મ ભરે છે, ત્યારે કરદાતાએ નિર્ધારિત સમયસીમાની અંદર યોગ્ય ફોર્મ ભરીને આ ભૂલ સુધારવાની રહે છે. નોટિસ મળ્યાના 15 દિવસની અંદર કરદાતાએ રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાનું રહે છે. ઝુનઝુનવાલા આ અંગે વધુમાં જણાવે છે, નિર્ધારિત સમયસીમાની અંદર રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવામાં ન આવે, તો ITR અમાન્ય ગણવામાં આવે છે. ઉપરાંત કરદાતા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકારની સમસ્યાથી બચવા માટે યોગ્ય ITR ફોર્મ ભરવું જોઈએ.
First published: