Home /News /explained /આવક માટે ફ્રીલાન્સિંગ કરો છો? અહીં જાણો તમારે ક્યારે અને કેટલો આવકવેરો ભરવો પડશે

આવક માટે ફ્રીલાન્સિંગ કરો છો? અહીં જાણો તમારે ક્યારે અને કેટલો આવકવેરો ભરવો પડશે

પ્રતીકાત્મક તસવીર

Income tax on freelancing work- સામાન્ય રીતે ફ્રીલાન્સિંગનો અર્થ કોઈ એસાઇમેન્ટને પૂરા કરવા માટે વ્યક્તિ કે સંસ્થાને હંગામી ધોરણે કામ સોંપવું અને તે કામ સબમિટ થયા પછી તરત જ ચૂકવણી કરવી તેવો છે.

  મુંબઈ: કોરોનાના કારણે આર્થિક વ્યવસ્થાને અસર થઈ છે. અનેક લોકોએ મહામારીમાં નોકરીઓ ગુમાવી છે. ત્યારે કોરોના કાળમાં ફ્રીલાન્સ વર્કનો ટ્રેન્ડ વધુ ઝડપી બન્યો છે. ત્યારે જો તમે પણ ફ્રીલાન્સ વર્ક કરતા હોવ તો આવકવેરા સહિતના મુદ્દા તમને કઈ રીતે અસર કરે છે તે અંગે ચર્ચા કરીશું. સામાન્ય રીતે ફ્રીલાન્સિંગનો અર્થ કોઈ એસાઇમેન્ટને પૂરા કરવા માટે વ્યક્તિ કે સંસ્થાને હંગામી ધોરણે કામ સોંપવું અને તે કામ સબમિટ થયા પછી તરત જ ચૂકવણી કરવી તેવો છે. ફ્રીલાન્સિંગ પદ્ધતિમાં વ્યક્તિ કંપનીનો કર્મચારી હોતો નથી અને જેથી તેને પગાર પર રાખતો નથી. તે કંપનીઝ એકટ હેઠળ મળતા પ્રોવિડન્ટ ફંડ સહિતના લાભ માટે હકદાર નથી. ફ્રીલાન્સિંગ કામ રાખનાર વ્યક્તિને ઓફિસ જવાની જરૂર રહેતી નથી. તે પોતાની અનુકૂળતા મુજબ કોઈ પણ સ્થળેથી કામ કરી એસાઈમેન્ટ પૂર્ણ કરી શકે છે.

  દેશના આવકવેરા કાયદા મુજબ મેન્યુઅલ અથવા બૌદ્ધિક કુશળતાના માધ્યમથી થતી આવક વ્યવસાયિક આવકની મર્યાદામાં આવે છે. આવી આવકને બિઝનેસ કે વ્યવસાયના પ્રોફિટ કે ગેઇનના રૂપમાં કર પાત્ર ગણવામાં આવે છે. તેની Gross income વ્યવસાય કરતી વખતે તેણે મેળવેલી રિસીપના આધારે ગણવામાં આવશે. જાણકારી મેળવવા માટે બેંક ખાતાને નોંધમાં લેવામાં આવે છે. જેમાં વ્યક્તિએ પોતાની તમામ વ્યવસાયિક આવક બેન્કિંગ ચેનલ દ્વારા મેળવેલી હોવી જોઈએ.

  આ પણ વાંચો:  Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

  • ડિડકશન તરીકે ખર્ચની મંજૂરી

  આવકવેરા એકટ 1961 મુજબ ફ્રીલાન્સર્સ તેમની આવકમાંથી તે કામ માટે કરેલા ખર્ચને બાદ કરી શકે છે. જેમાં ઓફિસ ફર્નિચરથી લઈ ક્લાયન્ટને મળવા પાછળ થયેલો ખર્ચ પણ આવરી લેવાય છે. ખર્ચ ફ્રીલાન્સર્સના કામ સાથે સીધો સંબંધ ધરાવતો હોવો જોઇએ.

  • જરૂરી શરતો

  - જે વર્ષમાં ટેક્સ ભર્યો હોય તે વર્ષમાં ખર્ચ થયો હોવો જોઈએ.

  - ખર્ચ સંપૂર્ણ રીતે અને ખાસ ફ્રીલન્સ કામ માટે જ થયો હોવો જોઈએ.

  - આવક ગેરકાયદે ન હોવી જોઈએ.

  - આવા ખર્ચ ફ્રીલાન્સર્સનો વ્યક્તિગત અથવા કેપિટલ એક્સપેન્ડેચર ન હોવો જોઈએ.

  - ફ્રીલાન્સર્સ કયા કર ચૂકવવા પડે

  - જો કોઈ ચોક્કસ નાણાકીય વર્ષ દરમિયાન કરની કુલ લાયબિલીટી રૂ. 10,000 કે તેથી વધુની હોય છે, તો કરદાતાએ દરેક ક્વાર્ટરમાં ટેક્સ ભરવો જરૂરી છે. જેને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે.

  આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

  • એડવાન્સ ટેક્સની ગણતરી

  - તમામ રિસીપ્ટને ભેગી કરી કુલ આવક નક્કી કરો.

  - તમારા વર્ક સાથે સીધા સંબંધિત ખર્ચને બાદ કરો.

  - ત્યારબાદ હાઉસ પ્રોપર્ટી અથવા બચત ખાતા જેવા અન્ય સ્રોતોમાંથી થતી આવક ઉમેરો.

  - હવે તમે જે ટેક્સ સ્લેબમાં આવો છો તે શોધી બાકી ટેક્સની ગણતરી કરો.

  • TDS બાદ કરવાનું ભૂલશો નહીં.

  - બાકી વેરો 10,000 રૂપિયાથી વધુ હોય તેવા કેસમાં તમારે ડ્યુ ડેટ પહેલા એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે.

  • એડવાન્સ ટેક્સ નહીં ભરવા બદલ કેટલો દંડ થાય છે?

  ફ્રીલાન્સર દ્વારા એડવાન્સ ટેક્સ ભરવામાં ન આવે તો કલમ 234B અને 234C મુજબ વ્યાજ લાગુ પડે છે. જેનથી બચવા માટે નીચે અપાયેલી માર્ગદર્શિકા અનુસરો

  - નાણાકીય વર્ષમાં તમારી કરની લાયબીલીટી રૂ.10,000 રૂપિયા અથવા વધુ હોય ત્યારે જ એડવાન્સ ટેક્સ ચૂકવો.

  - 31 માર્ચ સુધી ચૂકવવામાં આવેલા એડવાન્સ ટેક્સ વ્યક્તિના ચૂકવવાપાત્ર કુલ ટેક્સના 100 ટકા હોવા જોઈએ.

  આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આટલા નિયમોને અનુસરવામાં જ શાણપણ, આવી ટ્રેપમાં આવશો નહીં

  • ફ્રીલાન્સરો માટે જીએસટી

  - જુલાઈ 2017 પહેલાં ફ્રીલાન્સર્સ પર વેટ અને સર્વિસ ટેક્સ લાગુ હતો. હવે તેના સ્થાને GST લાગે છે.

  • વસ્તુના વેચાણ પર લાગતો ટેક્સ

  એપ્લિકેબલ જીએસટી દર વસ્તુઓના નેચર દ્વારા નક્કી કરવામાં આવશે. દા.ત, જો તમે કેક જેવી મીઠાઈની વસ્તુઓ બનાવો અને વેચો તો એપ્લિકેબલ જીએસટી 18 ટકા રહેશે.

  • સેવા આપો ત્યારે લાગતો ટેક્સ

  આ પણ સર્વિસના નેચર મુજબ લાગુ પડે છે. મોટાભાગની સેવાઓ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. ત્યારે તમારા ક્લાયન્ટ જીએસટી ચાર્જ કરો. તમારી ફી નક્કી કરતી વખતે જ તમે સ્પષ્ટ કરો કે તેમાં જીએસટી શામેલ છે કે નહીં? દા.ત જો તમે જીએસટી માટે નોંધાયેલા હોવ અને એસાઈમેન્ટનો રૂ. 10,000 ચાર્જ નક્કી થયો હોય તેવી સ્થિતિમાં 18 ટકા જીએસટીના હિસાબથી રૂ. 8474 મળશે. (AMIT GUPTA, Moneycontrol)
  First published:

  Tags: Earning, Freelance Work, GST, Tax, આયકર વિભાગ, કમાણી