ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને વિપક્ષે સંસદમાં (Pakistan Ex PM Imran Khan) અવિશ્વાસ મત દ્વારા સત્તાથી અપદસ્થ કરી દીધા. ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ વિપક્ષનાં અવિશ્વાસ પ્રસ્તાવને સંસંદમાં પારિત થવા માટે 342 સભ્યો વાળી સદનમાં 172 મતોની જરૂર હતી. જેમાં 174 સભ્યોએ સમર્થન કર્યું. ઇમરાન ખાને 9 એપ્રિલની મોડી રાત્રે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે, 'હું એક આયાતી સરકારને સ્વીકારીસ નહીં. હું સંઘર્ષ માટે તૈયાર છું.' આ પહેલાં 3 એપ્રિલનાં ઇમરાન ખઆને સંસંદ ભંગ કરાવી પાકિસ્તાનમાં જલ્દી ચૂંટણી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સુપ્રીમ કોર્ટનાં એક નિર્ણથી તેમને અવિશ્વાસ પ્રસ્તાવની સાથે આગળ વધવા માટે બાધિત કરવામાં આવ્યાં હતાં.
ઇમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પારિત થયા બાદ વિપક્ષ નેતા શહબાઝ શરીફે કહ્યું કે, 'અમે બદલો નહીં લઇએ. અમે લોકોને જેલમાં નહીં નાંખીયે, પણ કાયદો તેનું કામ જરૂર કરશે.'આ વાતની સંપૂર્ણ સંભાવના છે કે, 11 એપ્રિલનાં થનારી પાકિસ્તાની સંસદની બેઠકમાં શહબાઝ શરીફને દેશનો આગામી પ્રધાનમંત્રી પસંદ કરવામાં આવે. શહબાઝ શરીફ, ત્રણ વખતનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફનો નાનો ભાઇ છે. તે ખુદ બે વખત પંજાબ પ્રાંતનો મુખ્યમંત્રી રહી ચુક્યો છે. સંયુક્ત વિપક્ષે તેને ગત 3 એપ્રિલનાં જ તેમનાં પ્રધાનમંત્રી પદનાં ઉમેદવાર તરીકે પસંદ કર્યો હતો.
ઇમરાન ખાન આ રીતે રસપ્રદ ઇતિહાસ બની ગયો ઈમરાન ખાન પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા પરથી હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે. પાકિસ્તાનમાં સરકારના વડાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ એ એકમાત્ર બંધારણીય માર્ગ છે. દેશના 75 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ પાકિસ્તાની વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. માત્ર 3 વડાપ્રધાનો યુસુફ રઝા ગિલાની (2008 થી 2012), નવાઝ શરીફ (2013 થી 2017) અને ઈમરાન ખાન (2018 થી 2022) પાકિસ્તાનમાં 4 વર્ષથી સરકારના વડા રહ્યા છે. તે જ સમયે, પાકિસ્તાનના ઈતિહાસમાં માત્ર 2 વખત જ ચૂંટાયેલી સંસદે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. પાકિસ્તાનમાં મોટાભાગની સરકારો બળવાને કારણે પડી છે. ગેનરાજ ઝિયાઉલ હક (11 વર્ષ) અને જનરલ પરવેઝ મુશર્રફ (9 વર્ષ) એ બે લશ્કરી શાસકો છે જેમણે પાકિસ્તાનની સરકારના વડા તરીકે સત્તામાં સૌથી વધુ સમય વિતાવ્યો છે. ઈમરાન ખાને અમેરિકા પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને અમેરિકા પર વિપક્ષો સાથે મળીને તેમને સત્તા પરથી હટાવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અમેરિકાએ પાકિસ્તાનના આંતરિક મામલામાં હસ્તક્ષેપનો ઈન્કાર કર્યો છે. ઈમરાન ખાનના કહેવા પ્રમાણે, તેઓ સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરી રહ્યા હતા, જે પાકિસ્તાની સમુદાયના હિતમાં હતી. પરંતુ અમેરિકા અને પશ્ચિમી દેશોએ તેમની સરકારની સ્વતંત્ર વિદેશ નીતિ સામે વાંધો ઉઠાવ્યો, તેથી તેમને સત્તા પરથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું. ઈમરાન ખાને આ પ્રસંગે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વના કોઈ પણ દેશમાં ભારતને તેની વિદેશ નીતિ અંગે જ્ઞાન આપવાની હિંમત નથી. તેમણે ભારતને નિઃસ્વાર્થ રાષ્ટ્ર ગણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર