નવી દિલ્હી. દેશમાં કોરોના (Coronavirus) સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે કોરોના દર્દીઓ (Covid Patients) માટે હૉસ્પિટલમાં બેડ મેળવવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી છે. આ જ કારણ છે કે મોટાભાગના કોરોના સંક્રમિત દર્દીઓને 14 દિવસ સુધી આઇસોલેશન (Isolation)માં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આવો જાણીએ કોરોના આ 14 દિવસમાં કેવી રીતે આપના શરીરમાં અસર કરે છે અને તમે આ વાયરસને કેવી રીતે હરાવી શકે છે. કોરોનાની જંગ જીતવી હશે તો SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર સમજવાની ખૂબ જરૂર છે. કોરોનાને ત્રણ ચરણમાં સમજવો સરળ રહેશે.
પહેલું ચરણઃ તે શરૂઆતના ચાર દિવસ સુધી રહે છે
જો કોઈ વ્યક્તિને કોરોના થયો છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો ચિંતા કરવાની જરૂર નથી. શરૂઆતના ચાર દિવસમાં તેની પર વિશેષ રૂપથી નજર રાખવાની જરૂર છે. આ એ જ સમય છે જ્યારે વાયરસ આપના ગળામાં રહે છે, શરીરમાં ફેલાવાનો પ્રયાસ કરે છે. વાયરસ આ સમયમાં સૌથી શક્તિશાળી હોય છે. એવામાં પૌષ્ટિક ભોજન અને કસરતથી પોતાના ફેફસાઓને યોગ્ય રાખવાનો પ્રયાસ કરો. આ દરમિયાન પોતાનું ઓક્સિજન લેવલ, બીપી અને ટેમ્પરેચર મોનિટર કરવાનું ભૂલશો નહીં. તેની સાથે જ ડૉક્ટરની સલાહ પર CRP, CBC, LFT, LDH, D-Dimer, IL-6, Serum Ferritin, Procalcitonin, Urea Creatinine and Chest HRCT scan જેવા ટેસ્ટ કરાવી લો.
બીજું ચરણ- તે 5 દિવસથી 9 દિવસ સુધી કરી શકે છે પ્રભાવિત
આ ચરણમાં તાવ ઓછો થઈ જાય છે. આ દરમિયાન પ્રોટીનવાળું ભોજન લેવું જોઈએ. પીઠ સ્ટ્રેચ કરનારી કસરત કરવી જોઈએ. આ ચરણમાં મોટાભાગના દર્દીઓને પીઠમા; ઘણો દુખાવો રહે છે અને સમગ્ર શરીરમાં દુખાવો અનુભવાય છે. આ ચરણમાં સ્ટીમ લેતા રહો અને પોતાનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ ચેક કરતા રહો.
આ ચરણને રિકવરી ચરણ પણ કહેવામાં આવી શકે છે. આ ચરણમાં તમે કોરોનાના ખતરાથી બિલકુલ બહાર આવી જાઓ છો. આ સમયમાં સારું અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ. કસરતનો સમય પણ વધારી દેવો જોઈએ. જેનાથી તમે પોતાનો સ્ટેમિના રીગેન કરી શકો. આ ચરણમાં તમે લોકોને મળો નહીં, પોતાને આઇસોલેટ રાખો અને પોતાનું ધ્યાન રાખો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર