Home /News /explained /Knowledge: શું હવે આપનું યુરીન જ દુનિયાને બચાવશે?
Knowledge: શું હવે આપનું યુરીન જ દુનિયાને બચાવશે?
માનવીનો પેશાબ રક્ષક બનશે
Urine as Fertilizer : દુનિયાભરમાં ઘણા લોકો પેશાબ (human Urine) પીવે છે અને પોતાને સ્વસ્થ રાખવાનો દાવો પણ કરે છે. આને સેલ્ફ યુરિન થેરાપી અથવા 'સ્વેમ્બુ થેરેપી' (shivambu therapy) કહેવામાં આવે છે
થોડા વર્ષો પહેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ યુરિન ખાતર (Urine as Fertilizer) ની જેમ ખૂબ સારી રીતે કામ કરી શકતું હોવાનું કહ્યું હતું. ત્યારે તેમના નિવેદન પર ઘણા રિએક્શન આવ્યા હતા. આ દરમિયાન હવે આપણી ખેતીને આપણું યુરિન જ બચાવી શકશે તેવું ફ્રાંસમાં ચાલી રહેલા સંશોધન પરથી ફલિત થઈ રહ્યું છે.
ફ્રાન્સમાં થયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે, માનવ યુરણમાં છોડને જીવન અને પોષણ આપવાની શક્તિ છે. આવનારા સમયમાં આપણા જીવનને દૂષિત કરી કરતી ઔદ્યોગિક ખેતીના સ્થાને આ વિકલ્પ લઈ શકાય છે. તેને કેવી રીતે અમલમાં લાવવું તે વિશે સંશોધનમાં ખૂબ વિગતવાર વાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો માનવ મૂત્રને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે, તો તે જૈવિક ખાતર તરીકે કામ કરવાની સાથે, કૃષિ પેદાશોમાં વપરાતા રસાયણોથી પર્યાવરણીય પ્રદૂષણને પણ અટકાવશે.
ફ્રાંસની ટોચની વેબસાઈટ ફ્રાંસ24એ આ બાબતે વિગતવાર જાણકારી આપી છે. છોડને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની જરૂર પડે છે. જ્યારે આપણે જમીએ છીએ, ત્યારે આ ત્રણેય વસ્તુઓ આપણા ખોરાક દ્વારા આપણા પેટમાં પહોંચે છે. પછી આપણે તેમાંથી મોટો ભાગ પેશાબ દ્વારા બહાર કાઢીએ છીએ.
રિસર્ચ ટીમના લીડ એન્જિનિયર ફેબિયન એસ્ક્યુલિયર ફ્રાન્સમાં ઓકેપી રિસર્ચ પ્રોગ્રામ (OCAPI research programme) ચલાવે છે. તે ફૂડ સિસ્ટમ્સ અને હ્યુમન વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં કામ કરે છે.
સિન્થેટિક નાઇટ્રોજનથી શું નુકસાન છે?
કારખાનામાં બનેલું ખાતર સિન્થેટિક નાઈટ્રોજનનું બનેલું છે અને ઉત્પાદન વધુ સારું થાય તથા માનવ વસ્તીનું પેટ ભરી શકાય તે માટે તેના થકી લાંબા સમયથી ખેતરોમાં ખેતીને પોષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ લાંબા સમય સુધી, તેના બહોળા ઉપયોગને કારણે તેની અસર નદીઓ અને અન્ય જળ રચનાઓ માટે હાનિકારક છે. નદીઓ અને પાણીમાં રહેતા પ્રાણીઓના જીવને જોખમ છે.
યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, કૃષિ એમોનિયાના ઉત્સર્જન વાહનોના ધુમાડા સાથે મિશ્રિત થાય ત્યારે તે જીવલેણ વાયુ પ્રદૂષણ તરફ દોરી જાય છે. રાસાયણિક ખાતરો પણ નાઇટ્રસ ઓક્સાઇડ જેવા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરીને આબોહવા પરિવર્તનમાં વધારો કરી રહ્યા છે. આ પ્રદૂષણ ખેતરોમાંથી જ આવી રહ્યું છે
તો યુરિનને ટ્રીટ કરવું પડશે
આધુનિક સમયમાં સ્વચ્છતાની પદ્ધતિઓ પણ પ્રદૂષણની વાહક બની રહી છે. પાણીમાં જોવા મળતા 80 ટકા નાઈટ્રોજન અને અડધાથી વધુ ફોસ્ફરસ માટે માનવ મૂત્ર જવાબદાર છે. ત્યારે રાસાયણિક ખાતરથી છુટકારો મેળવવા યુરિનને ટ્રીટ કરવું પડશે.
શું હવે કૃષિની રક્ષા માનવનું યુરિન કરશે?
માનવમૂત્ર કૃષિને વધુ લાંબા સમય સુધી ટકાઉ બનાવશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં કૃત્રિમ નાઇટ્રોજનનું ઉત્પાદન વિશેષ ભૂમિકા ભજવે છે અને ફોસ્ફરસની હાજરી મર્યાદિત હોવાથી માનવમૂત્ર લાંબા ગાળે કૃષિ ઉપજ માટે સંકટમોચક તરીકે કામ કરી શકે છે
વિશ્વની વેસ્ટ વોટર સંભાવનાઓ
2020માં યુએનના સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અસ્તિત્વમાં રહેલું વેસ્ટવોટર નાઇટ્રોજન,ફોસ્ફરસ અને પોટેશિયમની વૈશ્વિક કૃષિ જરૂરિયાતોના 13%ને પૂર્ણ કરી શકે છે. આવી સ્થિતિમાં યુરિનને ખાતરમાં ફેરવવું સરળ અને વધુ સારું સાબિત થઈ શકે છે.
ભારત સહિત ઘણા દેશોમાં ચાલે છે પાયલોટ પ્રોજેક્ટ
યુરિનને ખાતરમાં ફેરવવા માટે શૌચાલય અને ગટર વ્યવસ્થા અંગે ફરી વિચારવાની જરૂર પડશે. 1990ના દાયકાની શરૂઆતથી સ્વીડનમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ માટે કેટલાક ઇકો-વિલેજની પણ પસંદગી કરવામાં આવી છે. સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા, ભારત, મેક્સિકો અને ફ્રાન્સમાં પણ આવા જ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તેમાં રહેલી કેટલીક સમસ્યાઓને સ્વિસ કંપનીઓ ટેક્નોલોજી લેવલથી લઇને ડિઝાઇન લેવલ સુધી ઉકેલવામાં લાગી છે.
વર્ષ 1990માં સ્વીડને યૂરિનને અલગ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યાં ખાસ શૌચાલયો અને ટાંકીઓ બનાવવામાં આવી હતી. લોકોના ઘરોમાં ટાંકી લગાવવાની યોજના હતી જેમાં પેશાબ અલગથી એકત્રિત કરવામાં આવતો હતો.
આ મુદ્દે દુનિયામાં આ પહેલા પણ ઘણી વખત ચર્ચા થઈ ચૂકી છે. સ્વીડનમાં વર્ષ 2006માં યુરિન ડાયવર્ઝનઃ વન સ્ટેપ ટુસ્ટેઈન સસ્ટેનેબલ સેનિટેશનના વિષય પર ઘણું કામ કરવામાં આવ્યું હતું. આંકડાઓ અનુસાર, 2006 સુધીમાં સ્વીડનમાં લગભગ 10,000 ખાસ પ્રકારના શૌચાલયો ઘરોમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં પેશાબને અલગથી સંગ્રહિત કરી શકાતો હતો.
ગડકરીનો દાવો શું હતો?
કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ 2019માં કહ્યું હતું કે, જો ભારતના લોકો તેમના પેશાબ એકત્રિત કરવાનું શરૂ કરે, તો પછી ભારતની યુરિયાની સમસ્યા દૂર થઈ શકે છે. તેમના મતે, લોકોમાં તેમના પેશાબના મહત્વ વિશે જાગૃતિ ફેલાય તો પછી આપણે અન્ય દેશોમાંથી યુરિયાની આયાત કરવાની જરૂર રહેશે નહીં.
આ પહેલા પણ તેઓ 2015 અને 2017માં દાવો કરી ચૂક્યા છે. તેમણે પોતાના દિલ્હીના બંગલામાં 50 લીટરનો યૂરિન કલેક્શન પ્લાન્ટ બનાવ્યો છે. તેનો ઉપયોગ ઘણા છોડ અને ફૂલોના પાંદડાને સિંચાઈ માટે થાય છે. તેમણે પ્રયોગના પરિણામ અંગે જાણ કરી હતી. તેમણે પેશાબની સિંચાઈવાળા છોડનો વિકાસ સામાન્ય પાણીની સિંચાઈ કરતા ઘણો વધારે હોવાનો દાવો કર્યો હતો.
કેટલાક લોકો પેશાબ પીવે પણ છે
દુનિયાભરમાં ઘણા લોકો પેશાબ પીવે છે અને પોતાને સ્વસ્થ રાખવાનો દાવો પણ કરે છે. આને સેલ્ફ યુરિન થેરાપી અથવા 'સ્વેમ્બુ થેરેપી' કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પેશાબમાં સારવાર કરવાની ક્ષમતા હોય છે. આનાં ઘણાં ઉદાહરણો પણ અસ્તિત્વ ધરાવે છે. રાવજી ભાઈ પટેલના પુસ્તકમાં યુરિન થેરેપીનો ઉલ્લેખ જોવા મળે છે.
પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇએ અમેરિકન પત્રકાર ડેન રૈથરને પેશાબ પીવા અને તેનાથી થતા ફાયદા અંગે એક કલાકનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, જે લોકો પેશાબ પીવે છે તેમનાથી બીમારીઓ દૂર રહે છે. ત્યારે તેમણે દેશના ગરીબો વિશે કહ્યું હતું કે, મોંઘી દવાઓ પરવડી શકે તેમ નથી તેમના માટે પેશાબ પીવો એ સારો વિકલ્પ હોઈ શકે છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, જે લોકો પેશાબથી આંખ ધોવે છે તેમને ક્યારેય મોતિયા થયા નથી.
આ ઉપરાંત અમેરિકાની જાણીતી સિંગર મેડોના પોતાના પગ પર પેશાબ કરવા માટે પણ જાણીતી છે. આમ કરવાથી ત્વચાની સમસ્યા ઓછી થતી હોવાનું તેનું માનવું હતું. એ જ રીતે અભિનેત્રી સારાહ માઇલી, બેઝબોલ પ્લેયર માઓઇસ રોજાસ અલાઉ, માર્શલ આર્ટિસ્ટ લ્યોટો માચિડા અને પ્રખ્યાત અમેરિકન ગાયિકા જે.ડી.સલિંગર પણ તેમના પેશાબના ઉપયોગ માટે જાણીતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર