3000 વર્ષ પહેલાં માનવ મગજ બન્યુ હતું નાનું, સંશોધને સમજાવ્યુ કેમ

માનવ મગજ(Human Brain) પર અભ્યાસ આપણા વૈજ્ઞાનિકો માટે ખૂબ જ રસપ્રદ વિષય છે (તસવીર- Wikimedia Commons)

મગજ (Brain) પર કરવામાં આવેલા એક અભ્યાસ(Brain reasearch)માં બહાર આવ્યું છે કે 3,000 વર્ષ પહેલાં મનુષ્ય (Humans)ના મગજનું કદ (Size of Brain) નાનું થઈ ગયું હતું. વૈજ્ઞાનિકોએ આનું કારણ શોધી કાઢ્યું છે.

  • Share this:
માનવ મગજ(Human Brain) પર અભ્યાસ આપણા વૈજ્ઞાનિકો માટે ખૂબ જ રસપ્રદ વિષય છે. તેઓ આશા રાખે છે કે તેનો અભ્યાસ તેમને મનુષ્ય ઉત્ક્રાંતિને(Evolution) સમજવા સક્ષમ બનાવશે. મગજના ઉત્પત્તિનો પણ વૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ મગજ સુપરઇન્ટેલિજન્ટ મગજ (Super intelligent Brain) તરીકે કેવી રીતે વિકસિત થયું. લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં માનવ મગજનું કદ નાનું થઈ ગયું હતું, પરંતુ તેનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. કીડીઓ પરના અભ્યાસ પર આધારિત નવા સંશોધનમાં હવે કારણ બહાર આવ્યું છે.

કેમ વઘધટ થાય છે મગજનું કદ
માનવામાં આવી રહ્યુ છે કે, આ અભ્યાસ માનવ વિકાસને સમજવાની દિશામાં એક મોટું પગલું હોઈ શકે છે. કીડીઓનો અભ્યાસ કરતા સંશોધકોએ આ અંગે શોધી કાઢ્યું છે કે, મગજનું કદ શા માટે ફેરફાર શકે છે. મગજના વિકાસ અને સંકોચન પાછળનું કારણ પણ જાણવા મળ્યુ છે.

વધતુ જ જતુ હતું કદ
મગજના વધતા વિકાસના કારણે અને અસરોને સમજવાથી આપણને માનવતાને સમજવામાં મદદ મળશે. અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે, માનવ વિકાસના ઇતિહાસમાં મગજનું કદ સતત વધતું રહ્યું. પ્લેઇસ્ટોસિન સમયગાળા દરમિયાન માનવ મગજનું કદ ઘટ્યું હતું તે હકીકતની હંમેશાં પૂરતી સ્વીકૃતિ મળી નથી.

આ પણ વાંચો - Viral Video: 26માં માળે કામ કરી રહ્યા હતા મજૂર, મહિલાએ ગુસ્સામાં આવીને દોરડું કાપી નાખ્યું, જાણો મજૂરોનું શું થયું

આજે નાનુ છે મગજ એ યુગના મગજથી
બરાબર ખબર નહોતી કે હકીકતમાં મગજમાં આ પરિવર્તન ખરેખર ક્યારે આવ્યું હતું. અભ્યાસ અને ડાર્થમાઉથ કોલેજના સહલેખક ડો. જેરેમી ડીસિલ્વાએ સમજાવ્યું હતું કે, આજના મનુષ્યો વિશેની ચોંકાવનારી હકીકત એ છે કે આપણું મગજ પ્લેઇસ્ટોસિન પૂર્વજોના મગજ કરતાં નાનું છે. એવું શા માટે છે કે તે માનવશાસ્ત્રીઓ માટે રહસ્યની વાત હતી.

વિવિધ પ્રકારના સંશોધકો
આ રહસ્યને હલ કરવા માટે અલગ અલગ વિષયોના સંશોઘકોની ટીમે માનવ મગજના વિકાસના ઐતિહાસિક સ્વરૂપોનો અભ્યાસ કર્યો. આ માટે તેમને કીડીઓના અભ્યાસથી વધુ જાણકારી મળી. આ અભ્યાસમાં જીવવિજ્ઞાનશાસ્ત્રીઓ, માનવ વિજ્ઞાનશાસ્ત્રીઓ, વર્તણૂકના ઇકોલોજિસ્ટ્સ અને ઉદ્ભવતા ન્યુરોલોજિસ્ટ્સ જેવા નિષ્ણાતોએ આ અભ્યાસમાં ફાળો આપ્યો હતો.

મનુષ્ય અને કીડી
બોસ્ટન યુનિવર્સિટીના ડો. ડેમ્સ ટ્રૈનેલો કહે છે કે, નિષ્ણાતોએ મગજના વિકાસ અંગે તેમના મંતવ્યો શેર કર્યા હતા અને શોધી કાઢ્યું હતું કે મનુષ્ય અને કીડીઓ પરનું સંશોધન આ મુદ્દાને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. તે ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં અધ્યાયન ફ્રન્ટિયર્સમાં પ્રકાશિત થયું છે.
Published by:Riya Upadhay
First published: