સમયના સાથે દરેક પ્રાણીમાં પરીવર્તન આવે છે અને માણસો તેમાં અપવાદ નથી. પોતાના ઉદ્ભવકાળમાં માણસમાં ઘણા પરીવર્તન આવ્યા છે. આધુનિક માનવી જેને હોમો સેપિયન્સ કહેવાય છે, તેમાં પણ પરીવર્તન આવી રહ્યા છે. તે અલગ વાત છે કે હાલમાં થયેલા પરીવર્તનો પર વધુ ધ્યાન આપવું ન જોઇએ. પરંતુ આપણા વૈજ્ઞાનિકો તેના પર પૂરી નજર રાખી રહ્યા છે કે આપણી અંદર શું પરીવર્તનો આવી રહ્યા છે અને ક્યા કારણે આવી રહ્યા છે. આ પરીવર્તનોમાં મુખ્ય છે આપણા શરીરનો આકાર અને મસ્તિષ્ક. નવા અભ્યાસ અનુસાર સંશોધકોનું કહેવું છે કે તેનું કારણ ક્લાઇમેટ છે.
માનવ વિકાસની પાછળ કારણ
કેમ્બ્રિજ યુનિવર્સિટી અને જર્મનીના ટ્યૂબિનજેન યૂનિવર્સિટીના સંશોધકોએ હોમો વંશના 300 અવશેષોનો અભ્યાસ કર્યો અને તે આંકડાઓને સાથે ક્લાઇમેટ મોડલ્સની સાથે જ સરખાવી માનવ વિકાસમાં ભૂમિકા જાણી. આ અભ્યાસ નેચર જર્નલમાં પ્રકાશિત થયા છે. તેમાં કહેવાયું છે કે ઘણા મતો જણાવે છે કે માનવ વિકાસની પાછળ પર્યાવરણ, વસ્તી વિષયક, સામાજિક, ખોરાક અને ટેક્નોલોજી કારણો જવાબદાર છે.
તાપમાનની ભૂમિકા
સંશોધકો અનુસાર, હોમોસેપિયન્સમાં છેલ્લા 10 લાખ વર્ષોમાં તેમના શરીરના આકારના નિર્ધારણની પાછળ તાપમાનની મુખ્ય ભૂમિકા રહી છે. તેમણે તે જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે તે જીવંત હતા અવશેષોને પોતાના કાળમાં કોઇ પ્રકારના તાપમાન, વરસાદ અને ક્લાઇમેટ સંબંધી સ્થિતિનો સામનો કરવો પડ્યા હતો.
બે મુખ્ય લક્ષણ
આ અભ્યાસ બાદ સંશોધકોએ કહ્યું કે શરીર અને મસ્તિષ્કનો આકાર કોઇ પ્રજાતિની અનુકૂલન રણનીતિના બે પ્રમુખ જૈવિક લક્ષણો છે. હાલના અભ્યાસોએ શરીર અને મસ્તિષ્કના આકારમાં વિવિધતાની આકરણીને સારી અને વિસ્તૃત કરી છે. સંશોધકોનું કહેવું છે કે છેલ્લા 40 લાખ વર્ષોમાં માણસ ઉત્ક્રાંતિ મોટા ભાગે તેના વજન અને રચનામાં વૃદ્ધિ દેખાડી રહ્યો છે.
આબોહવાની ભૂમિકા
જાણવા મળ્યુ છે કે માણસના મસ્તિષ્કનો આકાર વધવાની સાથે વર્તન સાથે જોડાયેલ પરીવર્તન, ખોરાક અને વસ્તી વિષયક વિસ્તાર પણ થઇ રહ્યા છે. પરંતુ છેલ્લા 20 લાખ વર્ષોમાં હોમોસેપિયન્સના આકારમાં સરેરાશ 50થી 70 કિલોગ્રામ સુધીની વૃદ્ધિ થઇ છે. તેના પર ક્લાઇમેટની અસરો જાણવા માટે સંશોધકોએ લાંબા સમયના ગ્લેશિયર અને અંતરગ્લેશિયર આબોહવા વિવિધતાઓને પોતાના અભ્યાસમાં સામે કરી જે પૃથ્વીની સૂર્યના ચક્કર લગાવવાની કક્ષા અને ગ્રીન હાઉસ ગેસ જેવા કારણો સામેલ કર્યા.
આ વિશેષ અસર
માનવશરીરનો વજન ઠંડા વાતાવરણમાં વધુ જોવા મળ્યો છે જ્યારે ગરમ વાતાવરણમાં ઓછો વજન હોય છે. આવું જ અવલોકન ધ્રુવીય રીંછ અન્ય પ્રાણીઓમાં જોવા મળ્યું છે. પોતાના અવલોકનોના આધારે સંશોધકો મગજના આકારનો આબોહવા સાથે સંબંધ સ્થાપિત કરવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે, તેઓ લાંબા સમય સુધી વરસાદમાં વિવિધતાની સાથે સંબંધ જાણી શક્યા. જેમાં તેમણે જાણ્યું કે, મસ્તિષ્કનો આકાર વધુ વરસાદી સમયના કારણે નાનો થતો ગયો.
વિશ્લેષણમાં તે પણ જાણવા મળ્યું કે તાપમાનનો મસ્તિષ્કના આકાર સાથે કોઇ સંબંધ નથી. જેથી જાણવા મળ્યું કે, છેલ્લા 10 લાખ વર્ષોમાં વર્યાવરણના પરીબળો હોમોસેપિયન્સના મસ્તિષ્ક પર શરીરના આકારની સરખાણીએ ઓછી અસર થઇ. ખુલ્લા વાતાવરણમાં શિકારની રણનીતિના વર્તનમાં બદલાવ પણ જોવા મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર