Science News: Hubbleમાં જોવા મળી ‘ભ્રૂણ ગુરુ ગ્રહ’ની તસ્વીર, ગ્રહ નિર્માણ સમજવામાં મળશે મદદ
Science News: Hubbleમાં જોવા મળી ‘ભ્રૂણ ગુરુ ગ્રહ’ની તસ્વીર, ગ્રહ નિર્માણ સમજવામાં મળશે મદદ
આ બાહ્યગ્રહની મદદથી ગુરુ જેવા વિશાળ ગ્રહોના નિર્માણના રહસ્યો ઉકેલવાની અપેક્ષા છે. (Image: NASA Website)
Hubble discovers Jupiter-like Planet: હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિકોએ ગુરુ ગ્રહના આકાર જેવા બાહ્યગ્રહ (Exoplanet)ની શોધ કરી છે, જે હજુ તેના નિર્માણની અવસ્થામાં જ છે. તેના અભ્યાસથી વૈજ્ઞાનિકોને આશા છે કે ગુરુ જેવા વિશાળ ગ્રહોની નિર્માણ પ્રક્રિયા સમજવામાં મદદ મળશે.
Hubble discovers Jupiter-like Planet: સૌરમંડળમાં ગ્રહ નિર્માણની કોઈ એક પ્રક્રિયા (Process of Formation of Planets) નથી. ગ્રહ ઘણી રીતે વિકસિત થાય છે. પૃથ્વી અંગે એવું માનવામાં આવે છે કે તે સૌરમંડળમાં રહેલ ધૂળ, ગેસ અને અન્ય પદાર્થના સંકોચનથી એક ગ્રહમાં બદલી હતી અને તેમાં અબજો વર્ષનો સમય લાગ્યો હતો. પરંતુ આપણા જ સૌરમંડળના ગુરુ (Formation of Jupiter) અને શનિ ગ્રહ જ આ રીતે ન હતા બન્યા અને તેઓ કઈ રીતે બન્યા હતા તે એક રહસ્ય છે. પરંતુ તાજેતરમાં જ હબલ ટેલિસ્કોપ (Hubble Space Telescope)માંથી લેવામાં આવેલી એક તસવીર આ રહસ્યને ઉકેલી શકે છે.
હાલમાં બની રહ્યો છે આ ગ્રહ
હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી આ તસ્વીરમાં વૈજ્ઞાનિકોને એક વિશાળ ગ્રહ અંગે જાણવા મળ્યું છે જેને તેઓ ‘હાલ ગર્ભમાં રહેલો ગ્રહ’ કહી રહ્યા છે. આપણા ગુરુ ગ્રહથી નવ ગણો ભારી આ ગ્રહ પોતાના નિર્માણ પ્રક્રિયાની શરૂઆતી અવસ્થામાં જ છે. હબલે આ ગ્રહના કેન્દ્રમાં તેના નિર્માણની તીવ્ર અને પ્રચંડ પ્રક્રિયા પર પ્રકાશ પાડવાનું કામ કર્યું છે.
આ ગ્રહ પોતાના યુવાન તારાની પાસે વિકસિત થઈ રહ્યો છે જે પોતે 20 લાખ વર્ષ જ જૂનો છે. આ ગ્રહ હજુ પોતાનો આકાર લઈ રહ્યો છે. આ પ્રક્રિયાને તશ્તરી અસ્થિરતા કહેવામાં આવે છે, જેમાં તારાની આસપાસની એક વિશાળકાય ડિસ્ક ઠંડી પડે છે અને ગુરુત્વાકર્ષણને કારણે તે ઝડપથી એક કે બે ગ્રહોના વજનના ટુકડાઓમાં તૂટી જાય છે.
પોતાના તારાથી ઘણો દૂર
AB Aurigae b નામનો આ ગુરુ જેવો ગ્રહ પોતાના તારાથી 8.6 અબજ માઈલના અંતરે પરિભ્રમણ કરી રહ્યો છે. આ અંતર સૂર્ય અને પ્લુટો વચ્ચેના અંતર કરતાં બમણું છે. સંશોધકોનું કહેવું છે કે આ અંતર ખૂબ જ વધારે છે અને ગુરુ જેવા ગ્રહ માટે કોર એક્રીશન બનાવવું ખૂબ મુશ્કેલ હોય છે. આ કારણે સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે તશ્તરી અસ્થિરતાને કારણે આ ગ્રહ આટલા અંતરે બન્યો હોવો જોઈએ.
વૈજ્ઞાનિકોએ આ ગ્રહની શોધ હબલ ટેલિસ્કોપના અવલોકનો તેમજ નિષ્ક્રિય હવાઇ જ્વાળામુખીની ટોચ પાસે સ્થિત સુબારુ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને કરી હતી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે આ ગ્રહ એક વિસ્તરતી ગેસ અને ધૂળની ડિસ્કની અંદર છે જેના પદાર્થથી આ બની રહ્યો છે. આ ગ્રહ પૃથ્વીથી 508 પ્રકાશવર્ષના અંતરે આવેલ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર