Home /News /explained /

Explained: ટેકનોલોજી ભવિષ્યની નોકરીઓ પર કેવી અસર કરશે?

Explained: ટેકનોલોજી ભવિષ્યની નોકરીઓ પર કેવી અસર કરશે?

પ્રતિકાત્મક તસવીર

ભવિષ્યની દુનિયા આજના કરતા થોડી અલગ હશે. આપણી સાથે રોબોટ્સ તો કામ કરતા જ હશે તે સાથે નોકરીઓ માટે પણ નવી દિશાઓ ખુલશે.

Explained: સમય બદલાવવાની સાથે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે અને લોકો પણ તે ફેરફારને પસંદ કરી રહ્યા છે. આજના સમયમાં, સ્પર્ધા હાઈ લેવલે પહોંચી ગઈ છે. યુવાનો પોતાની કારકિર્દીને લઈ ગંભીર છે. ભવિષ્યમાં શું કરવું તેનો નિર્ણય ઝડપથી લઈ લે છે. પણ ભવિષ્યની દુનિયા આજના કરતા થોડી અલગ હશે. આપણી સાથે રોબોટ્સ તો કામ કરતા જ હશે તે સાથે નોકરીઓ માટે પણ નવી દિશાઓ ખુલશે.

ઘણા લોકો બાળપણથી જ ડોક્ટર, એન્જીનીયર કે રમતવીર બનવાનું સપનું જુએ છે. તેઓ પોતાની ડ્રિમ જોબ માટે સખત મહેનત કરે છે. જોકે, તમારે ભવિષ્યમાં શું કરવું છે? કયા ક્ષેત્રમાં જવું છે તે નક્કી થઈ શકતું ન હોય તો, અહીં એવા કેટલાક ક્ષેત્રો અંગે જાણકારી અપાઈ છે, જેમાં તમારો હાલનો શોખ અને સ્કીલ નોકરી અપાવવામાં મદદરૂપ થઇ શકે છે.

ગેમ ડિઝાઈનર: ગેમ રમવી પસંદ હોય તેવા લોકોને ભવિષ્યમાં અલગ અલગ સ્ટોર નોકરીએ રાખશે. જેમાં ગ્રાહકોને અનુકૂળ રહે તેવા ગેમિંગના સાધનોની ડિઝાઈન બનાવવા મદદરૂપ થવાનું રહેશે.

ડિજિટલ ટેઇલર: ફેશન અને ડ્રેસિંગનો શોખ ધરાવતા લોકો માટે આ પોસ્ટ ઉભી થશે. જેમાં કપડાંની ઓનલાઈન ખરીદી કરનાર લોકોને તે કપડાં યોગ્ય રીતે ફિટ થાય તે જોવાનું રહેશે.

ગારબેજ ડિઝાઈનર: જો તમારામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આવડત હોય તો આ જોબ તમારા માટે યોગ્ય રહેશે. જેમાં કોઈ વસ્તુના ઉત્પાદન સમયે વધેલા મટીરીયલનો ફરીથી ઉપયોગ કરવા અથવા વેસ્ટનું પ્રમાણ ઘટાડવા સહિતના કામ રહેશે.

ડ્રોન ટ્રાફિક કંટ્રોલર: થોડા વર્ષોમાં વિવિધ વસ્તુઓની ડિલિવરી માટે ડ્રોન વપરાશે. ડ્રોનની સંખ્યા નજીકના ભવિષ્યમાં વધશે. જેથી તેના ટ્રાફિકને નિયંત્રિત કરવો પણ જરૂરી છે.

પ્રિસીસન ફાર્માસિસ્ટ: અત્યારે કોઈ બીમારીના ઢગલાબંધ દવાઓ આપવામાં આવે છે. પણ ભવિષ્યમાં સારવાર દરમિયાન કસ્ટમ દવાઓ આપવામાં આવશે. જે માટે ખાસ તાલીમ પામેલા ફાર્મસીસ્ટ કે રોબોટ્સ આવી દવાઓ બનાવશે.

ડિજિટલ કરન્સી એડવાઈઝર: આ ચલણ તો અત્યારથી જ શરૂ થઈ ચૂક્યું છે. જેમ શેરમાર્કેટ માટે સલાહ આપવામાં આવે છે, તેમ ડિજિટલ કરન્સીથી ફાયનાન્સિયલ પ્લાન ઘડવા સલાહકારની જરૂર પડશે.

ટેકનોલોજીનો વિકાસ કામ સરળ બનાવશે

ભવિષ્યમાં રોબોટ પણ આપણી સાથે કામ કરશે. તેઓ શારીરિક શ્રમ વધુ હોય તેવી નોકરીઓ સંભાળશે. રસપ્રદ ન હોય તેવા કામ ટેકનોલોજીના ઉપયોગથી થઈ શકશે. તે તમને વધુ સર્જનાત્મક વસ્તુઓ કરવા અથવા ડેટા દ્વારા મોટા નિર્ણયો લેવા માટે વધુ સમય પૂરો પાડશે. વર્તમાન સમયે ટેકનોલોજીના કારણે કામ ખુબ સરળ થયા છે. પરંતુ ઇનોવેશનનો આગામી સમય ખૂબ મહત્વનો રહેશે. અભ્યાસમાં સામે આવ્યું છે કે, 2030 સુધીમાં અલગ અલગ ક્ષેત્રના 100 મિલિયન કર્મચારીઓએ પોતાનું ક્ષેત્ર બદલવું પડશે.

ઇનોવેશનના કારણે કૃષિ સેક્ટરમાં ક્રાંતિ

1700-1800ના સમયમાં ક્રાંતિની ધીમી શરૂઆત થઈ હતી. તે સમયે સ્ટીમ એન્જીન અને પાવર લૂમ સહિતના કેટલાક કૃષિના સાધનોએ કામ હળવું કર્યું હતું. જેના કારણે લોકો નવા સાધનો વાપરતા શીખ્યા અને નવી સ્કીલ વિકસાવતા થયા. ત્યારબાદ બીજી ઔદ્યોગિક ક્રાંતિ સમયે મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનમાં નવી ટેકનોલોજીનો પ્રવેશ થયો હતો. આ સમયમાં રેલરોડ અને ટેલિગ્રાફનું ઉદભવ થયો હતો. જેના કારણે વિશ્વભરમાં લોકો એકબીજા સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શક્યા હતા. નવી ટેકનોલોજીના કારણે અમુક નોકરીઓ છીનવાઈ ગઈ હતી પણ રોજગારી માટે નવા વિકલ્પ પણ સામે આવ્યા હતા. ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ સમયે ઇનોવેશનનો વ્યાપ વધુ વધ્યો હતો. કોમ્પ્યુટર અને ડિજિટલનો વિકાસ થયો હતો. જેના કારણે ઘણા કામ સરળ થઈ ગયા હતા અને ઉત્પાદકતા વધી હતી. ત્યારબાદ ઓટો સેક્ટરમાં બૂમ જોવા મળી હતી. જેના કારણે એકલા અમેરિકામાં રોજગારીની 70 લાખ તક ઉભી થઈ હતી. જો ટેકનોલોજીનો વિકાસ થયો ન હોત તો આ શક્ય બની શક્યું ન હોત. ત્યારબાદ આવેલી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તો આપણે અત્યારે અનુભવી જ રહ્યા છીએ. જેમાં આપણી જીવનશૈલી સાથે ટેકનોલોજી જોડાઈ ગઈ છે.

ટેકનોલોજીથી કયા દેશ પર કેવી અસર થશે?

ચીન: આ દેશના મોટાભાગની વસ્તીની ઘરડી થઈ થઈ છે. તેની સાથે આવક પણ વધી છે. જેથી 2030 સુધીમાં હેલ્થ કેર વર્કર સહિતની નોકરીઓમાં 121 ટકાનો ઉછાળો આવી શકે છે.

જર્મની: આ દેશના મોટાભાગના લોકો મશીન ઓપરેટ કરે છે અથવા પ્રોડક્શન સાથે જોડાયેલા છે. આવા લોકો પર ખૂબ મોટી અસર થશે. જોકે, આ દેશમાં કામ કરનારની સંખ્યા ઘટી રહી હોવાથી લાંબા સમયે કામ નહીં, કામદારો ઘટી જશે.

ભારત: અહીં મોટા પ્રમાણમાં સુધારા જોવા મળશે. ખેતી સાથે સંકળાયેલી રોજગારી ઘટશે, પણ હેલ્થકેર અને એજ્યુકેશન સાથે જોડાયેલી નોકરીઓ ખૂબ વધશે.
First published:

Tags: Gujarati tech news, Technology news

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन