બાળકો માટે ઉચ્ચ શિક્ષણ માટેની બચત કેવી રીતે કરવી? શેમાં રોકાણ કરી શકાય?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Savings for higher education: બચતની રકમને બે પ્રકારે અલગ કરી શકાય છે, એક વૈકલ્પિક અને બીજું આવશ્યક છે. વૈકલ્પિક બચતની રકમ કાર ખરીદવા માટે, ઘર ખરીદવા માટે, ફરવા જવા માટે હોઈ શકે છે. બીજી બચતની રકમ વાત કરીએ આ રકમ ખૂબ જ આવશ્યક ખર્ચા માટે હોઈ શકે છે.

  • Share this:
મુંબઈ: ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને પૈસા બચાવવાની અને રોકાણ (Investment) કરવાની યોજના બનાવવાથી સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આ ઉદ્દેશ્ય બચત (Saving) કરવાનો, ઘર ખરીદવાનો, ફરવા જવાનો, કાર ખરીદવાનો અથવા તમારા બાળકના સપના પૂર્ણ કરવાનો હોઈ શકે છે. ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને યોજના બનાવી શકાય છે અને તે અનુસાર તમે તમારો ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકો છો.

ઉચ્ચ શિક્ષણ (Higher Education) માટે અલગ બચત કરવાની જરૂરિયાત છે?

બચતની રકમને બે પ્રકારે અલગ કરી શકાય છે, એક વૈકલ્પિક અને બીજું આવશ્યક છે. વૈકલ્પિક બચતની રકમ કાર ખરીદવા માટે, ઘર ખરીદવા માટે, ફરવા જવા માટે હોઈ શકે છે. બીજી બચતની રકમ વાત કરીએ આ રકમ ખૂબ જ આવશ્યક ખર્ચા માટે હોઈ શકે છે. એવા ખર્ચા કે જેને તમે નકારી ન શકો. જેમ કે, ઈમરજન્સી ફંડ, સેવા નિવૃત્તિ, જો તમે માતા-પિતા છો તો તમારા બાળકોને સારું શિક્ષણ આપવા માટે પણ બચતની જરૂરિયાત છે.

તમે વૈકલ્પિક ખર્ચને સાઈડમાં મૂકી શકો છો, પરંતુ આવશ્યક ખર્ચા કરવા પડે છે. કારણ કે તમે હોસ્પિટલના બિલ, સેવા નિવૃત્તિ અને બાળકોના ઉચ્ચ શિક્ષણને સ્થગિત નથી કરી શકતા.

આ પણ વાંચો: Explained: કોવિડ મહામારીમાં માતાપિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને આ બેંક આપી રહી છે સ્કોલરશીપ

ઉચ્ચ શિક્ષણ માટે લક્ષ્યની રકમ કેવી રીતે નક્કી કરવી?

દરેક માતા-પિતાના મનમાં આ સવાલ તો આવે જ છે. જ્યારે ખર્ચ અલગ અલગ પ્રકારના હોય છે અને તક અનેક પ્રકારની ઉપલબ્ધ હોય, ત્યારે શિક્ષણ માટેની નિશ્ચિત રકમ કેવી રીતે નક્કી કરવી. દરેક માતા-પિતા તેમના બાળકને ખૂબ જ સારી તક આપવા ઈચ્છે છે, ભલે એજ્યુકેશન ભારતમાં હોય કે પછી ભારતની બહાર હોય. તે માટે જીવન નિર્ધારિત ખર્ચ ઉમેરવા પણ જરૂરી છે.

આ સવાલનો જવાબ મેળવવા માટે તમે એજ્યુકેશન કોસ્ટ કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં સામાન્ય રીતે શહેર, દેશ અને બહાર જવાના ખર્ચ આ પ્રકારે તમામ પાસાઓનો ઉપયોગ કરીને હિસાબ કરવામાં આવે છે. ભણવાના ખર્ચ માટે નિશ્ચિત રકમ મળી ગયા બાદ તમે સરળતાથી તે માટેની સમયસર બચત કરી શકો છો.

આ પણ વાંચો: ટોક્યો ઓલિમ્પિક 2020માંથી શીખો કઇ રીતે કરી શકાય નાણાકીય આયોજન!

શું તમારી પાસે શિક્ષણ ફુગાવો (education inflation) અને વિનિમય દરનો હિસાબ છે?

સમયની સાથે શિક્ષણના ખર્ચમાં પણ વધારો થાય છે. ભારત કરતા અન્ય દેશોમાં સમય અનુસાર શિક્ષણના ખર્ચમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આ કારણોસર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એજ્યુકેશન માટે નિયત ખર્ચની રકમ કરતા થોડી વધુ રકમનો ઉદ્દેશ્ય રાખવો જોઈએ.

તેનું શ્રેષ્ઠ ઉદાહરણ IIM બેંગ્લોર છે, જ્યાં એક દાયકા પહેલા MBA માટેનો ખર્ચ રૂ. 13 લાખ હતો જે વધીને હવે રૂ. 23 લાખ થઈ ગયો છે. આ પ્રકારનો ટ્રેન્ડ ભારતના અનેક ઈન્સ્ટીટ્યુસ્ટ્સ અને વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: તમારા પોર્ટફોલિયોમાં કેટલા ઈક્વિટી ફંડ હોવા જોઇએ? જાણો વિગતવાર

જ્યારે તમે તમારા બાળકને વિદેશ ભણવા મોકલવાની ઈચ્છા ધરાવો છો તે પરિસ્થિતિમાં વિનિમય દરનું પરિબળ એક બોજરૂપ તરીકે કાર્ય કરે છે. છેલ્લા કેટલાક દાયકાથી રૂપિયાનું મૂલ્ય ઓછુ થઈ ગયું છે. તે માટે તમે તમારા રૂપિયાનું અમેરિકી ડોલરમાં રોકાણ કરી શકો છો. આ પ્રકારે ડોલરમાં રોકાણ કરવાથી તમે રૂપિયાના ઓછા મૂલ્યથી બચી શકો છો અને તમારે વિનિમય દર અંગે વધુ ચિંતિત થવાની જરૂરિયાત નહીં રહે.

ઉચ્ચ શિક્ષણ માટે શેમાં રોકાણ કરી શકાય?

ફિક્સ્ડ ડિપોઝીટની સરખામણીએ મ્યુચ્યુઅલ ફંડમાં વધુ જોખમ રહેલું છે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં તમને વધારે રિટર્ન મળે છે. જેની મદદથી તમે સરળતાથી તમારો ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકો છો. આ પ્રકારની યોજનાઓ અનુભવી કર્મીઓ ચલાવી રહ્યા છે, જેમણે તેમનું કરિઅર મોટાભાગે નાણાકીય વ્યવહારની દુનિયામાં પસાર કર્યું છે. તેઓ એક એવી ટીમ સાથે કામ કરે છે, જે ઊંચું વળતર આપતા રોકાણની યોજનામાં કામ કરી રહી છે. વિશ્વસનીયતા વધારવા માટે કેટલીક ટોપ બેન્કના નામ શામેલ છે, જેઓ મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરી રહી છે અને દાયકાઓથી રિટર્નની સુવિધા આપી રહી છે.

આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી શા માટે ફાયદાકારક? આવું કરતા પહેલા કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને સારુ રિટર્ન મળી શકે છે, જે શિક્ષણ ફુગાવા અનુસાર રહે છે. સ્ટોક માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ કરતા અધિક જોખમ રહેલું છે.

જો લક્ષિત રકમ એકત્ર ન થઈ શકે તો?

અનેક પ્રયાસ કરવા છતાં તમે લક્ષિત રકમ એકત્ર નથી કરી શકતા, તો તમે કેટલીક અફોર્ડેબલ લોનનો લાભ લઈ શકો છો. સમજણપૂર્વક રોકાણ અને બચતની મદદથી કેટલીક રકમ એકત્ર કરી લીધી હોવાના કારણે આ લોન તમારા માટે બોજારૂપ નહીં હોય.

આ પણ વાંચો: Investment Mantras: રોકાણ માટે કારકિર્દીના પ્રારંભથી જ આ બાબતો અનુસરો

નાની વયના માતા-પિતાને સલાહ

તમારી પાસે સમય છે અને તે તમારી સૌથી મોટી મૂડી છે. કેટલાક ડિસીપ્લીનની મદદથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો અને તમે તમારા બાળકને સારી તક પણ આપી શકો છો. એક પ્રચલિત યુનિવર્સિટીની ડિગ્રી તમારા બાળકને એક શ્રેષ્ઠ તક આપે છે અને તેમને સારુ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે. (EELA DUBEY, Moneycontrol)
First published: