Home /News /explained /ચોમાસામાં તમારા વાહનની જાળવણી કેવી રીતે કરવી? જાણો Monsoon Care ચેક લિસ્ટ

ચોમાસામાં તમારા વાહનની જાળવણી કેવી રીતે કરવી? જાણો Monsoon Care ચેક લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

How to protect your vehicle in monsoons: ભારતમાં વર્ષ 2019માં ચોમાસા દરમિયાન 39,830 માર્ગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજા થઈ હતી અને લગભગ 15,000 લોકોના જીવ ગયા હતા.

મુંબઈ: ચોમાસા (Monsoon)માં ગરમીથી રાહત મળે છે. આ એક એવી ઋતુ છે, જેમાં દુર્ઘટના (Accident) પણ સર્જાઈ શકે છે. કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો ઘરથી બહાર ન નીકળવાને કારણે વાહનોનો ઉપયોગ કરતા ન હતા. વાહનોનો ઉપયોગ ન થવાને કારણે વાહનના કેટલાક પાર્ટ્સ (Vehicle parts)ખરાબ થઈ જાય છે. આ કારણોસર તે વાહનનો ઉપયોગ કરતા રસ્તા પર ગંભીર દુર્ઘટના સર્જાય છે અને અને લોકોના મોત પણ થાય છે. ભારતમાં વર્ષ 2019માં ચોમાસા દરમિયાન 39,830 માર્ગ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજા થઈ હતી અને લગભગ 15,000 લોકોના જીવ ગયા હતા. પૂર, રસ્તાઓ લપસણા થવાને કારણે અને ભારે વરસાદને કારણે આ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે વાહન પાણીમાં યોગ્ય રીતે ચાલી શકતું નથી. આ પ્રકારની કાર દુર્ઘટનાઓનું મુખ્ય કારણ પાણી ભરાઈ જવું પણ છે.

વરસાદના સમય દરમિયાન પ્રાકૃતિક આપત્તિઓ જેમ કે, ભૂસ્ખલન, વીજળી પડવી અને ભારે વરસાદ તથા પવનના કારણે ઝાડ પડવા જેવી દુર્ઘટનાઓ પણ સર્જાય છે. પ્રાકૃત્તિક આપત્તિની ભવિષ્યવાણી કરી શકાતી નથી અને તેનાથી બચી શકાતું નથી. પરંતુ ચોમાસા દરમિયાન વાહનને યોગ્ય રીતે સાચવવાથી આ પ્રકારની દુર્ઘટનાઓથી બચી શકાય છે.

બહાર નીકળતા પહેલા વાહન ચેક કરી લેવું

જો તમે ચોમાસામાં રોડ ટ્રીપનો પ્લાન કર્યો છે અથવા તમારે ઈમરજન્સીમાં બહાર જવાની જરૂરિયાત છે, તો તે પરિસ્થિતિમાં તમારે સાવધાનીના પગલા લેવા જોઈએ. બહાર જતા પહેલા વાહનને એક વાર જરૂરથી યોગ્ય રીતે ચેક કરી લેવું જોઈએ.

આ પણ વાંચો: આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર, 1 લાખના થઈ ગયા 12 લાખ રૂપિયા

સર્વિસ સેન્ટરમાં જઈને હવા અને ઓઈલને ચેક કરવાનું કહો, જેનાથી વાહનમાં કુલિંગ રહેશે. ટાયરની સાથે સાથે વાઈપર બ્લેડ પણ ચેક કરી લો, જો વાઈપર બ્લેડ ખરાબ થઈ ગઈ છે તો તેને બદલવી જોઈએ. ટાયરની હવા પણ ચેક કરી લો.

એન્જિન બેલ્ટ એક મહત્વનું સાધન છે. ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સર્વિસ સેન્ટરમાં જઈને એન્જિન બેલ્ટની એકવાર જરૂરથી તપાસ કરાવવી જોઈએ. વાહન સ્લિપ ન થાય તે માટે બ્રેક પેડ અને બ્રેક ઓઈલની મજબૂતી પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

કારમાં અનેક પ્રકારના ઈલેક્ટ્રિક ફ્યૂઝ હોય છે, જેના કારણે ચોમાસા દરમિયાન કાર બંધ પડી જાય છે. આ સમસ્યા ન સર્જાય તે માટે સર્વિસ સેન્ટરમાં જઈને ફ્યૂઝની તપાસ કરાવી લેવી જોઈએ અને ગાડીમાં વધારાન ફ્યૂઝ રાખવા જોઈએ.

આ પણ વાંચો:  ફાયદો જ ફાયદો: આ પાંચ ખાનગી બેંક બચત ખાતા પર આપે છે સૌથી વધારે વ્યાજ

ટ્રાવેલ કરતા પહેલા PUC અને ઈન્શ્યોરન્સની તપાસ કરી લેવી જોઈએ. જો તમે તમારા વીમાને રિન્યૂ કરવા ઈચ્છો છો, તો સારી મોટર ઈન્શ્યોરન્સ પોલિસીની પસંદગી કરો. જે તમારુ નુક્શાન (તમારા વાહનનું નુકસાન) અને થર્ડ પાર્ટીનું નુકસાન (તમારા વાહન સાથે ટકરાયેલ વાહન)ના વીમાને કવર કરતી હોય. એન્જિન સિક્યોર, ટાયર સિક્યોર, રિટર્ન ટુ ઈનવોઈસ અને રોડ આસિસ્ટન્ટ વધારાના વીમા કવર ચોમાસામાં દરમિયાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કારને ડૂબતી બચાવવા માટેની સાવધાની

ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાવેલ ન કરવું જોઈએ. જો તમે પાણી ભરાયેલ વિસ્તારમાં ફસાઈ ગયા છો, તો કેટલાક ખાસ વ્યવહાર ન કરવા જોઈએ. જો તમને એવું લાગે છે કે આગળના વિસ્તારમાં પાણી ભરાવાનું જોખમ છે, તો ત્યાં વાહન ન ચલાવવું જોઈએ. પાણી ભરાયેલ વિસ્તારમાં કાર ચલાવવાથી કારના કેટલાક પાર્ટ્સ ડેમેજ થઈ શકે છે.

જો તમે અન્ય કારને પાણી ભરાયેલ વિસ્તારમાંથી પસાર થતી જુઓ છો, તો તે પ્રકારે કારને પાણીમાંથી પસાર કરાવવાનો પ્રયાસ ન કરશો. દરેક કારમાં ગ્રાઉન્ડ ક્લિઅરન્સ અને હવા ખૂબ જ અલગ અલગ હોય છે. ચોમાસા દરમિયાન અન્ય કારથી સુરક્ષિત અંતર જાળવવું જોઈએ. જો અન્ય કાર તમારી કારની ખૂબ જ નજીકથી પસાર થાય છે. તો તે કારની વધારે પડતી સ્પીડના કારણે રસ્તા પર ભરાયેલ પાણી તમારી કારની અંદર આવી શકે છે.

આ પણ વાંચો: દેવયાની ઇન્ટરનેશનલનો IPO ખુલ્યો, ખોટમાં ચાલતી કંપનીનો IPO ભરવો કે નહીં? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

પાણી ભરાયેલ વિસ્તારમાં કાર ચલાવવાથી તે ક્યારેક ક્યારેક બંધ પડી જાય છે. એન્જિનમાં હાડ્રોસ્ટેટિક લોક થઈ જવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કારને ફરીથી રિસ્ટાર્ટ ન કરવી જોઈએ, જેનાથી એન્જિન ક્રેંક થઈ શકે છે. આ પ્રકારે કરવાથી એન્જિનને ખૂબ જ નુકસાન થઈ શકે છે.

આ તમારી નાણાકીય ભૂલ પણ હોઈ શકે છે. જો તમે એન્જિન સિક્યોર એડ ઓન કવરની પસંદગી નથી કરી, તો એન્જિનમાં આ પ્રકારની ડેમેજ વીમામાં કવર થતી નથી. એન્જિનને રિપ્લેસ કરવાનો ખર્ચ તમારી કારના કુલ ખર્ચના અડધા કરતા પણ વધુ હોઈ શકે છે.

આ પણ વાંચો: Rolex Rings IPO: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે ચકાશો

જો તમને ટ્રાવેલ દરમિયાન આગળ ન વધવાની ચેતવણી આપવામાં આવે છે, તો તે પરિસ્થિતિમાં આગળ ન વધવું જોઈએ. કેટલાક વીમા કવર કાર બગડવાની પરિસ્થિતિમાં પરિવહન અને હોટેલમાં રહેવાની સુવિધા પ્રદાન કરે છે.

તમારા વાહનની જગ્યા બદલો

જો કારને કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે, તો સૌથી પહેલા તમે ઊંચા સ્થાન પર સુરક્ષિત રીતે પહોંચી જાવ. પૂરની પરિસ્થિતિમાં સુધારો થાય ત્યાર બાદ વાહનને સુરક્ષિત રૂપે નજીકના સર્વિસ સેન્ટર સુધી લઈ જાવ.

જો તમે ઓટોમેટિક ટ્રાન્સમિશન વાહન ચલાવો છો, તો સૌથી પહેલા તમે ફ્લેટ-બેડ ટોઈંગ વાહનનો વિકલ્પ પસંદ કરો. ઓટોમેટિક ટ્રાન્સમિશન વાહનમાં આગળની અથવા પાછળની તરફ લાઈવ એક્સેલ્સ હોય છે. જેથી ટાયર જમીન સાથે ટકરાતા વાહનોના ગિઅર બોક્સને નુકસાન થાય છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો દેશના યુવાનો સૌથી વધારે શેમાં રોકાણ કરે છે? જાણો રોકાણ અને ટ્રેડિંગ પેટર્ન

ટોઈંગ સર્વિસ અને વીમાકર્તાનો હેલ્પલાઈન નંબર સાચવીને રાખો. તમે મોબાઈલ એપ, સોશિયલ મીડિયા અને ફોન કોલ કરીને વીમાનો દાવો કરી શકો છો. જો તમે એડ ઓન કવરનો વિકલ્પ પસંદ કર્યો છે, તો આ પ્રકારની સેવાઓની ચૂકવણી વીમા હેઠળ કરવામાં આવશે.

મોન્સૂન કેર ચેક લિસ્ટ

>> બેટરી, વ્હીલ જેક, ફ્યૂઝ માટે પ્લાયર, હથોડી, મોબાઈલ અને કાર ચાર્જર તથા દોરડા માટે 10/11 સ્પેનર સાથેની એક ટૂલકીટ સાથે રાખો.

>> કૂલન્ટ, ટાયર પ્રેશર તથા ઓઈલની તપાસ કરી લો.

>> પાણી ભરેલા વિસ્તારમાં ડ્રાઈવ ન કરવું.

>> ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સાથે રાખો

>> કાર પાણીમાં બંધ પડી જાય તો રિસ્ટાર્ટ ન કરો.

>> નજીકના સર્વિસ સેન્ટર સુધી પહોંચવા માટે વીમાની વેબસાઈટ અને કોલ સેન્ટરની તપાસ કરો. ( PARAG VED, Moneycontrol)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Monsoon 2021, Tool Kit, Vehicle, વરસાદ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन