આ કારણે ફક્ત 30 વર્ષે જ યુવકોને પડવા લાગે છે ટાલ, આવી ભૂલો બિલકુલ ન કરો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

  • Share this:
મુંબઈ: આજકાલ 30 વર્ષની વયે યુવકોના માથેથી વાળ ખરી પડવા (Hair fall) અને ટાલ પડી જવી કોઈ નવી વાત નથી. માથામાં ટાલ પડવાથી તેઓ અવનવી તરકીબો (Tips and Tricks) અપનાવવા લાગે છે, તેમજ તેમનો સેલ્ફ કોન્ફિડન્સ (Self confidence) ઓછો થઇ જાય છે. માથા પરથી વાળ ખરી પડવાનું કારણ આજની લાઈફસ્ટાઇલ (Lifestyele) અને ખોરાક (Food) મનાય છે. ખોટા પ્રકારનું ભોજન લેવાથી આપણા શરીરમાં ન્યુટ્રિશનની કમી સર્જાય છે અને વાળના મૂળ કમજોર રહે છે. જેના કારણે વાળ ખરી જાય છે અને માથામાં ટાલ પડવા લાગે છે. અહીં જાણો કયા કારણોથી માથામાં ટાલ પડે છે.

ગરમ પાણીથી નહાવું

ગરમ પાણીથી નહાવાથી આરામ મળે છે, પરંતુ તેનાથી એક નુકસાન પણ છે. ગરમ પાણી સ્કલ્પના નેચરલ ઓઈલને ઓછું કરી દે છે, જેના કારણે સ્કિન ડ્રાય બને છે અને ટાલ પડવા લાગે છે. જો તમે તમારા વાળને 30 વર્ષની ઉંમર બાદ પણ સલામત રાખવા ઈચ્છો છો તો વાળમાં ગરમ પાણીનો ઉપયોગ ટાળો.

આ પણ વાંચો: Barbeque Nation IPO: આઈપીઓ ભરતા પહેલા જાણી લો આ 10 વાત

સ્વાસ્થ્યપ્રદ ભોજનનો અભાવ

આજકાલ લોકો જંક ફૂડ ખાવા લાગ્યા છે. તો બીજી તરફ વ્યસ્ત જીવનમાં લોકોને ખાવાનું ભાન નથી રહ્યું, તેઓ ગમે ત્યાંથી ગમે તેવું ભોજન ખાઈ લે છે. જેની ખરાબ અસર ત્વચા અને વાળ પર પડે છે. વાળની સંભાળ માટે સમયસર ભોજન અને સાત્વિક ભોજન ખાવું જરૂરી છે. વાળના પોષણ માટે તમારા ભોજનમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય.

વાળમાં તેલ ન લગાવવું

ઘણા યુવકોને હેર કેર કરવું પસંદ નથી હોતું. વાળમાં તેલ ન લગાવવાથી વાળ ખરે છે. જેના કારણે લાંબા સમયે માથામાં ટાલ પડી જાય છે. જેથી અઠવાડિયામાં એક વખત માથામાં તેલ માલિશ અવશ્ય કરવી જોઈએ.

આ પણ વાંચો: સતત બીજા વર્ષે ધૂળેટીનો તહેવાર બેરંગ બનશે: 'નેતાઓએ ગુલાલે રમી લીધું, લોકોનો વારો આવ્યો ત્યારે પ્રતિબંધ'

દારૂ અને સિગારેટનું સેવન

દારૂ પીવાથી અને સિગારેટ પીવાથી ઝડપથી માથાના વાળ ખરે છે. આ બંનેમાં હાજર રહેલું ટોક્સિન વાળને નુકસાન પહોંચાડે છે. સફેદ વાળ અને ખરતા વાળમાં કંટ્રોલ કરવા આ આદત તમારે છોડવી જોઈએ.

આ પણ વાંચો: નવસારી: રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

હોટ ડ્રાયરનો ઉપયોગ

આજકાલ ડ્રાયર, સ્ટ્રેટનર જેવા હિટિંગ ટૂલ્સનો વાપરાશ વધ્યો છે. આ બધા ટૂલ્સની મદદથી જુવાનિયા કરે છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે આ ઇક્વિપમેન્ટ્સથી વાળને નુકસાન પહોંચે અને તે ખરી પડે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતી નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: