Home /News /explained /

મહામારી સામેની લડતમાં વધુ એક પડકાર: સગર્ભા સ્ત્રીઓમાં corona vaccine લેવાનો ખચકાટ કઈ રીતે દૂર કરવો?

મહામારી સામેની લડતમાં વધુ એક પડકાર: સગર્ભા સ્ત્રીઓમાં corona vaccine લેવાનો ખચકાટ કઈ રીતે દૂર કરવો?

પ્રતિકાત્મક તસવીર

vaccine hesitancy among pregnant women: અમેરિકાના CDC ડેટા પરથી જાણવા મળે છે કે, 8 મે 2021 સુધીમાં માત્ર 11.1 ટકા ગર્ભવતી મહિલાઓએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું. ગર્ભવતી સ્ત્રીઓમાં રસીની ખચકાટ સાથે રસીની સલામતી અને અસરકારકતા અંગે શંકા- અવિશ્વાસ જોડાયેલો હોવાનું પુરાવા કહી રહ્યા છે.

વધુ જુઓ ...
vaccine hesitancy: વિશ્વમાં અલગ-અલગ રીતની મહામારી (Pandemic) અને  વાયરસની (Virus) ગંભીર બીમારીઓ છે. જેની સામે કેટલીક દવાઓ અને રસી આપવામાં આવે છે અને મોટાભાગની મહામારી-બીમારીઓનો નાશ કરી શકાય છે. પરંતુ તેની સામે સૌથી મોટો પડકાર રસી લેવાનો ખચકાટ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના (World Health Organization) મત મુજબ રસીની ખચકાટ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ટોચના 10 ખતરાઓમાંનો એક છે. કોરોનાની રસીની (coronavirus vaccine) વાત કરવામાં આવે ત્યારે તેના વિતરણ સાથે તેની સ્વીકૃતિ પણ મહત્વની છે. મધ્યમ અને નીચી આવક ધરાવતા 10 દેશોની સમીક્ષા કરતા ખબર પડે છે કે, કોરોના રસીની આડઅસરની ચિંતા ખચકાટનું કારણ છે.

16 દેશોના સર્વેક્ષણમાં ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકોની માતાઓમાં કોરોના રસીથી ગર્ભને હાનિકારક આડઅસરોનો ડર રસી લેવામાં ખચકાટનું મુખ્ય કારણ તરીકે સામે આવ્યું છે. ગર્ભવતી મહિલાઓ તેમના બાળકો પર કોરોના રસીની હાનિકારક અસરને લઈ ચિંતિત છે. તેઓમાં ગર્ભવસ્થા દરમિયાન રસી લેવા બાબતે માહિતીનો અભાવ તેમના ખચકાટ પાછળનું મોટું કારણ છે.

માહિતીનો અભાવ ખચકાટ પાછળનું મોટું કારણ
સગર્ભા સ્ત્રીઓમાં કોરોના રસી અંગે આત્મવિશ્વાસ અને સ્વીકૃતિ વધારવા માટે રસીની ગેરમાન્યતા અને ખચકાટ દૂર કરવાની જરૂર છે. મલ્ટીનેશનલ કોહોર્ટ અભ્યાસમાં કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાઓ, માતૃત્વની બીમારી, મૃત્યુ દર અને મૃત બાળકના જન્મ વચ્ચેના સંબંધનો સંકેત મળે છે. થોડા સમય પહેલા કરાયેલી સમીક્ષામાં કોરોના રસીકરણ માટે સગર્ભા સ્ત્રીઓને પ્રાથમિકતા આપવાની ભલામણ કરાઈ હતી. તેમાં માતાનો મૃત્યુદર વધુ હોય તેવા દેશોમાં તો આ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું.

માત્ર 11.1 ટકા ગર્ભવતી મહિલાઓએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું
અમેરિકાના CDC ડેટા પરથી જાણવા મળે છે કે, 8 મે 2021 સુધીમાં માત્ર 11.1 ટકા ગર્ભવતી મહિલાઓએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું હતું. ગર્ભવતી સ્ત્રીઓમાં રસીની ખચકાટ સાથે રસીની સલામતી અને અસરકારકતા અંગે શંકા- અવિશ્વાસ જોડાયેલો હોવાનું પુરાવા કહી રહ્યા છે. હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા કોરોના રસીઓ બાબતે અસ્પષ્ટ મેસેજ અને ગર્ભવતી મહિલાઓ પર રસીની ટ્રાયલ્સનો અભાવ પણ ગર્ભવતી મહિલાઓમાં રસીને લઈ ખચકાટ પાછળ જવાબદાર છે.

ભારતમાં તંત્રએ કચવાટ દૂર કરવા પગલાં લીધા
મહિલાઓમાં રસી લેવા બાબતે ખચકાટના કારણે મહામારી વધુ સમય રહે અને આર્થિક જોખમ ઉભા થાય તેવી શક્યતા છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી મળેલા રિપોર્ટ ગર્ભવતી મહિલાઓમાં રસી બાબતે વધતો કચવાટ અને ડેટાની અછત દર્શાવે છે. તાવ આવવાની બીક, ડોઝ અંગે શંકા-મિથક, અવિશ્વાસ, સામાજીક અસમાનતા, પરિવારના સદસ્યો પર નિર્ભરતા અને જાગૃતિ ન હોવા સહિતની બાબતોના કારણે ગર્ભવતી મહિલાઓ રસી લેવા આગળ આવતી નથી.

અમુક રાજ્યો આ બાબતે જાગૃત થયા છે અને ખાસ કાઉન્સિલિંગ અને અભિયાન દ્વારા ગર્ભવતી મહિલાઓમાં રસીને લઈ કચવટને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આવા ખચકાટને ટાળવા માટે હેલ્થ એક્ટિવિસ્ટ દ્વારા પરિવારોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. સગર્ભા સ્ત્રીઓને કોરોના રસી લેવા માર્ગદર્શન, જ્ઞાન અને ટેકો આપવા આરોગ્ય મંત્રાલયે અપીલ કરી છે.

રસીને લઈ ઉભા થયેલા કચવાટને દૂર કરવા માટે અલગ અલગ દિશાઓમાં રણનીતી બનાવવી પડશે. આરોગ્ય અંગે શિક્ષણ વધારવું, સગર્ભાઓ સુધી પહોંચવું અને રસી લેવાના નિર્ણયમાં પરિવારના સભ્યોને શામેલ કરવા સહિતની બાબતો રસી લેવા બાબતે વિશ્વાસ વધારશે. આ ઉપરાંત મોટીવેશનલ ઇન્ટરવ્યૂ જેવા કાઉન્સિલીંગ પાસાઓ પણ રસીનો ખચકાટ દૂર કરવામાં મદદરૂપ રહેશે.

આ ઉપરાંત લોકો સુધી પહોંચવાની સાથે રસીકરણ અંગે જાગૃતિ અને જ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરવાથી પણ સારા પરિણામ મળશે. લોકોને કચવાટથી સ્વીકૃતિ તરફ લઈ જવા માટે કોમ્યુનિકેશનની જરૂર છે.

સોશિયલ મીડિયામાં અફવાઓની આડઅસર
કોરોના મહામારીની જેમ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવાની મહામારી પણ પડકાર ઉભા કરે છે. અફવાના કારણે વિશ્વભરમાં રસીકરણ અભિયાન પર અસર થઈ છે. આવી સ્થિતિમાં લોકોનો આત્મવિશ્વાસ વધારવા માટે પોઝિટિવ કિસ્સાઓ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આવું કરવા influencersને કામે લગાડવાની મીડિયા સ્ટ્રેટેજી ઘડવી પડશે.

નીતિ ઘડાનારાએ જનતામાં રસીની સુરક્ષા અને અસરકારકતા પર વિશ્વાસ ઉભો કરવા અને રસીનો ખચકાટ દૂર કરવા કોરોના કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી પર ધ્યાન આપવું પડશે. આત્મવિશ્વાસ, સુસંગતતા અને સુવિધા જેવા ત્રણ કારણો પર ધ્યાન આપીને કોરોના રસીનો કચવાટ દૂર કરી શકાય છે. કોરોના સંકટ ફરીથી આત્મવિશ્વાસ જગાડવા અને અવિશ્વાસ દૂર કરવાની તક આપે છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: સુંદર છોકરીઓ સાથે 'મજા' કરવા સાથે રૂપિયા કમાવવાની લાલચ લાખોમાં પડી, બંટી-બબલીએ પડાવ્યા રૂપિયા

આ પણ વાંચોઃ-સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

ડો.શોબા સુરી ઓઆરએફની આરોગ્ય પહેલના સિનિયર ફેલો છે. તેઓ કોમ્યુનિટી અને ક્લિનિકલ રિસર્ચમાં અનુભવ ધરાવતા ન્યુટ્રિશનિસ્ટ છે. આ લેખમાં વ્યક્ત કરેલા મંતવ્યો લેખકના છે અને જે પ્રકાશનના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા નથી.
Published by:ankit patel
First published:

Tags: Corona vaccine, Pregnant woman

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन