Home /News /explained /શું તમે પણ આ રીતે ખોલો છો દૂધની થેલી? જાણો ખૂણામાંથી ટુકડો અલગ કરવો શા માટે ખતરનાક છે

શું તમે પણ આ રીતે ખોલો છો દૂધની થેલી? જાણો ખૂણામાંથી ટુકડો અલગ કરવો શા માટે ખતરનાક છે

પ્લાસ્ટિકના પેકેટથી દૂધ કાઢવામાં આવે તો કોઇપણ ભાગ તેનાથી અલગ ન કરવો જોઈએ. (પ્રતીકાત્મક ફોટો- ઇન્ટરનેટ)

How to Open Milk Plastic Packet: મોટાભાગના લોકો સાચી રીતે દૂધના પેકેટ નથી ખોલતા. ઘણી વખત લોકો પ્લાસ્ટિક પેકેટથી દૂધ કાઢવા માટે તેને ખૂણામાંથી કાપે છે અને એક ટુકડો અલગ કરી નાખે છે. પરંતુ, તેને ખોટી આદત માનવામાં આવે છે.

Milk Plastic Packet Cutting Recycle: એક મોટો વર્ગ ડેરીના દૂધ (Dairy Milk) પર નિર્ભર છે અને ઘણાં લોકોના ઘરમાં દૂધ માટે પ્લાસ્ટિક પેકેટ આવે છે એટલે કે થેલીવાળું દૂધ. બની શકે કે તમારા ઘરમાં પણ પ્લાસ્ટિકની થેલીમાં દૂધ આવતું હોય, પરંતુ એવું માનવામાં આવે છે કે મોટાભાગના લોકો સાચી રીતે આ પેકેટ નથી ખોલતા. ઘણી વખત લોકો પ્લાસ્ટિક પેકેટથી દૂધ કાઢવા માટે તેને ખૂણામાંથી કાપે છે અને એક ટુકડો અલગ કરી નાખે છે. પરંતુ, તેને ખોટી આદત માનવામાં આવે છે. હા, દૂધના પેકેટ (Milk Packet Cutting)ને આ રીતે કાપવું પર્યાવરણ (Environment) માટે નુકસાનકારક છે.

તમે પણ વિચારતા હશો કે આખરે આવું કઈ રીતે થઈ શકે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આખરે શા માટે સલાહ આપવામાં આવે છે કે આ કાપેલા ટુકડાને પેકેટથી અલગ ન કરો. ત્યારબાદ તમે સમજી શકશો કે તેની પર્યાવરણ પર કેવી નકારાત્મક અસર થાય છે.

આ પણ વાંચો: શું છે QUAD જેના માટે જાપાન પહોંચ્યા PM મોદી, તેનો હેતુ શું છે, જાણો દરેક પ્રશ્નના જવાબ

થેલી કાપવાની સાચી રીત કઈ?

પહેલા તો તમને જણાવી દઈએ કે આખરે દૂધના પેકેટને કાપવાની સાચી રીત શું છે. વાસ્તવમાં પર્યાવરણ પર કામ કરતા લોકોનું માનવું છે કે જ્યારે પણ પ્લાસ્ટિકના પેકેટથી દૂધ કાઢવામાં આવે તો થેલીનો કોઇપણ ભાગ તેનાથી અલગ ન કરવો જોઈએ. જો તમે પેકેટને ખૂણામાંથી કાપી રહ્યા છો તો પ્રયત્ન  કરો કે ખૂણાવાળો ભાગ આખી થેલીથી અલગ ન થાય. તમે થેલીનો અમુક હિસ્સો પેકેટથી લાગેલો જ રહેવા દો. આ ઉપરાંત તમે માત્ર એક કાણું પાડીને પણ થેલીમાંથી દૂધ કાઢી શકો છો, જેથી ખૂણાને અલગ કરવાની જરૂર નહીં પડે.

શા માટે અલગ ન કરવો જોઈએ ખૂણાવાળો ટુકડો?

હવે સવાલ એ છે કે આખરે થેલીના ખૂણાવાળો ભાગ શા માટે અલગ ન કરવો જોઈએ. માનવામાં આવે છે કે દરરોજ આ પ્રકારના લાખો ટુકડા કપાયા બાદ ડસ્ટબિનમાં ચાલ્યા જાય છે. આ લાખો ટુકડાનો કચરો એક મોટા વેસ્ટ પ્લાસ્ટિક તરીકે જમા થાય છે. આમ પણ પ્લાસ્ટિકનો કચરો ઘણો વધી રહ્યો છે, તેમાં આ રીતે કચરામાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. પરંતુ, આ કચરાને વધારે ચિંતાજનક માનવામાં આવે છે, કારણકે, આ કચરો રિસાઇકલ નથી થઈ શકતો. તેના પર પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આખું પેકેટ તો રિસાઇકલની પ્રોસેસમાંથી નીકળી શકે છે, પરંતુ નાના ટુકડા સાથે આ શક્ય નથી.

આ પણ વાંચો: Good Habits For Earth: એ કઈ આદતો છે, જેને તમે બદલશો તો એનો ફાયદો સીધો પૃથ્વીને થશે?

એવામાં આ નાના ટુકડા રિસાઇકલ ન કરી શકાય, એટલે તે માત્ર કચરા વધારવાનું જ કામ કરે છે. જો એક-બે પેકેટની વાત કરીએ તો આ કચરો વધારે નથી લાગતો, પરંતુ દરરોજ લાખો ટુકડા આમ કચરાનો ઢગલો બને છે અને તે રિસાઇકલ ન થઈ શકતા કચરામાં સામેલ થાય છે. એટલે એવો પ્રયત્ન કરો કે ક્યારેય આ ટુકડાને અલગ ન કરો, નહીંતર એ પર્યાવરણ માટે મુશ્કેલી બની શકે છે.

જણાવી દઇએ કે દૂધના પેકેટ લો-ડેન્સિટી પોલીઇથાઇલીન (LPDE)થી બનેલા હોય છે, જે પ્લાસ્ટિકનો એક પ્રકાર છે. રિસાઇકલ કરવા માટે આ પ્રકારના પ્લાસ્ટિકને ઉચ્ચ તાપમાન પર અને નિશ્ચિત આકારમાં કમ્પ્રેસ કરવું પડે છે. પરંતુ, ખૂણો કાપવાથી પેદા થયેલો કચરો રિસાઇકલ યુનિટ સુધી નથી પહોંચી શકતો અને માઇક્રોપ્લાસ્ટિક્સમાં તબદીલ થઈ જાય છે. આ કચરો સમુદ્ર વગેરે માટે પણ ખતરનાક સાબિત થાય છે, એટલે ખૂણાને સંપૂર્ણ કટ કરવાથી બચો.
First published:

Tags: Environment, Explained, Know about, Milk, Milk દૂધ, Plastic, Plastic waste, Save Environment, જ્ઞાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો