દેશમાં કોરોના વેક્સીનેશન સર્ટીફિકેટ (Vaccination Certificate)ના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યો અને દેશોમાં ટ્રાવેલ કરવા માટે (Mandatory to Travel) વેક્સીનેશન સર્ટીફિકેટ ફરજિયાત હોવું જરૂરી બન્યું છે. દેશમાં વેક્સીનેશન સર્ટીફિકેટને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. કોરોના વેક્સીન લીધા બાદ પણ અનેક લોકોને વેક્સીનેશન સર્ટીફિકેટમાં નામ, જન્મ તારીખ અને માતા-પિતાના નામમાં ભૂલ હોવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ કેટલીક વ્યક્તિઓને કોવિન પોર્ટલ પર તેમનું સર્ટીફિકેટ જ નથી મળતું. આ કારણોસર કોવિન પોર્ટલને અપડેટ કરવામાં આવ્યું છે. કોવિન પોર્ટલ (Cowin portal) અપડેટ થયા બાદ વેક્સીનેશન સર્ટીફિકેટમાં ફેરફાર કરી શકાય છે.
વેક્સીનેશન સર્ટીફિકેટમાં આ રીતે કરો સુધારો
જે તમે વેક્સીનેશન સર્ટીફિકેટમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવા ઈચ્છો છો, તો આ માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જેની માટે https://www.cowin.gov.in/ પર જવાનું રહેશે. આ વેસબાઈટ પર હોમ પેજ પર How Can We Help Youની નીચે રેઝ એન ઈશ્યૂનો આઈકન જોવા મળશે. આ આઈકનમાં ગયા બાદ તમને અનેક વિકલ્પ જોવા મળશે. તેમાં તમારે ગેટ યોર સર્ટીફિકેટ કરેક્ટેડ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા બાદ એક અન્ય વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. તે બાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. ઓટીપી નાંખ્યા બાદ તમને જે તે વ્યક્તિની સર્ટીફિકેટ કોલમ જોવા મળશે. આ આઈકન પર ક્લિક કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે તમે નામ, ઉંમર, જેન્ડર અને ફોટો આમાંથી શેમાં ફેરફાર કરવા ઈચ્છો છો? તમે તમારા અથવા તમારા પરિવારના સભ્યોના સર્ટીફિકેટમાં ફેરફાર કરશો, તેના 24 કલાક બાદ કોવિન એપ પર ફેરફાર કરેલું નવું સર્ટીફિકેટ જોવા મળશે.
વેક્સીનેશન સર્ટીફિકેટમાં ફેરફાર કરતી વખતે તમારે અનેક સાવચેતીઓ રાખવી પડશે. સર્ટીફિકેટમાં ફેરફાર કરવા માટે માત્ર એક જ વાર તક આપવામાં આવશે. જો તમે સર્ટીફિકેટમાં ફેરફાર કરી રહ્યા છો તો તેને એકવાર બરાબર ચેક કરી લેવું. જો બાદમાં તપાસ કરતા જાણવા મળશે કે તમે સર્ટીફિકેટમાં ખોટા કામ માટે ફેરફાર કર્યો છે, તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે.
પાસપોર્ટ સાથે પણ જોડી શકાય છે વેક્સીનેશન સર્ટીફિકેટ
સમગ્ર દેશમાં કોરોના મહામારીથી છુટકારો મેળવવા માટે મોટા પાયે વેક્સીનેશનનું કામ થઈ રહ્યું છે. કોરોના સર્ટીફિકેટ રજૂ કરીને તમે સરળતાથી યાત્રા (Travel) કરી શકો છો. તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાવેલ કરી શકો છો. જો વેક્સીનેશન સર્ટીફિકેટમાં કોઈ ભૂલ હોય તો તેનાથી તમને સમસ્યા થઈ શકે છે. જેથી તમારા વેક્સીનેશન સર્ટીફિકેટમાં કોઈ ભૂલ હોય તો તમે ઘરે બેઠા સરળતાથી આ ભૂલને સુધારી શકો છો. જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો તમે વેક્સીનેશન સર્ટીફિકેટમાં પાસપોર્ટ નંબર એડ કરી શકો છો.
છેલ્લા ઘણા દિવસોથી વેક્સીનેશન ડ્રાઈવમાં તેજી આવી છે. સાથે જ લોકોને દસ્તાવેજ સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. લોકોની આ પ્રકારની ફરિયાદ સામે આવતા કોવિન પોર્ટલ પર વેક્સીનેશન સર્ટીફિકેટમાં ભૂલ સુધારાની સુવિધા શરૂ કરી દેવાઈ છે. જે લોકોને કોવિન પોર્ટલ પર સર્ટીફિકેટ ન મળવાની ફરિયાદ હતી, તેમની ફરિયાદનું પણ નિવારણ લાવવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ જો તમે વિદેશ જવા ઈચ્છો છો, તો તમે વેક્સીનેશન સર્ટીફિકેટમાં પાસપોર્ટ (Passport)ની વિગત પણ ઉમેરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર