ઘર બેઠા મોટી આવક મેળવવી છે? મફતમાં શરૂ કરો આ બિઝનેસ, અહીં જાણો આખી પ્રક્રિયા

પ્રતીકાત્મક તસવીર

How to get UIDAI franchise: વર્તમાન સમયે આધાર કાર્ડ (Aadhaar Card) ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે. જેથી આધારકાર્ડમાં સુધારા-વધારા અને નવા આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા અવિરત ચાલતી રહે છે.

  • Share this:
મુંબઈ: કોરોના કાળમાં ઘણા લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. ત્યારે તમારી પાસે UIDAI ફ્રેન્ચાઇઝી અથવા કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી સારી આવક મેળવવાની તક છે. એકસ્ટ્રા આવક શોધતા લોકો માટે આ વ્યવસાય ફાયદાકારક નીવડી શકે છે. આ વ્યાવસાય માટે રકમ રોકવાની જરૂર પડતી નથી. વર્તમાન સમયે આધાર કાર્ડ (Aadhaar Card) ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે. જેથી આધારકાર્ડમાં સુધારા-વધારા અને નવા આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા અવિરત ચાલતી રહે છે. આવું કરવા માટે UIDAIની ફ્રેન્ચાઇઝીમાં જવું પડે છે. જેથી આ વ્યવસાયથી કમાણી થઈ શકે છે. અહીં ફ્રેન્ચાઇઝી મેળવવા અંગે વિગતો આપવામાં આવી છે.

આધારકાર્ડ માટે ફ્રેન્ચાઇઝી કઈ રીતે લઈ શકાય?

આધારકાર્ડની ફ્રેન્ચાઇઝી લેવા માટે UIDAI દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડશે. ત્યારબાદ આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન અને કોમન સર્વિસ સેન્ટર માટે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ સર્વિસ સેન્ટર શરૂ કરવાનું લાયસન્સ આપવામાં આવશે.

આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

આવી રીતે કરો એપ્લાય

>> પહેલા તમારે NSEITની સત્તાવાર વેબસાઈટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action ખોલવાની રહેશે.
>> જ્યાં Create News Userનો વિકલ્પ મળશે. જે ક્લિક કરવાથી નવી ફાઇલ ખુલશે.
>> તેમાં Share Code enter માટે કહેવામાં આવશે. Share Code માટે તમારે https://resident.uidai.gov.in/offline-kyc પર જઈ ઓફલાઇન ઈ-આધાર ડાઉનલોડ કરવું પડશે.
>> ત્યારબાદ XML File અને Share Code ડાઉનલોડ થઈ જશે.
>> એપ્લાય કરતી વખતે સ્ક્રીન પર ફોર્મ ખુલશે. જે ભરીને સબમિટ કરવાનું રહે છે.
>> હવે તમારા ઈમેઈલ આઈડી પર USER ID અને Password મળી જશે. આ ID અને Passwordથી તમે Aadhaar Testing and Certificationના પોર્ટલ પર સરળતાથી લોગીન કરી શકો છો. હવે Continue પર ક્લિક કરો.
>> હવે વધુ એક ફોર્મ ખુલશે. જેમાં બધી માહિતી ભરી દો. ત્યારબાદ ફોટો અને ડિજિટલ સહી અપલોડ કરવી જરૂરી છે. બધી માહિતી યોગ્ય રીતે ભરાઈ ગઈ છે, તે ચેક કરી Proceed to submit form પર ક્લિક કરો.

અહીં કરવું પડશે પેમેન્ટ

પ્રક્રિયા પૂરી કર્યા બાદ હવે પૈસા ચૂકવવા પડશે. તે માટે Menuમાં જઈ પેમેન્ટ વિકલ્પ પસંદ કરો. જેમાં પેમેન્ટ કર્યા બાદ Please Click Here to generate receipt પર ક્લિક કરી પાવતી ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: Zomatoનો આઈપીઓ ચૂકી ગયા તો વાંધો નહીં, તમે સ્ટાર્ટઅપમાં આ રીતે પણ કરી શકો છો રોકાણ

સેન્ટર બુક કરવા શું કરવું પડશે?

બે દિવસ રાહ જોયા બાદ ફરીથી લોગ ઇન થઈ Book Center પર ક્લિક કરી નજીકના સેન્ટરને પસંદ કરી શકો છો. ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે. તે પહેલા તમે ક્યારે પરીક્ષા આપવા ઉપલબ્ધ રહેશે તેની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ Admit Card કાર્ડ આપવામાં આવશે. જેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકાય છે.
First published: