મુંબઈ: પ્રોવિડન્ટ ફંડના નવા નિયમ મુજબ EPFOમાં નોંધાયેલા કર્મચારીઓ રૂ. 1 લાખ જેટલી રકમ મેડિકલ એડવાન્સ તરીકે મેળવી શકે છે. જોકે, PF કન્ટ્રીબ્યુશન અને અન્ય લાભ મેળવવા 1 સપ્ટેમ્બર, 2021 પહેલા PF UAN સાથે આધાર કાર્ડ જોડવું જરૂરી છે. આ મેડિકલ એડવાન્સ તબીબી સારવાર માટે ઈમરજન્સીની સ્થિતિમાં એકત્ર થયેલા ભંડોળ સામે જ લઈ શકાય છે. જોકે, પૈસા ઉપાડતા પહેલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ થવા કે પ્રક્રિયાના ખર્ચ બાબતે કોઈ જાણકારી આપવાની જરૂર રહેતી નથી.
EPFO દ્વારા PF યોજના હેઠળ કર્મચારીઓને તબીબી ઈમરજન્સીની સ્થિતિમાં મેડિકલ એડવાન્સ આપવા અંગે સંગઠન દ્વારા સુધારા બાદ નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. નવા પરિપત્રમાં સારવારની શરતોની રૂપરેખા અપાઈ છે. આ સાથે જ મેડિકલ એડવાન્સ કયા ક્ષેત્રમાં ગણાય તેને પણ વ્યાખ્યાયિત કરે છે. મેડીકલ એડવાન્સ કોરોનાની સારવાર માટે પણ મળી શકે છે.
સેન્ટ્રલ સર્વિસ મેડિકલ એટેન્ડન્ટ (CS(MA))ના નિયમો અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS)ની હેઠળ આવતા કર્મચારીઓને મેડિકલ એડવાન્સનો લાભ મળશે તેવો EPFOના પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. પરિપત્ર કરાયેલા ઉલ્લેખ અનુસાર જીવલેણ બીમારીઓમાં જીવ બચાવવા માટે દર્દીને તરત હોસ્પિટલમાં દાખલ કરવું અનિવાર્ય બની જાય છે અને આવી સ્થિતિમાં હોસ્પિટલમાંથી એસ્ટીમેટ મેળવવું શક્ય હોતું નથી. ગંભીર રોગ - બીમારીમાં હોસ્પિટલનું એસ્ટીમેટ (ખર્ચ) આપવા સક્ષમ ન હોય ત્યારે મેડિકલ એડવાન્સની જરૂર ઉભી થાય છે.
વધુમાં જણાવાયું છે કે, ક્યારે બીમાર કર્મચારી ICUમાં હોય શકે છે. ત્યારે અગાઉથી ખર્ચની જાણ રહેતી નથી. જેથી કોરોના સહિતના ગંભીર જીવલેણ રોગ માટે હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર મળી જાય તે માટે આ પ્રક્રિયા અમલમાં આવી છે.
આવી રીતે મેળવો મેડિકલ એડવાન્સ
1. નિયમ મુજબ દર્દીને સારવાર માટે સરકારી, PSU કે CGHS હોસ્પિટલમાં દાખલ થવાનું હોય છે. કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓને ચુકવણી માટે વિચાર કરવામાં આવે તે માટે જે તે તંત્રને અપીલ કરવી પડશે. આવા કેસમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સારવાર મળે છે.
2. એડવાન્સને ક્લેમ કરવા માટે કર્મચારીઓ કે પરિવારના કોઈ સભ્ય દ્વારા દર્દી તરફથી એક લેટર રજૂ કરવો પડશે. જેમાં હોસ્પિટલ અને દર્દીની વિગતો હોવી જોઈએ.
3. સારવાર પ્રક્રિયા શરૂ કરવા માટે રૂ. 1 લાખનું મેડિકલ એડવાન્સ દર્દી કે પરિવારના સદસ્યના ખાતામાં જમા થઈ શકે છે.
4. સારવાર માટે રૂ. 1 લાખથી વધુ રકમની જરૂર હોય ત્યારે વધારાની રકમ EPFOના પૈસા ઉપાડવાના નિયમ મુજબ મળે છે. અલબત આ ખર્ચ સારવાર માટે એસ્ટીમેટ મળ્યા પછી અને દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં જ મળી શકે છે.
5. કર્મચારીઓ કે પરિવારના સદસ્યોને રજા મળ્યાના 45 દિવસમાં હોસ્પિટલનું બિલ જમા કરાવવું પડશે. EPFના નિયમ મુજબ એડવાન્સને હોસ્પિટલના અંતિમ બીલમાં ફિટ કરવા એડજસ્ટ કરી શકાય છે.
6. જે પૈસા કાઢવામાં આવે છે, તે કર્મચારીનો ઓછામાં ઓછો 6 મહિનાનો પગાર અને મોંઘવારી ભથ્થુ અથવા વ્યાજ સાથેનો કર્મચારીના ભાગનું કન્ટ્રીબ્યુશન છે. (SAURAV MUKHERJEE, Moneycontrol)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર