નવી દિલ્હી: કોરોના વાયરસે (Coronavirus) ભારતમાં ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે આ મહામારીના સમય દરમિયાન જો તમે પોતાનું કે તમારા પરિવારનું હેલ્થ ચેકઅપ (health checkup) કરાવશો તો તમને ઇન્કમ ટેક્સમાં છૂટ મળી શકે છે. જોકે, આ લાભ લેવા માટે તમારે 31 માર્ચ, 2021 પહેલા હેલ્થ ચેકઅપ કરાવવું પડશે. આ માટે ઘણી હોસ્પિટલોએ ઇમ્યુનીટી પેકેજીસ ડિઝાઇન કર્યા છે. જેમાં મહિલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝન્સ માટે અલગ-અલગ પેકેજ શામેલ છે. અહીં અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે આ લાભ મેળવી શકો છો.
તમે ઈન્ક્મટેક્સ સેક્શન 80D અંતર્ગત મેડિકલ ઇન્શ્યોરન્સ માટે આપવા પડતા પ્રીમિયમ પર ટેક્સ બચાવી શકો છો. જો તમે તમારા બાળક, પાર્ટનર માટે પ્રીમિયમ ચૂકવો છો તો રૂ. 25 હજાર સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ ઉપરાંત તમે તમારા 60 વર્ષથી વધુ વય ધરાવતા માતા-પિતા માટે પ્રીમિયમ ચૂકવો છો, તો તમને 50 હજાર રૂપિયા સુધીનો છૂટ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, માતા-પિતા બંને સિનિયર સિટીઝન્સ છે, તો એક નાણાંકીય વર્ષમાં મહત્તમ એક લાખ રૂપિયાની છૂટ સુધીનો દાવો કરી શકાય છે.
જો તમે કોઈપણ પૉલીસીને રોકડમાં ખરીદો છો તો તમને આ લાભ નહીં મળે. આ છૂટનો ફાયદો તમને ત્યારે જ મળશે, જ્યારે તમે કેશ સિવાય અન્ય રીતે, જેમ કે ચેક, નેટ બેન્કિંગ જેવા ડિજિટલ વિકલ્પોથી તમારા પ્રિમિયમનું ચૂકવણું કરો. જોકે, હેલ્થ ચેકઅપ માટે 5 હજાર સુધીના રોકડ ચૂકવણા પર ટેક્સ બેનિફીટનો લાભ મળશે.
તમને જણાવી દઈએ કે જો તમે આ રીતે હેલ્થ ચેકઅપ પર પૈસા ખર્ચ ન કરવા માંગતા હોવ તો તમારી પાસે અન્ય એક વિકલ્પ પણ છે. જેમ કે ઘણી વીમા કંપનીઓ દર ત્રણ-ચાર વર્ષે એક વખત ફ્રી હેલ્થ ચેકઅપનો વિકલ્પ આપે છે. જો તમે પૉલીસી પર કોઈ દાવો ન કર્યો હોય તો પણ કંપનીઓ તમને આ વિકલ્પ આપે છે. ત્યારે તમે ફૂલ બોડી ચેકઅપ કરાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
વીમા કંપનીઓ હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલીસી જારી કરતા પહેલા ખરીદદારનો હેલ્થ ટેસ્ટ કરાવે છે. તેમાં પણ જો વિમાની રકમ વધુ હોય ત્યારે 45થી વધુ વયની વ્યક્તિનું પણ હેલ્થ ચેકઅપ થાય છે. વીમા કંપની પાસે તમે આ રિપોર્ટ માંગો તો વીમા કંપની તેના ગ્રાહક સાથે રિપોર્ટ શેર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર