Explained: ડિજિટલ હેલ્થ ID કેવી રીતે મેળવી શકાશે અને તેમાં શું સુવિધા મળશે, જાણો વિગતવાર

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

આ મિશન હેઠળ તમામ વ્યક્તિઓનું યૂનિક હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સની મદદથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)નો શુભારંભ કર્યો છે. તેમણે 15 ઓગસ્ટ 2020ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. આ મિશનની મદદથી સામાન્ય માણસો પણ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘આ મિશનની મદદથી સ્વાસ્થ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી બદલાવ આવશે. દરેક નાગરિકને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સુરક્ષિત રહેશે.’ આ મિશન હેઠળ તમામ વ્યક્તિઓનું યૂનિક હેલ્થ કાર્ડ બનાવવામાં આવશે. આ કાર્ડ સંપૂર્ણ રીતે ડિજિટલ હશે અને આધાર કાર્ડ જેવું હશે.

હેલ્થ ID કાર્ડથી શું લાભ થશે?

હેલ્થ ID કાર્ડ આપના માટે અને ડૉકટર માટે લાભદાયી રહેશે. જેનાથી દર્દીઓએ ડૉકટરને બતાવવા માટે મેડિકલ ફાઈલ લઈ જવાની જરૂરિયાત નહીં રહે. આ હેલ્થ કાર્ડની મદદથી ડૉકટર દર્દીની બિમારીની તમામ માહિતી મેળવી શકશે. આ હેલ્થ કાર્ડની મદદથી દર્દીને આયુષ્માન ભારત હેઠળ સુવિધાઓનો લાભ મળશે કે નહીં તે જાણી શકાશે. ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સરકારી યોજનાઓનો લાભ મળે છે, તે જાણી શકાશે.

હેલ્થ ID કાર્ડ કેવી રીતે મેળવી શકાશે?

આ હેલ્થ ID કાર્ડનો ત્રણ બાબતો માટે ઉપયોગ કરવામાં આવશે- ઓળખ, ઓથેન્ટીકેશન અને લાભાર્થીનો હેલ્થ રેકોર્ડ.

- વેબ પોર્ટલ https://healthid.ndhm.gov.in/registerપર રજિસ્ટ્રેશન કરીને અથવા મોબાઈલ પર ABMD હેલ્થ રેકોર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને હેલ્થ ID બનાવી શકાય છે.

- સરકારી હોસ્પિટલ, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને નેશનલ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજિસ્ટ્રી સાથે જોડાયેલ હેલ્થકેયર પ્રોવાઈડર કોઈ પણ વ્યક્તિનું હેલ્થ ID કાર્ડ બનાવી શકે છે.

- લાભાર્થીએ હેલ્થ રેકોર્ડ માટે પર્સનલ હેલ્થ રેકોર્ડ (PHR) એડ્રેસ પણ આપવાનું રહેશે.

PHR એડ્રેસ શું છે?

આ એક યૂઝરન નેમ છે. લાભાર્થીએ Health Information Exchange and Consent Manager (HIE-CM)માં સાઈન ઈન કરવું જરૂરી છે. ડેટા શેર કરવા માટે એક લિંકેની જરૂરિયાત રહેશે. HIE-CM એક એવી એપ્લિકેશન છે, જેનાથી પર્સનલ હેલ્થ રેકોર્ડ શેર કરી શકાય છે અને લિંક કરી શકાય છે.

હેલ્થ ID માટે રજિસ્ટર કરવું શા માટે જરૂરી છે?

હાલમાં મોબાઈલ અથવા આધાર નંબરની મદદથી હેલ્થ ID બનાવી શકાય છે. અધિકૃત વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, થોડા સમયમાં જ ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાન કાર્ડની મદદથી હેલ્થ ID બનાવી શકાશે. મોબાઈલ અથવા આધાર કાર્ડની મદદથી હેલ્થ ID બનાવવા માટે લાભાર્થીનું નામ, જન્મ તારીખ, લિંગ, એડ્રેસ, મોબાઈલ નંબર અથવા આધાર નંબરની જરૂરિયાત રહેશે.

પાસવર્ડ યાદ ન હોય તો શું કરવાનું રહેશે?

જો તમને તમારો પાસવર્ડ યાદ નથી તો તમે મોબાઈલ OTP અથવા આધાર સાથે લિંક્ડ મોબાઈલ OTPની મદદથી હેલ્થ IDનું લોગ ઈન કરી શકો છો. ત્યારબાદ તમારે નવો પાસવર્ડ બનાવવાનો રહેશે. તેમ છતાં જો તમને પરેશાની થઈ રહી છે, તો તમે ndhm@nha.gov.in પર મેઈલ કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર 1800-11-4477 / 14477 પર કોલ કરી શકો છો.

શું આધાર કાર્ડ જરૂરી છે?

કોઈપણ વ્યક્તિ આધાર નંબર વિના મોબાઈલ નંબરની મદદથી હેલ્થ ID બનાવી શકે છે.

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી તો તે આધાર નંબરનો ઉપયોગ કરી શકાય કે નહીં?

જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, તો લાભાર્થીએ નજીકના સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન કરાવવાનું રહેશે. ઓથેન્ટીકેશન કરાવ્યા બાદ લાભાર્થી હેલ્થ ID મેળવી શકશે.

પર્સનલ રેકોર્ડ સુરક્ષિત રહેશે?

ABDM કોઈપણ વ્યક્તિના હેલ્થ રેકોર્ડ સ્ટોર કરતું નથી. હેલ્થ રેકોર્ડ રિટેન્શન પોલિસી અનુસાર સ્ટોર કરવામાં આવે છે. લાભાર્થીની સહમતિ બાદ ABDM નેટવર્ક પર એન્ક્રિપ્શન મેકેનિઝમમાં શેર કરવામાં આવે છે.

હેલ્થ ID ડિલીટ કરી શકાય છે?

લાભાર્થી પોતાનું હેલ્થ ID ડિલીટ કરી શકે છે અથવા ટેમ્પરરી ડિએક્ટીવેટ કરી શકે છે. હેલ્થ ID ડિલીટ કર્યા બાદ તે માહિતી ફરીથી મેળવી શકાશે નહીં. હેલ્થ ID ડિલીટ કર્યા બાદ લાભાર્થી તમામ ABDM એપ્લિકેશનનું એક્સેસ ગુમાવશે. જ્યાં સુધી ID ફરી શરૂ કરવામાં નહીં આવે, ત્યાં સુધી લાભાર્થી કોઈપણ સ્વાસ્થ્ય સુવિધા માટે હેલ્થ ID શેર નહીં કરી શકે.

લાભાર્થી કયા લાભ મેળવી શકશે?

લાભાર્થી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લે ત્યાં સુધી આ હેલ્થ IDનો ઉપયોગ કરી શકે છે. તમે તમારા હેલ્થ રેકોર્ડ આ હેલ્થ IDમાં લિંક કરી શકો છો.

આ હેલ્થ IDની મદદથી અન્ય કઈ સુવિધાઓનો લાભ મેળવી શકાશે?

આ હેલ્થ IDનો આખા દેશમાં ઉપયોગ કરી શકાશે. લાભાર્થી પોતાના બાળક માટે પણ હેલ્થ ID બનાવી શકશે. લાભાર્થી હેલ્થ IDમાં નોમિનીનું નામ પણ ઉમેરી શકે છે, જે પર્સનલ રેકોર્ડ માટે લાભદાયી રહેશે. જે લોકો પાસે ફોન નથી તે લોકો માટે આ હેલ્થ ID ઉપયોગી સાબિત થશે.

પ્રાઈવેટ પ્લેયર્સ ગર્વમેન્ટ ડિજિટલ ID સાથે કેવી રીતે જોડાઈ શકશે?

NHAએ NDHM સેન્ડબોક્સ લોન્ચ કર્યું છે. જેની મદદથી પ્રાઈવેટ પ્લેયર્સ હેલ્થ ઈન્ફોર્મેશન પ્રોવાઈડર્સ અથવા હેલ્થ ઈન્ફોર્મેશન યૂઝરના ભાગરૂપે ડિજિટલ હેલ્થ ઈકોસિસ્ટમનો ભાગ બની શકે છે.

પ્રાઈવેટ હોસ્પિટલ્સ NHAને સિસ્ટમનો ટેસ્ટ કરવા માટે રિક્વેસ્ટ મોકલે છે. NHA પ્રાઈવેટ હોસ્પિટલ્સને સેન્ડબોક્સ એન્વાયરમેન્ટ અને હેલ્થ ID એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API)ને એક્સેસ કરવા માટે કી પ્રોવાઈડ કરે છે. પ્રાઈવેટ પ્લેયરે સેન્ડબોક્સ હેલ્થ ID બનાવવાનું રહે છે અને APIને સોફ્ટવેર સાથે ઈન્ટિગ્રેટ કરવાનું રહે છે. રેકોર્ડ ટેસ્ટ કરવા માટે સોફ્ટવેર રજિસ્ટર કરો. સિસ્ટમને ચકાસી લીધા બાદ સિસ્ટમના કાર્ય માટે NHA ડેમો માંગશે. ડેમો સફળ રહે ત્યાર બાદ NHA પ્રાઈવેટ હોસ્પિટલને સર્ટીફાઈ કરે છે.

ડિજિટલ હેલ્થ ID શા માટે જરૂરી છે?

આ હેલ્થ IDની મદદથી દર્દીઓ અને ડૉકટરને સરળતા રહેશે. જો કોઈ દર્દી AIIMS, દિલ્હીમાં તપાસ કરાવી રહ્યું છે અને તે અન્ય શહેરમાં જવા ઈચ્છે છે તો દર્દીએ ફાઈલ અને જરૂરી દસ્તાવેજ લઈ જવાની જરૂરિયાત નથી. હેલ્થ IDની મદદથી ડૉકટર સરળતાથી હેલ્થ રેકોર્ડ મેળવી શકશે.
Published by:Kaushal Pancholi
First published: