Explained: એરપોર્ટ અને રેલવે સ્ટેશને માન્ય છે તેવા mAadhaarની આવી રીતે બનાવો પ્રોફાઈલ

પ્રતીકાત્મક તસવીર

mAadhaar પ્રોફાઇલ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર માન્ય આઈડી પ્રૂફ તરીકે સ્વીકારવામાં આવે છે.

  • Share this:
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની mAadhaar સરકારી એપ્લિકેશન છે. આ એપ પર તમે તમારું આધાર લિંક કરી શકો છો. mAadhaar એપ્લિકેશનમાં ઘણી ઉપયોગી સુવિધાઓ છે. એકંદરે ખિસ્સામાં રહેલા આધાર કાર્ડ કરતા પણ mAadhaar વધુ ઉપયોગી છે. mAadhaar ઓળખનો માન્ય પુરાવો હોવાની સાથે ઘણા મહત્વપૂર્ણ સ્થળોએ ઉપયોગ કરી શકાય છે. તે તમારા સ્માર્ટફોન પર 35થી વધુ આધાર સર્વિસ પણ પુરી પાડે છે.

ખૂબ જ કામની છે mAadhaar

mAadhaar પ્રોફાઇલ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનો પર માન્ય આઈડી પ્રૂફ તરીકે સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત આધારની ચકાસણી થઈ શકે તે માટે તમે એપ્લિકેશનના માધ્યમથી E-KYC અથવા ક્યુઆર કોડને સર્વિસ પ્રોવાઇડર સાથે શેર કરી શકો છો. આ એપ્લિકેશન દ્વારા તમે તમારા આધારની સોફ્ટ કોપી બતાવી શકો છો.

જો વેક્સીનેશન સર્ટીફિકેટમાં ભૂલ છે તો CoWin Portal પર જાતે જ સુધારી શકાય છે, એકદમ સરળ છે રીત

mAadhaar પર પ્રોફાઈલ બનાવવા શું છે જરૂરી?

જે વ્યક્તિનું આધાર કાર્ડ તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલ હોય તે mAadhaar Appમાં આધાર પ્રોફાઇલ બનાવી શકે છે. સ્માર્ટફોન પર ઈન્સ્ટોલ mAadhaar એપ્લિકેશનમાં તેમની પ્રોફાઇલ રજીસ્ટર થઈ શકે છે. જોકે, mAadhaar પર તમે તમારું નામ, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી વિગતો અપડેટ કરી શકતા નથી.

આવી રીતે કરો પ્રોફાઈલ રજીસ્ટર્ડ

- પહેલા mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરો.

- ડેશબોર્ડની ટોચ પર રજીસ્ટર આધાર ટેબ પર ટેપ કરો.

- 4 આંકડાનો પિન અથવા પાસવર્ડ બનાવો.

- પ્રોફાઇલને એક્સેસ કરતી વખતે આ પાસવર્ડની જરૂર પડશે જેથી તેને યાદ રાખો.

- હવે વેલીડ આધાર આપી, કેપ્ચા દાખલ કરો.

- વેલીડ ઓટીપી સબમિટ કરો.

- રજિસ્ટર્ડ ટેબ પર હવે રજિસ્ટર્ડ આધાર નામ જોવા મળશે.

- મેન્યુમાં નીચે માય આધાર ટેબ પર ટેપ કરો.

- 4 અંકનો પિન અથવા પાસવર્ડ દાખલ કરો.

- હવે માય આધાર ડેશબોર્ડ દેખાશે.

આત્મનિર્ભર ગુજરાતનું અનોખું ઉદાહરણ એટલે અમદાવાદનો અજય મોદી પરિવાર

ઉલ્લેખનીય છે કે, આ એપમાં તમને બાયોમેટ્રિક લોકિંગ કરવાની સુવિધા પણ મળશે. જેનાથી યુઝર ઈચ્છે ત્યારે જ તેની એપના ડેટાને એક્સેસ કરી શકાશે. એપ્લિકેશનમાં યુઝરની વર્ચુઅલ આઈડી (વીઆઈડી) આપોઆપ જનરેટ અને ફેચ કરી શકાય છે.
First published: