Explained: કેવી રીતે 'પાર્ટ ટાઈમ’ Weather Bloggers ખેડૂતો સુધી હવામાનની સચોટ આગાહી પહોંચાડે છે?

પીએમ મોદીએ ‘મન કી બાત’માં ચેન્નઈના શ્રીકાંતના કેમ કર્યા વખાણ? (તસવીર સાભાર- Twitter/@APweatherman96)

ચેન્નઈના શ્રીકાંત ટ્વિટર પર ‘ચેન્નઈ રેઈન્સ’ નામનું ટ્વીટર હેન્ડલ ચલાવી રહ્યા છે, પીએમ મોદીએ ‘મન કી બાત’માં કેમ કર્યા વખાણ?

  • Share this:
હવામાનના પૂર્વાનુમાનની જાણકારી મેળવીને સામાન્ય લોકોને જાણકારી આપવા માટે પાર્ટટાઈમ બ્લોગર્સ (Part Time Bloggers)નું એક ગ્રુપ કામ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમમાં સાંઈ પ્રણીથ (Sai Praneeth)નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના 24 વર્ષીય IT પ્રોફેશનલ સાંઈ પ્રણીથ તેલુગુ ભાષામાં ખેડૂતોને વાતાવરણના પૂર્વાનુમાનની જાણકારી (Weather Updates to Farmers) આપે છે.

જળવાયુ પરિવર્તન (Climate Change)ની વધતી સમસ્યાઓને કારણે વિશ્વના વાતાવરણ (World Environment) પર ખૂબ જ વિપરીત અસર થઈ છે. માત્ર એક વર્ષના સમયગાળામાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભીષણ આગ અને કેનેડા તથા USમાં ખૂબ જ ગરમીની ઘટનાઓ જોવા મળી છે. ત્યારે ભારતમાં ઓછી આવક ધરાવતા વર્ગ કે જે લોકો અંગ્રેજી સમજી શકતા નથી, તેમની માટે જળવાયુના જોખમની જાણકારી અને સમજ આપવાની જરૂરિયાત છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં વેધર બ્લોગર્સ (Weather Bloggers) કે જેમાં મોટાભાગના લોકો કોલેજના વિદ્યાર્થીઓ છે, તેઓ સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા છે.

ચેન્નઈના શ્રીકાંત ટ્વિટર પર ‘ચેન્નઈ રેઈન્સ’ (Chennai Rains) નામનું ટ્વીટર હેન્ડલ ચલાવી રહ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પુડુચેરી (Puducherry)માં થાને વાવાઝોડું (Cyclone Thane) આવ્યા બાદ તેમણે હવામાન પૂર્વાનુમાનમાં રસ દાખવ્યો હતો. આ વાવાઝોડાને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને તેમના પ્રોજેક્ટ શરૂ થવામાં પણ વાર લાગી હતી. વર્ષ 2014માં બ્લોગ શરૂ કરતા પહેલા તેમણે રિસર્ચ પેપર્સ વાંચીને મૂલ્યાંકન કર્યું હતું અને વેધર બ્લોગર્સ સાથે ચર્ચા કરી હતી.આ પણ જુઓ, VIDEO: Dudhsagar Waterfall: ઊંચા પુલ પર ધોધ વચ્ચેથી નીકળી ટ્રેન, ગોવામાં જોવા મળ્યું અદભૂત દૃશ્ય

સાઈ પ્રણીથે પણ આ પ્રકારે શરૂઆત કરી હતી. તેમણે ગયા વર્ષે ખેડૂતોને સહાય કરવા માટે @APweatherman96 નામના ટ્વિટર હેન્ડલની શરૂઆત કરી હતી. વર્ષ 2015માં પૂર આવ્યા બાદ, એટલે કે તેઓ પહેલેથી જ હવામાન પૂર્વાનુમાનમાં રસ ધરાવતા હતા.

સાઈ પ્રણીથે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “જો ખેડૂતો પાસે હવામાન વિશે યોગ્ય જાણકારી હોત તો તેઓ આ ભારે નુકસાનથી બચી શક્યા હોત. મેં વિચાર્યું કે હું તેમને તેલુગુમાં જાણકારી આપીશ.”

ટ્વિટર પર પ્રણીથને 12,000થી વધુ લોકો ફોલો કરી રહ્યા છે. તેઓ હવામાન પૂર્વાનુમાનની જાણકારી કેવી રીતે આપે છે તે અહીં જણાવવામાં આવ્યું છે.
અન્ય વેધર બ્લોગર નવદીપ દહિયા જણાવ્યું કે, “ભારતમાં જનતા અને ખેડૂતો સુધી પહોંચવાનો સ્કોપ ખૂબ જ ઓછો છે. તેમના ફેસબુક પેજ લાઈવ વેધર ઓફ ઈન્ડિયાને 34,000 લોકો ફોલો કરી રહ્યા છે.”

આવી રીતે પેજ કામ કરે છે...


આ પણ વાંચો, Dholavira: એવું તે શું છે હડપ્પા સંસ્કૃતિના આ શહેરમાં કે UNESCOની વિશ્વ ધરોહરની યાદીમાં તેનો સમાવેશ થયો?

દહિયાએ જણાવ્યું કે, તેઓ ફેસબુક પોસ્ટને હિન્દી અનુવાદ માટે વધુ સુનિશ્ચિત કરે છે, કારણ કે અનેક ખેડૂતો તેમના પેજને ફોલો કરી રહ્યા છે.
First published: