Home /News /explained /ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું સરકાર જપ્ત કરી શકે?

ઘરમાં કેટલું સોનું રાખી શકાય? નિશ્ચિત મર્યાદાથી વધારે સોનું હોય તો શું સરકાર જપ્ત કરી શકે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

How much gold you can kept at your home: આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોનું ક્યાંથી આવ્યું તેનો માન્ય સ્ત્રોત અને પુરાવા આપે તો તે ઇચ્છે એટલું સોનું ઘરમાં રાખી શકે છે.

નવી દિલ્હી: ભારતમાં સોનામાં રોકાણ (Invest in gold) કરવાને ખૂબ પસંદ કરવામાં આવે છે. લોકો સોનામાં રોકાણને ખૂબ જ સુરક્ષિત અને ઉત્તમ (Gold safe investment) માને છે. પરંતુ તમને જણાવી દઈએ કે એક નિશ્ચિત મર્યાદા કરતા વધારે સોનાની ખરીદી કરવા પર તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. હકીતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ની ગાઇડલાઇન પ્રમાણે એક નિશ્ચિત મર્યાદાની વધારે સોનું ખરીદવું જોઈએ નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income tax department)ના જણાવ્યા પ્રમાણે જો તમે સોનું ખરીદો છો તો એ જરૂરી છે કે તમે ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax return)માં તેની જાણકારી આપો. ગાઇડલાઇન પ્રમાણે નિશ્ચિત માર્યાદાથી વધારે સોનું ખરીદવા પર અને બિલ ન હોવા પર આવકવેરા વિભાગની કલમ 132 અનુસાર તમારી પૂછપરછ થઈ શકે છે.

કેટલું સોનું ખરીદી શકાય?

આવકવેરા વિભાગના નિયમ પ્રમાણે જો કોઈ વ્યક્તિ સોનું ક્યાંથી આવ્યું તેનો માન્ય સ્ત્રોત અને પુરાવા આપે તો તે ઇચ્છે એટલું સોનું ઘરમાં રાખી શકે છે, પરંતુ કોઈ વ્યક્તિ આવકનો સ્ત્રોત જણાવ્યા વગર સોનું ઘરમાં રાખવા માંગે છે તો તેના માટે એક મર્યાદા નક્કી છે. નિયમ પ્રમાણે પરિણીત મહિલા ઘરમાં 500 ગ્રામ, અપરિણીત યુવતી 250 ગ્રામ અને પુરુષ ફક્ત 100 સોનું પુરાવા વગર રાખી શકે છે. ત્રણેય કક્ષામાં નિર્ધારીત મર્યાદામાં ઘરમાં સોનું રાખવા પર ઇન્કમટેક્સ સોનાના આભૂષણ ઘરમાંથી જપ્ત નહીં કરે.

આ પણ વાંચો: શું તમે ફ્રીલાન્સિંગથી કમાણી કરો છો? અહીં જાણો તમારે ક્યારે અને કેટલો આવકવેરો ભરવો પડશે

સીબીટીડીએ પહેલી ડિસેમ્બર, 2016ના રોજ એક નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈને વારસામાં મળેલું તેમજ તેની પાસે રહેલા અન્ય સોનું ક્યાંથી આવ્યું તેનો પુરાવો હોય તો તે ગમે એટલા પ્રમાણમાં સોનું અથવા સોનાની જ્વેલરી રાખી શકે છે.

RBIના રિપોર્ટ અનુસાર ગોલ્ડ રીઝર્વ (Gold Reserves)માં પણ 19મી માર્ચના રોજ પુરા થતા સપ્તાહે સામાન્ય વધારો થયો છે. ગોલ્ડ રીઝર્વમાં 8 કરોડ ડોલરનો વધારો થયો છે અને તે 34.63 અબજ ડોલર થયું છે. ગોલ્ડ રીઝર્વમાં સતત બીજા સપ્તાહે વધારો જોવ મળવાનું કારણ વૈશ્વિક સ્તર પર સ્થિર રહેલ સોનાના ભાવ છે.

આ પણ વાંચો:  Income Tax Returns: ઇન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવા છતાં રિટર્ન ફાઇલ કરવાથી થાય છે આ છ લાભ!

ગમે તેટલું સોનું ખરીદી શકાય તેવી માન્યતા : ભારતમાં લોકોને પોતાના પૂર્વજો અને સંબંધીઓ પાસેથી બિલ વગરનું સોનું મળે છે. જો તેમને ભેટ સ્વરૂપે 50,000 રૂપિયાથી ઓછી કિંમતની ગોલ્ડ જ્વેલરી કે પછી વારસામાં ગોલ્ડ, ગોલ્ડ જ્વેલરી કે ઘરેણા મળે છે તો તે ટેક્સેબલ નથી. પરંતુ આવા કેસમાં પણ સાબિત કરવું પડશે કે આ સોનું ભેટમાં મળ્યું છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બિલ કે પુરાવા સાથે સોનું રાખવામાં આવે તો કોઈ સમસ્યા નથી પરંતુ આની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને આપવી જોઈએ. ભારતીયોમાં સોનાને લઈને એક એવી માન્યતા છે કે તેઓ ગમે તેટલું સોનું ખરીદી શકે છે.

આ પણ વાંચો: તમારે કેટલી રકમનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? આ મેથડથી કરો નક્કી

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

આ પણ વાંચો:  બાબા રામદેવની મોટી જાહેરાત! બહુ ઝડપથી લાવીશું પતંજલિનો IPO

સોનું સુરક્ષિત રોકાણ

શેર બજાર ટોંચ પર પહોંચે છે ત્યારે તેમાં નફાની સાથે સાથે જોખમ પણ વધે છે. એવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરે છે. જેનાથી સોનાની કિંમતને સપોર્ટ મળે છે અને ભાવ વધવા લાગે છે.
" isDesktop="true" id="1115754" >

કોરોના સંકટમાં સોનામાં રોકાણ

લોકોએ કોરોનાકાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
First published:

Tags: Gold and silver, Investment, IT Rules, આયકર વિભાગ, ગોલ્ડ, ચાંદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો