Home /News /explained /Explainer: એક્સપાયરી દવાઓને ખરેખર ઝેર શું બનાવે છે, શું થાય છે

Explainer: એક્સપાયરી દવાઓને ખરેખર ઝેર શું બનાવે છે, શું થાય છે

શુ એક્સપાયર થયેલી દવાઓ ખાવી જોખમી બની શકે છે.

Expired Medicines: આપણે એટલું જ સાંભળ્યું છે કે દવાની એક્સપાયરી (expired medicine) ડેટ પૂરી થતાં જ તેને તરત જ ફેંકી દેવી જોઈએ. કહેવામાં આવે છે કે એક્સપાયરી ડેટ (effects of expired medicines) એ તારીખ જે પછી કોઈપણ દવા અસર કરવાનું બંધ કરી દે છે. એવું પણ સાંભળવામાં આવે છે કે ઘણીવાર એક્સપાયરી દવાઓ (how harmful to uses expired drugs)નો ઉપયોગ ખૂબ જોખમી હોઈ શકે છે. ચાલો જાણીએ શું છે વાસ્તવિકતા...

વધુ જુઓ ...
કહેવામાં આવે છે કે એક્સપાયરી ડેટ એ તારીખ જે પછી કોઈપણ દવા અસર કરવાનું બંધ કરી દે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે આ એક્સપાયરી ડેટ માત્ર એક વહેમ છે અને તેઓ બે કે ત્રણ વર્ષ જૂની દવાઓ પણ લઈ શકે છે. હકીકતમાં, આપણામાંના ઘણાને કોઈ પણ દવાની એક્સપાયરીનો અર્થ શું છે અને એક્સપાયરી પછી તેનો ઉપયોગ કરવો યોગ્ય છે કે નહિ તે બરાબર ખબર પણ નથી.

સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે એક્સપાયર્ડ દવા હોવાનો ખરેખર અર્થ શું છે. તમે કોઈ દવા ખરીદો કે આરોગ્ય સંબંધિત કોઈ પદાર્થ, તમને તેમાં બે તારીખો જોવા મળશે. પહેલી તારીખ કે જેના પર દવાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું તે મેન્યુફેક્ચરિંગ ડેટ છે, અને બીજી અક્સપાયરી ડેટ જેના પછી દવાની અસરની ખાતરી કંપની દ્વારા આપવામાં નથી આવતી.

મોટા ભાગે દવાઓ એક પ્રકારનું રસાયણ હોય છે. તમામ રાસાયણિક પદાર્થોની લાક્ષણિકતા એ છે કે સમય પસાર થવાની સાથે તેમની અસર બદલાય છે. દવાઓ સાથે પણ આવું જ થાય છે. હવા, ભેજ, ગરમી વગેરેને કારણે કેટલીક વાર સમય પસાર થવાની સાથે દવાઓની અસરકારકતા ધીમે ધીમે ઓછી થાય છે.

આ પણ વાંચો: શું ડાયાબિટીસ મહિલાઓ માટે વધારે જોખમી છે? જાણો કઈ રીતે બ્લડ શુગર લેવલને પ્રમાણમાં રાખશો

આનાથી આડઅસરો પણ થઈ શકે છે. તેથી જ બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કોઈ કાનૂની ગૂંચવણ ટાળવા માટે તેમના ઉત્પાદનો પર સેટ ડેટ મૂકે છે.

યુ.એસ. તબીબી સંસ્થા એએમએએ 2001માં તપાસ હાથ ધરી હતી, જેમાં 122 વિવિધ દવાઓની 3,000 બૈચ લેવામાં આવી હતી અને તેમની સ્થિરતા તપાસવામાં આવી હતી. આ સ્થિરતાના આધારે એએમએએ લગભગ 88 ટકા દવાઓની એક્સપાયરી ડેટ લગભગ 66 મહિના લંબાવી હતી.

આ પણ વાંચો: વિદ્યાર્થી થકી નશાની હેરાફેરી! સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

આનો સ્પષ્ટ અર્થ એ છે કે મોટાભાગની દવાઓ તેમના પર છપાયેલી એક્સપાયરી તારીખ કરતા ઘણી વધુ કાર્ય ક્ષમતા ધરાવે છે. એએમએ દ્વારા જેની એક્સપાયરી ડેટ લંબાવવામાં આવી હતી તેમાં એમોક્સિસાયલિન, સિપ્રોક્લોક્સેસિન, મોર્ફિન સલ્ફેટ વગેરેનો સમાવેશ થાય છે. જોકે 18 ટકા દવાઓ તેમની એક્સપાયરી સાથે ફેંકી દેવામાં આવી હતી.

શું એક્સપાયરી પછી પણ દવાઓ લઈ શકાય છે? - જો કે આ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તથ્યોથી એ સમજાય છે કે જો કોઈ દવા ટેબલેટ અથવા કેપ્સ્યુલના સ્વરૂપમાં હોય તો તેની અસર તેની અક્સપાયરી તારીખ પછી વધુ સમય સુધી ચાલશે. પરંતુ સિરપ, આંખ, કાનમાં નાખવામાં આવતા ટીપાં અને ઇન્જેક્શનનો ઉપયોગ એક્સપાયર થયા પછી ન કરવો જોઈએ.

આ પણ વાંચો:  આ રીતે શરૂ થઈ હતી IIT, પરાગ અગ્રવાલ સહિત અનેક વિદ્યાર્થીઓ આજે છે અમેરિકામાં CEO

કઈ દવાઓ એક્સપાયર થતાં જ ઝેર થઈ જાય છે? - કેટલીક દવાઓ મેડિકલ એસોસિએશન દ્વારા સૂચવવામાં આવી છે જેનો ઉપયોગ તેમની એક્સપાયરી ડેટ પછી બિલકુલ ન થવો જોઈએ. આ છે દવાઓઃ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી એવી આ દવા તેની એક્સપાયરી ડેટ બાદ બગડવા લાગે છે. આ દવા હૃદયના દર્દીઓને છાતીમાં દુખાવો થાય ત્યારે આપવામાં આવે છે. એક વાર ખોલતાની સાથે જ તેની અસર ખૂબ ઝડપથી ઓછી થવા લાગે છે. લોહી, રસી જેવી દવાઓનો ઉપયોગ ચોક્કસ સમયગાળા પછી ક્યારેય ન કરવો જોઈએ.

આંખોમાં નાખવામાં આવતા ટીપાં. અથવા કોઈ પણ દવાની બોટલમાં સફેદ રુ જેવું તત્ત્વ દેખાય તો તેને ફેંકી દેવું વધુ સારું છે.

કેટલીક વાર આપણે ઇન્ટરનેટ પર વાંચીએ છીએ અને આપણી જાતને ડૉક્ટર તરીકે વિચારીએ છીએ, અને આપણે પણ જાતે જ રોગ ને લગતા નિર્ણયો લઈએ છીએ. પરંતુ જો તમને કોઈ દવા વિશે કોઈ શંકા હોય, તો તેને ફેંકી દેવી વધુ સારું છે. તેનાથી પૈસાનું નુકસાન થઈ શકે છે, પરંતુ તમારી અને તમારી સાથે સંકળાયેલા લોકોની તબિયત સારી રહેશે.
Published by:Riya Upadhay
First published:

Tags: Explained, Know about, Medicines

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन