Home /News /explained /

વૈજ્ઞાનિકોની ચિંતા! પૃથ્વીના વાતાવરણ પર મોટો ખતરો, 60 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસ સ્ટ્રેટોસ્ફિયરને 4 ટકા સંકોચી નાખશે!

વૈજ્ઞાનિકોની ચિંતા! પૃથ્વીના વાતાવરણ પર મોટો ખતરો, 60 વર્ષમાં ગ્રીનહાઉસ ગેસ સ્ટ્રેટોસ્ફિયરને 4 ટકા સંકોચી નાખશે!

પ્રતિકાત્મક તસવીર

સ્ટ્રેટોસ્ફિયર આપણા વાતાવરણનું મહત્વનું આવરણ છે. જેમાં ઓઝોન વાયુ રહેલો છે. ઉપરાંત તે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને પણ ફિલ્ટર કરે છે.

ગ્રીનગાઉસ ગેસના (green house gas) કારણે સ્ટ્રેટોસ્ફિયર (Stratosphere) સંકોચાઈ રહ્યું હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે. આગામી 60 વર્ષમાં સ્ટ્રેટોસ્ફિયર 4 ટકા જેટલું સંકોચાઈ જશે તેવી ચિંતા વિજ્ઞાનિકોએ (Scientists) વ્યક્ત કરી છે.

સ્ટ્રેટોસ્ફિયર એટલે શું?
સ્ટ્રેટોસ્ફિયર આપણા વાતાવરણનું મહત્વનું આવરણ છે. જેમાં ઓઝોન વાયુ રહેલો છે. ઉપરાંત તે અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને પણ ફિલ્ટર કરે છે.

પ્રયોગના શું પરિણામ આવ્યા?
સ્ટ્રેટોસ્ફિયર 35 કિલોમીટર જોડું આવરણ છે. તેને વાતાવરણની બીજું સ્તર ગણવામાં આવે છે. વર્ષ 1980 બાદ સ્ટ્રેટોસ્ફિયર ઉપરની તરફથી 400 મીટર સંકોચાયું છે. જે કુલ સ્તરનો 1 ટકા ભાગ છે. જે સાબિત કરે છે કે આ ગ્રીનહાઉસ ગેસના કારણે થયું છે. સ્પેનની વિગો યુનિવર્સિટીમાં અર્થ સાયન્સના સહયોગી પ્રોફેસર અને અધ્યયનના સહ લેખક જુઆન એન્ટોનિયો એનાલે અનાડોલુ એજન્સીને જણાવ્યું હતું કે, “ગ્રીનહાઉસ ગેસના કારણે 1980થી સ્ટ્રેટોસ્ફિયરમાં દરેક દાયકા દીઠ 100 મીટરથી વધુ સંકોચાયુ છે. ગ્રીનહાઉસ વાયુઓનું વધતું ઉત્સર્જન સ્ટ્રેટોસ્ફિયરના સંકોચનનું મુખ્ય કારણ હોવાનું વિજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે કહ્યું છે. એનાલ આ જ ટીમનો ભાગ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

ગ્રીનહાઉસ ગેસ કેવી રીતે કરે છે નુકસાન
ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણના નીચલા સ્તર ટ્રોપોસ્ફીયરને ગરમ કરે છે. જેના કારણે તે વિસ્તરે છે. ટ્રોપોસ્ફીયરના વિસ્તરણના કારણે દબાણ ઉભું થાય છે અને તે સ્ટ્રેટોસ્ફિયરને ધક્કો મારે છે. તે જ સમયે સ્ટ્રેટોસ્ફિયરને ઠંડુ કરવા કાર્બન મોનોક્સાઇડનો પ્રવેશ થાય છે. આવું જ ચાલશે તો સ્ટ્રેટોસ્ફિયર 2080 સુધીમાં 1.3 કિલોમીટર સુધી ઓછું થઈ જશે. જે તેની કુલ જાડાઈનો 4 ટકા ભાગ છે.

આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

કેવી રીતે થયું અધ્યયન
આ સંશોધન 5 મેના રોજ એન્વાયરમેન્ટ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયું હતું. સ્ટ્રેટોસ્ફિયરનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનિકોએ 1980ના સમયગાળાના સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કર્યો હતો. જેને કેમેસ્ટ્રી કલાઈમેટ કમ્પ્યુટર મોડેલ સાથે જોડી ગ્રીનહાઉસ ગેસની વાતાવરણના સ્તર પર અસર તપાસી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

અલબત્ત હજી સંશોધકોએ સંકોચતા સ્ટ્રેટોસ્ફિયરની અસરોનો વિગતવાર અભ્યાસ કર્યો નથી. પરંતુ તેનાથી જીપીએસમાં ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ટ્રેજેક્ટોરિસ અને અને રેડિયો સંચારને અસર કરે તેવી સંભાવના છે.



15 વર્ષ જેટલા ટૂંકા સમયમાં ગ્રીનહાઉસ ગેસથી થનારી કલાઈમેટ ચેન્જની અસર તપાસવાનું આ સાધન બન્યું છે, તેવું વિજ્ઞાનિકોનું માનવું છે. સંશોધનની અસરો સંશોધકોને ઓઝોન સ્તર પરના સંભવિત પ્રભાવોનો અભ્યાસ કરવા તરફ દોરી શકે છે.
First published:

Tags: Earth

આગામી સમાચાર