Home /News /explained /

Sputnik-V: કઈ રીતે કામ કરે છે આ રશિયન વેક્સીન? જાણો સ્વદેશી રસીથી કેટલી અલગ છે

Sputnik-V: કઈ રીતે કામ કરે છે આ રશિયન વેક્સીન? જાણો સ્વદેશી રસીથી કેટલી અલગ છે

સ્પૂતનીક-V રસી જેવી શરીરમાં પ્રવેશે કે તરત જ ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેને કારણે શરીરમાં એન્ટિબોડી ઉત્પન્ન થાય છે

સ્પૂતનીક-V રસી જેવી શરીરમાં પ્રવેશે કે તરત જ ઇમ્યુન સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેને કારણે શરીરમાં એન્ટિબોડી ઉત્પન્ન થાય છે

ભારતમાં એક તરફ કોરોનાની બીજી લહેરે (India Corona Second Wave) હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમુક રાજ્યોમાં કોરોના રસી (Covid Vaccine)ની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વેક્સીન મામલેની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ રશિયન વેક્સીન સ્પૂતનિક-V (Sputnik-V)ને મંજૂરી આપી દીધી છે. મંગળવારે DCGIએ આ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને શરતી મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ વિદેશી વેક્સીન છે. ત્યારે અહીં આપણે જાણીશું કે આ વેક્સીન શું છે અને તે આપણી સ્વદેશી વેક્સીનથી કઈ રીતે અલગ છે...

ઘણા સમય પહેલા રશિયાએ કામ શરુ કર્યું હતું

બ્રિટિશ મેડિકલ એસોસિએશનની એક વિજ્ઞાન પત્રિકામાં રશિયાની વેક્સીન પ્રક્રિયા અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે, જ્યારે વર્ષ 2020માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોનાને મહામારી જાહેર કરી, ત્યારે મોસ્કો ખાતે આ વેક્સીન પર કામ શરુ થઇ ચૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનને મોસ્કોના ગામેલ્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિયોલોજી અને માઈક્રોબાયોલોજીએ બનાવી છે. આ રસીને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે(RDIF) ફંડિંગ આપ્યું હતું.

59 દેશોએ આપી મંજૂરી

સ્પૂતનિક-Vનું નામ રશિયાએ દુનિયાના પ્રથમ સેટેલાઈટ પરથી આપ્યું છે. આ એડિનોવયર્સ પર આધારિત રસી છે. આ પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ જણાવ્યું હતું કે તેમની બે પૈકી એક પુત્રીએ રશિના બંને ડોઝ લીધા છે અને તે સ્વસ્થ છે. ભારતમાં આ રસીના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી છે તો બીજી તરફ 59 દેશો આ રાશિને મંજૂરી આપી ચૂક્યા છે.

જાણો, આ રસી લેવી રીતે કામ કરે છે

ઉલ્લેખનીય છે કે, આ રસી સામાન્ય શરદી-ખાંસી પેદા કરતા adenovirus પર આધારિત છે. આ રસી કોરોના વાયરસમાં મળી આવતા કાંટાવાળા પ્રોટીનની નકલ કરે છે, જે આપણા શરીર પર સૌ પ્રથમ હુમલો કરે છે. આ રસી જેવી આપણા શરીરમાં પ્રવેશે કે તરત જ ઇમ્યુન સિસ્ટમ (Immune System) સક્રિય થઇ જાય છે. જેને લઈને શરીરમાં એન્ટિબોડી (Antibody) ઉત્પન્ન કરે છે. પરંતુ વેક્સિનમાં નાંખવામાં આવેલા વાયરસ અસલી ન હોવાથી રિપોર્ટમાં કહેવાયું છે કે શરીરને કોઈપણ પ્રકારના સંક્રમણનો ખતરો નથી રહેતો.

આ પણ વાંચો, Positive News: કોરોના સંક્રમિત ત્રણ ગર્ભવતી મહિલાઓએ સ્વસ્થ શિશુઓને આપ્યો જન્મ

શું તફાવત છે આ ત્રણ રસીઓમાં?

જો સ્પૂતનિક-Vની તુલના આપણી સ્વદેશી રસીઓ સાથે કરવામાં આવે તો તે ત્રણેય વચ્ચે કોઈ અંતર નથી. ત્રીજા ચારણના ટ્રાયલમાં સ્પૂતનિક-Vની એફિકેસી 91% જોવા મળી હતી. પરંતુ ભારતમાં ઉપલબ્ધ કોવેક્સિન (Covaxin) અને કોવીશીલ્ડ (Covishield) બંનેની એફીકેસી સ્પૂતનિક-Vની તુલનામાં ઓછી છે. જોકે, આમાંથી કોઈ પણ વેક્સીન એક ડોઝવાળી નથી. ત્રણેય રસીના બે-બે ડોઝ લેવા પડે છે.

આ પણ વાંચો, દેશમાં કોરોનાથી કોહરામ! એક દિવસમાં 1.61 લાખ નવા કેસ, 879 દર્દીનાં મોત

શું હોઈ શકે છે સ્પૂતનિક-Vની કિંમત?

હાલ ભારતના દરેક સરકારી દવાખાના અને હોસ્પિટલમાં કોવીશીલ્ડ અને કોવેક્સિન ફ્રીમાં મળી રહી છે. તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તેની માટે પૈસા ચૂકવવા પડે છે. ત્યારે ભારતમાં સ્પૂતનિક-Vની કિંમત શું હશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જે દેશોએ સ્પૂતનિક-Vની રશિને મંજૂરી આપી છે, ત્યાં તેની કિંમત 700 રૂપિયા જેટલી છે. ત્યારે રશિયાથી આ રસી આયાત કરવામાં આવતા તેની કિંમત વધુ હોઈ શકે છે. જોકે, સાથે જ ભારતમાં આ રસીના ઉત્પાદન અંગે વાત ચાલી રહી હોવાથી રસીની કિંમત ઓછી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ આ રસી માટે 10 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે.મોડર્ના અને ફાઇઝરની રસી ભારતમાં કેમ ન આવી?

યુરોપમાં મોટા પ્રમાણમાં મોડર્ના અને ફાઇઝર રસી આપવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ બંને રસી ભારતમાં કેમ ન આવી? પરંતુ તમને જણાવી દઈએ કે આ રસી હાલ ભારતમાં આવી શકે તેવી કોઈ સંભાવના નથી. કારણ કે અગાઉ જ્યારે ફાઈઝરે ભારતમાં આવવા માટે અરજી કરી હતી ત્યારે ભારતે કહ્યું હતું કે તેમની કંપનીએ ભારતના લોકો પર પણ આ રસીનું ટ્રાયલ કરવું પડશે. પરંતુ તેને આ મંજૂર ન હતું. મહત્વનું છે કે, કોઈપણ રસીની અસર ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વિભિન્ન હોઈ શકે છે. જેથી વેક્સિનનું ત્રાયલ કરવું ખૂબ જરૂરી છે. તો મોડર્નાએ હાજી સુધી ભારતમાં આવવા માટે કોઈ પગલું નથી ભર્યું.
First published:

Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, COVID-19, Dcgi, India Fights Corona, Pandemic, Russia, Sputnik-V, ભારત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन