Home /News /explained /Explained: મગજમાં કઈ રીતે વધે છે અલ્ઝાઇમર, વૈજ્ઞાનિકો આ રીતે સમજાવે છે

Explained: મગજમાં કઈ રીતે વધે છે અલ્ઝાઇમર, વૈજ્ઞાનિકો આ રીતે સમજાવે છે

દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો અલ્ઝાઇમર અને અન્ય પ્રકારના ડિમેન્શિયાથી પ્રભાવિત છે. (પ્રતીકાત્મક ફોટો)

અલ્ઝાઇમરની બીમારીનું સંશોધન મોટાભાગે ઉંદર જેવા લેબ જીવો ઉપર કરવામાં આવે છે. જોકે, આ બીમારી વિશે સંપૂર્ણ ખ્યાલ હજુ સુધી આવ્યો નથી. કારણ કે અલ્ઝાઇમર (Alzheimers) ને મનુષ્યના મગજમાં વિકસિત થવામાં દાયકાનો સમય લાગે છે, જ્યારે પ્રયોગશાળામાં આ જીવો પર અભ્યાસ થોડા સમયમાં જ કરવામાં આવે છે.

વધુ જુઓ ...
  લંડન. દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો અલ્ઝાઇમર (Alzheimers) અને અન્ય પ્રકારની ડિમેન્શિયા બીમારીથી અસરગ્રસ્ત છે, પરંતુ દુનિયામાં તેના ઇલાજની ગતિ મંદ છે. એવું તે માટે છે કે હજુ પણ આ બીમારી પાછળનું કારણ, તે કઈ રીતે વધે છે, તેના વિશે વધારે ખ્યાલ નથી આવ્યો. સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત જૉર્જ મિસલ અને તેના સહકર્મિઓના હાલના રિસર્ચમાં અલ્ઝાઇમરના દર્દીઓના આંકડાનું વિશ્લેષણ વિજ્ઞાનના અન્ય ક્ષેત્રોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો. આ પ્રકારના રિસર્ચિસ મગજમાં અલ્ઝાઇમર બીમારી વધે નહીં તે માટે, વધુ સમજણ કેળવાય તે માટે કરવામાં આવે છે.

  તેની પૃષ્ઠભૂમિને એ રીતે સમજી શકાય છે કે, અલ્ઝાઇમરની બીમારી અને નર્વસ સિસ્ટમ સંબંધિત અન્ય બીમારીઓમાં પ્રોટીન, જે સામાન્ય રીતે સ્વસ્થ મગજ કોશિકાઓનો ભાગ હોય છે, તે માઇક્રો ક્લસ્ટર (સૂક્ષ્મ ગુચ્છા)માં એકસાથે ચોંટવા લાગે છે. દર્દીના મગજમાં આ ક્લસ્ટરના રૂપમાં જમા થવા લાગે છે, જેનાથી મસ્તિષ્કની કોશિકા મરવા લાગે છે અને યાદશક્તિના લોપ થવાના લક્ષણો દેખાવાના શરૂ થાય છે.

  જેમ જેમ આ ક્લસ્ટરની સંખ્યા વધવા લાગે છે, બીમારી વધવા લાગે છે અને હળવા લક્ષણ આવ્યાના વર્ષો બાદ મૃત્યુ થઈ જાય છે. આ ક્લસ્ટરના જમા થવાની પાછળ કેટલીક પ્રક્રિયાઓ જવાબદાર હોઈ શકે છે, પરંતુ હજુ સુધી વિસ્તૃત રીતે વૈજ્ઞાનિકોને એ માહિતી નથી મળી શકી કે આખરે આ ક્લસ્ટર કઈ રીતે બની જાય છે અને તેને નિયંત્રણમાં કઈ રીતે રાખી શકાય.

  આ પણ વાંચો: Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે

  અલ્ઝાઇમરની બીમારીનું સંશોધન મોટાભાગે લેબના જીવો જેવા કે ઉંદરો ઉપર કરવામાં આવે છે. આ બીમારી જિનેટિક પરિબળોનો અભ્યાસ કરવામાં અસરકારક છે, પરંતુ આ બીમારીનું સંપૂર્ણ રીતે તાગ મેળવવા માટે સંશોધન યોગ્ય રસ્તો નથી. એવું તે માટે, કેમ કે, અલ્ઝાઇમર માણસમાં વિકસિત થાય તે માટે દાયકાઓ સુધીનો સમય લાગે છે, જ્યારે પ્રયોગશાળામાં આ જીવો પર અભ્યાસ થોડા સમય માટે જ કરવામાં આવે છે. આ ઊણપને દૂર કરવા માટે સંશોધન કરવામાં આવ્યું અને તેમાં ફિઝિકલ કેમેસ્ટ્રી (ભૌતિક રસાયણ) જેને કેમિકલ કાઇનેટિક્સ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો.

  આનાથી એ સમજી શકાય કે અણુ કઈ રીતે એકબીજાનો સંપર્ક કરે છે. ઉદાહરણ માટે, બ્લીચ કઈ રીતે રંગીન અણુને નષ્ટ કરી દે છે, તેની ખબર માત્ર એ જોઈને લગાવી શકાય છે કે, બ્લીચ જ્યારે લગાવવામાં આવે છે ત્યારે કેટલી ઝડપથી દાગા ગાયબ થયા.

  જોકે, અલ્ઝાઇમરની બીમારીમાં એ સમજવું અઘરું છે, પરંતુ આ પ્રકારનો અભ્યાસ એ સમજવા માટે કરવામાં આવ્યો કે અલ્ઝાઇમરથી ગ્રસિત મનુષ્યના મગજમાં કઈ રીતે ક્લસ્ટર (ગુચ્છા) બને છે.

  આ પણ વાંચો: પહેલી વખત આપણી ગેલેક્સીની બહાર શોધવામાં આવ્યો ગ્રહ – જાણો કઈ રીતે?

  છેલ્લા 10 વર્ષોમાં કેમિકલ કાનિક્સનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવી. પરિણામમાં એ સામે આવ્યું કે, દર્દીઓના મગજમાં પ્રોટીનના ક્લસ્ટર ઝડપથી બને છે, જેનો અર્થ છે કે, એક ક્લસ્ટર નિશ્ચિત સમયગાળા બાદ બે ક્લસ્ટર ઉત્પન્ન કરે છે અને પછી તે ચારમાં પરિવર્તિત થાય છે. આ રીતે તે વધતા રહે છે.

  જે રીતે કોવિડ-19 દરમિયાન એ સામે આવ્યું હતું કે તેનું પ્રસરણ શરૂઆતમાં ધીમું લાગી શકે છે, પરંતુ પછી અચાનક ઝડપથી વધવા લાગે છે. અલ્ઝાઇમરમાં પણ કંઈક આવું જ થાય છે. દર્દીમાં શરૂઆતમાં લક્ષણ સામે નથી આવતા યા તો આંશિક લક્ષણ હોય છે અને આ દરમિયાન જ પ્રોટીનના ક્લસ્ટર બની રહ્યા હોય છે અને તે બાદમાં ઝડપથી બનવા માંડે છે.

  આ પણ વાંચો: World Stroke Day: દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, જાણો સ્ટ્રોકના કારણો, ચિહ્નો અને સારવાર વિશે

  આ અભ્યાસમાં એ ખુલાસો થયો કે, માનવ મગજ આ ક્લસ્ટરની સંખ્યા રોકવામાં સારું કામ કરે છે. ખ્યાલ આવ્યો કે, ક્લસ્ટરને ડબલ થવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગ્યો. આ અભ્યાસનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, કોવિડ-19 મહામારીનો પ્રસાર રોકવામાં દેશો વચ્ચે યાત્રા રોકવી અસરકાર પગલું નથી, જો મૂળ દેશમાં પહેલાથી જ સંક્રમિત લોકોની સંખ્યા બહોળી હોય.

  એ જ રીતે મગજમાં ક્લસ્ટરના વધારાને રોકવું, અલ્ઝાઇમર એક વખત શરુ થઈ જાય પછી અઘરું થઈ પડે છે. આશા છે કે, મગજના જુદા જુદા ક્ષેત્રમાં આ ક્લસ્ટરના વધારાને રોકવું તે સારી રણનિતી હોય. એક દિવસ કદાચ સંશોધકો તેમ કરવામાં સફળ જાય અને અલ્ઝાઇમરના દર્દી વર્ષો સુધી સ્વસ્થ રહી શકે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Alzheimer, Brain, Explained, Research

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन