Hindi Diwas 2021: જાણો, આઝાદી બાદ કેવા પડકારોમાંથી પસાર થઈ હિન્દી ભાષા

દર વર્ષે 14 ઓગસ્ટે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Hindi Diwas 2021: આઝાદી બાદથી હિન્દીના રાષ્ટ્રીય દરજ્જાને લઈ ચર્ચા થતી રહી છે, પરંતુ હિન્દુ આજે તમામ પડકારોની વચ્ચે મજબૂત થઈને ઉભરી છે

  • Share this:
Hindi Diwas 2021: ભારતમાં (India) હિન્દી દિવસને (Hindi Diwas) લઈને ઘણી વાતો કરવામાં આવે છે. ઘણા લોકો તેને ઉજવવાની યોગ્યતા પર સવાલ ઉભા કરે છે, જ્યારે કેટલાક લોકો હિન્દીને (Hindi Language) યોગ્ય સન્માન આપવા માટે હિન્દી દિવસને એક પ્રસંગ તરીકે ઉજવે છે. સાથે જ એક દલીલ પણ કરવામાં આવે છે કે, હિન્દી એક ભાષા તરીકે એટલી સમૃદ્ધ છે કે તેને ઓળખવા અને સમજવા માટે એક દિવસ, સપ્તાહ અથવા પખવાડિયા તરીકે ઉજવવું પૂરતું નથી. અહીં જાણીશું કે હિન્દી દિવસનો ઈતિહાસ (Hindi Diwas History) શું હતો અને તેને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

અંગ્રેજોનો વારસો અંગ્રેજી

હિન્દીને રાષ્ટ્રભાષા (Hindi National Language) બનાવવાના પ્રયાસો આઝાદીના ઘણા સમય પહેલાથી શરૂ થયા હતા. ઘણા વિસ્તારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્થાનિક લોકો હિન્દી સમજી શકતા નથી અને સરકારી કામ માત્ર અંગ્રેજીમાં થાય છે. તેથી અંગ્રેજીને જાળવવું જોઈએ.

રાજકીય ભાષા હિન્દી

સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તે એક મોટો પ્રશ્ન બન્યો હતો કે ઘણી ભાષાઓ અને હજારો બોલીઓના આ દેશને એક ભાષામાં કેવી રીતે બાંધવો? અંગ્રેજીને રાજકીય ભાષા તરીકે રાખવી પણ એક પડકાર હતો. શરૂઆતમાં અંગ્રેજીને થોડા સમય માટે હિન્દીની સમકક્ષ રાખવામાં આવી હતી, ત્યારબાદ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો અને 1953થી દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઉજવણી થવા લાગી.

આઝાદી પહેલાના પ્રયત્નો

હિન્દીને રાષ્ટ્રીય સ્તરે લાવવાના પ્રયાસો મહાત્મા ગાંધીએ ભારતમાં આવ્યા પછી શરૂ કર્યા હતા. તેઓ હંમેશા હિન્દીને રાષ્ટ્રીય એકતાના સૂત્ર તરીકે જોતા હતા અને હકીકત છે કે આજે પણ હિન્દી સમગ્ર દેશને એકજૂથ રાખવાનું કામ કરે છે. માત્ર ગાંધીજી જ નહીં, દેશના દરેક નેતા હિન્દીને આ રીતે આદરથી જોતા રહ્યા.

22 સત્તાવાર ભાષાઓ

આઝાદી બાદ હિન્દી સાથે કુલ 22 ભાષાઓને આજે બંધારણમાં સત્તાવાર સ્થાન મળ્યું છે. સરકારો આમાંથી કોઈપણ ભાષાને અધિકારીક ભાષા તરીકે પસંદ કરી શકે છે. કેન્દ્રએ આ માટે હિન્દી અને અંગ્રેજી બંને પસંદ કર્યા. આજે 22 સત્તાવાર ભાષાઓ હિન્દી સાથે આસામી, બંગાળી, ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંતલી, સિંધી, તમિલ, તેલુગુ, બોડો, ડોગરી, અને ગુજરાતી સમાવેશ થાય છે.

ગાંધીજીની હિન્દી લોબિંગનું કારણ

આજે હિન્દીને ઘણા રાજ્યોમાં સ્થાનિક ભાષાના અસ્તિત્વના રૂપે ખતરો માનવામાં આવે છે. આજની પેઢીને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારે મહાત્મા ગાંધીએ (Mahatma Gandhi) હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા માટે લોબિંગ શરૂ કર્યું હતું. ત્યારે તેમણે એ વાતનું ધ્યાન રાખ્યું કે, દક્ષિણના રાજ્યોમાં પણ હિન્દી બોલાય છે.

આ પણ વાંચો, ગાંધી ટોપીનું રાજકારણ : શું ગાંધીજી ખરેખર ટોપી પહેરતા હતા? જાણો રસપ્રદ અજાણી વાતો

છેલ્લા 72 વર્ષમાં હિન્દી દિવસોએ ઘણા પડાવ જોયા છે. આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 1965માં ભાષા સુધારા બિલમાં અંગ્રેજીને ફરજિયાત બનાવવામાં આવી હતી. જે બાદ હિન્દી અને અંગ્રેજી એક સાથે રહ્યા. 1990ના દાયકામાં ઉદારીકરણ અને આંતરરાષ્ટ્રીયકરણના યુગમાં અંગ્રેજીના વર્ચસ્વની ચર્ચા હેડલાઇન્સમાં રહી.

આ પણ વાંચો, લેબનોનમાં આ કારણે સર્જાઈ આર્થિક કટોકટી, બ્રેડનું પેકેટ લેવા પણ ઉભા રહેવું પડે છે લાઈનમાં

21મી સદીમાં હિન્દી અને અંગ્રેજી પર ચર્ચા યથાવત રહી. ઘણી વખત એવી આશંકાઓ હતી કે અંગ્રેજી હિન્દી પર હાવી થઈ જશે, પરંતુ હિન્દીએ પણ પોતાનો વ્યાપ વધાર્યો. આજે ઈન્ટરનેટ, મોબાઇલ પર હિન્દીની નોંધપાત્ર હાજરી છે, આંતરરાષ્ટ્રીય બજારની નજર આ ભાષાની સંભાવનાઓ પર છે. ભારતનો ઈતિહાસ, હિન્દી સાહિત્ય સાથે પૌરાણિક સાહિત્ય હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. આજે હિન્દી પહેલા કરતા વધુ અસરકારક બનતી જણાય છે.
First published: