Home /News /explained /

Explained: એક સમયના ઠંડાગાર સાઈબેરિયાનું તાપમાન પટના અને નાસિક જેટલું શા માટે થઈ ગયું?

Explained: એક સમયના ઠંડાગાર સાઈબેરિયાનું તાપમાન પટના અને નાસિક જેટલું શા માટે થઈ ગયું?

પ્રતિકાત્મક તસવીર - (pixabay)

વિશ્વના સૌથી ઠંડાગાર વિસ્તારોમાં રશિયાનું નામ સામેલ છે. એમા પણ સાઈબેરિયા સૌથી ટોચના ક્રમે છે. અહીં આખું વર્ષ લોકોને કાળજી રાખવી પડે છે. નહીંતર જીવ પર જોખમ હોય છે

વિશ્વના સૌથી ઠંડાગાર વિસ્તારોમાં રશિયાનું નામ સામેલ છે. એમા પણ સાઈબેરિયા સૌથી ટોચના ક્રમે છે. અહીં આખું વર્ષ લોકોને કાળજી રાખવી પડે છે. નહીંતર જીવ પર જોખમ હોય છે. આ જ કડકડતી ઠંડીએ રશિયાને એડોલ્ફ હિટલર અને નેપોલિયન જેવી તાકાતથી બચાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારો એટલા ઠંડા છે કે સામાન્ય જીવનની ગતિ પણ જુદી હોય છે. દરેક વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલ હોય છે. ઘણા રશિયન શહેરોમાં સતત હિમવર્ષાના કારણે માછલીઓ અને માંસને દુકાનોની બહાર સજાવી દેવાય છે. ઠંડીના કારણે તે મહિનાઓ સુધી તાજા રહે છે.

કઈ હદ સુધી ઠંડી પડે છે?

સાઈબેરિયા સાથે જોડાયેલા વિસ્તારોમાં શિયાળામાં બરફથી જામીને જમીન એટલી કડક થઇ જાય છે કે મૃત્યુ બાદ લોકોને કબરમાં દફનાવવા પણ મુશ્કેલ બને છે. બે-ત્રણ દિવસ જમીનને ઓગાળીને ખોદવા છતાં દફન કરી શકાતા નથી. જાન્યુઆરીમાં સામાન્ય રીતે અહીં સરેરાશ તાપમાન માઇનસ 50 ડીગ્રી જેટલું હોય છે.

18 ડીગ્રી એટલે કાળઝાળ ગરમી

અહીં સૌથી ઓછું તાપમાન -71.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જુલાઈમાં ગરમીની સિઝન હોય છે. ત્યારે દિવસનું તાપમાન 18.7 ડિગ્રીની આસપાસ થઈ જાય છે. આ તાપમાન અહીંનું સૌથી ગરમ તાપમાન છે. જેમાં લોકો બહાર ફરવા નીકળે છે.

સંસ્થાઓનું શું કહેવું છે?

હવે આ જગ્યા ગરમ થઈ રહી છે. યૂરોપિયન યુનિયન અર્થ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામના મત મુજબ આ જગ્યાએ તાપમાન 48 અથવા 30થી ઉપરની સપાટીએ પહોંચી ગયું છે. આગાઉ આ જ સ્થળોએ તાપમાન હંમેશા માઇનસમાં રહેતું હતું.

આ પણ વાંચો  - ચીનની coronaVac 3થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે સુરક્ષિત- લૈંસેટનો રિપોર્ટ

તાપમાનમાં ચોંકાવનારે ફેરફાર

સાઈબેરિયાના વર્કોજૈક્સક નામના શહેરમાં લગભગ 48 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે જ saskylah શહેરમાં ગરમી 30 ડિગ્રીથી વધી ગઈ હતી. રશિયાની રાજધાની મોસ્કોમાં પણ રેકોર્ડબ્રેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ વર્ષ 1901માં મોસ્કોમાં 34.7° સે તાપમાન નોંધાયું હતું. જેના કારણે ત્યાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

પટના અને ઉદયપુર સાથે રશિયાના શહેરોની સરખામણી શા માટે?

રશિયામાં 23 જૂને તાપમાન 34.8 ડીગ્રી સેલ્શિયસ હતું. તેના એક દિવસ પહેલા મોસ્કોમાં ખૂબ ગરમી પડતા છેલ્લા 120 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. જો ભારતીય શહેરો સાથે સરખામણી કરવામાં આવે તો પટના અને ઉદયપુરમાં પણ તાપમાન 33 ડિગ્રીની નજીક જ રહે છે.

જંગલમાં આગની ઘટનાઓ

વધતા તાપમાનની અસર માત્ર માણસો પર નથી પડી રહી, જંગલમાં પણ દાવાનળ ફાટી નીકળે છે. આર્કટિક ટુડે વેબસાઇટના મત મુજબ આ જૂનમાં સાઇબેરીયાના દાવાનળમાં વધારો થયો છે. ઉપરાંત અન્ય સ્થળોએ પણ આવા અકસ્માતો જોવા મળે છે. જ્યારે તાપમાન સામાન્ય કરતાં 15 ડિગ્રી સેલ્સિયસ ઉપર હોય ત્યારે આવું થાય છે. સતત ત્રીજા વર્ષે રશિયાનો આર્કટિક ભાગ પણ આગની લપેટમાં છે. આની અસર છેક યુરોપ સુધી પહોંચી છે. બલ્ગેરિયા, એસ્ટોનીયા અને રોમાનિયામાં પણ તાપમાન સરેરાશ કરતા ઘણું વધુ રહે છે.

તાપમાનમાં આવેલ ફેરફારનું કારણ શું?

આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. કારખાનાઓ સ્થાપવા, ખનન અને ઝાડ કાપવા જેવી માનવ પ્રવૃત્તિઓને કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. હવે ગ્લોબલ વોર્મિંગ ફક્ત નિબંધો લખવાનો વિષય નથી. જોખમ વાસ્તવિક છે. આપણે આપણી આજુબાજુ આ ગરમી અનુભવીએ છીએ. ગ્લોબલ વોર્મિંગ કારણે ધ્રુવીય પ્રદેશોમાં બરફ પીગળી રહ્યો છે.

ડેટા શું કહે છે?

આંકડા ખૂબ ચોંકાવનારા છે. 1994થી 2017ની વચ્ચે 280 લાખ ટન બરફ ઓગળ્યો હતો. જેનાથી સમુદ્રની સપાટી વધી અને તેનું તાપમાન વધ્યું હતું. લીડ્સ યુનિવર્સિટીમાં કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડની બરફની સપાટી સિવાય સમગ્ર વિશ્વમાં 2,15,000 બરફના પર્વતો છે. હાલ દાયકાઓમાં આ બરફના ઓગળવાના દરમાં વધારો થયો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી છે. દર વર્ષે મહત્તમ તાપમાનના રેકોર્ડ તૂટી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ રોડિંગના પર્યાવરણશાસ્ત્રી ઈડ હોકીન્સના મત મુજબ આ ખૂબ બિહામણી બાબત છે. આ સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવું વિશ્વ હવામાન સંગઠન કહે છે.
First published:

Tags: Global Warming, High temperature in siberia, Siberia

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन