Guru Tegh Bahadur Martyrdom Day: આજે છે ‘ગુરુ તેગ બહાદુર શહીદી દિવસ’, જાણો તેમનાથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

દર વર્ષે 24 નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. (Image- Shutterstock)

Guru Tegh Bahadur Martyrdom Day 2021: શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરે પોતાના સમુદાયના લોકો માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. દર વર્ષે 24 નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  • Share this:
    Guru Tegh Bahadur Martyrdom Day 2021: શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરે તેમના સમુદાયના લોકો માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ગુરુ તેગ બહાદુરને ઘણીવાર ‘હિંદ કી ચાદર’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે ભારતની ઢાલ. તેમને સૌથી નિઃસ્વાર્થ શહીદ માનવામાં આવે છે અને તેમની શહાદત દર વર્ષે 24 નવેમ્બરના રોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ (Guru Tegh Bahadur Martyrdom Day) તરીકે ઉજવવામાં આવે છે.

    1675માં દિલ્હીના ચાંદની ચોકમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા ગુરુ તેગ બહાદુરની હત્યા કરવામાં આવી હતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીના નોએલ કિંગના શબ્દોમાં, ‘ગુરુ તેગ બહાદુરની શહાદત માનવ અધિકારો માટે વિશ્વમાં પ્રથમ હતી.’ ઔરંગઝેબ ભારતને ઇસ્લામિક રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવા માંગતો હતો, તેથી હિંદુઓને ઇસ્લામ સ્વીકારવાની ફરજ પડી. પંડિત કૃપા રામના નેતૃત્વમાં 500 કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ ગુરુ તેગ બહાદુરની મદદ લેવા આનંદપુર સાહિબ ગયું હતું.

    ઔરંગઝેબના અત્યાચારો વિશે જાણ્યા પછી, ગુરુ તેગ બહાદુરના પુત્ર ગોવિંદ રાયે કહ્યું કે ભારતના લોકોની સમસ્યાઓ હલ કરવા માટે તેમના પિતાથી વધુ સક્ષમ કોઈ નથી. ગુરુ તેગ બહાદુરને સમજાયું કે તેમનો પુત્ર હવે ગુરુની ગાદી લેવા માટે તૈયાર છે અને તેથી તેણે વધુ વિચાર કર્યા વિના પંડિતોને ઔરંગઝેબને એ જણાવવા કહ્યું કે, જો તે ગુરુજીને ઇસ્લામમાં ફેરવવામાં સક્ષમ છે, તો દરેક વ્યક્તિ આ નિયમનું પાલન કરશે.

    આ પણ વાંચો: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    ત્યારબાદ ક્રૂર શાસક સમક્ષ ગુરુ તેગ બહાદુરની ધરપકડ કરવામાં આવી હતી અને ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ ગુરુજી અને તેમના અનુયાયીઓને પાંચ દિવસ સુધી શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમને આધીન થવા માટે ગુરુજીના અનુયાયીઓને તેમની સામે જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

    અંતે, મુઘલ સમ્રાટ ઔરંગઝેબના તમામ પ્રયાસો છતાં ગુરુ તેગ બહાદુરે ઇસ્લામ સ્વીકાર્યો ન હતો અને તમામ અત્યાચારોનો ખૂબ જ નિશ્ચય સાથે સામનો કર્યો હતો. ગુરુ તેગ બહાદુરની ધીરજ અને સંયમથી ગુસ્સે થઈને, ઔરંગઝેબે ચાંદની ચોક ખાતે તેમનું માથું કાપી નાખવાનો આદેશ જારી કર્યો. 24 નવેમ્બર 1675ના ગુરુ તેગ બહાદુરે ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.

    ગુરુ તેગ બહાદુર વિશે વધુ જાણો..

    1. ગુરુ તેગ બહાદુરે ઓરંગઝેબના સ્શાસ્ન દરમ્યાન ઇસ્લામમાં બિન-મુસ્લિમોના જબરદસ્તી ધર્માંતરણનો વિરોધ કર્યો હતો.

    2. દિલ્હીમાં મુઘલ સમ્રાટ ઓરંગઝેબના આદેશ પર 1675માં તેમની સાર્વજનિક હત્યા કરવામાં આવી હતી.

    3. દિલ્હી સ્થિત ગુરુદ્વારા સિસ ગંજ સાહિબ અને ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ તેમના પ્રાણદંડ અને દેહ સંસ્કારના સ્થળ છે.

    આ પણ વાંચો: બિરસા મુંડા જયંતિ, જાણો શા માટે આદિવાસી તેમને ભગવાન માને છે

    4. ગુરુ તેગ બહાદુરના ગુરુ તરીકે કાર્યકાળ 1665થી 1675 સુધીનો રહ્યો.

    5. ગુરુ ગ્રન્થ સાહિબમાં, ગુરુ તેગ બહાદુરના 115 ભજનો છે.

    6. ગુરુ તેગ બહાદુરને લોકોની નિસ્વાર્થ સેવા માટે યાદ કરવામાં આવે છે.

    7. તેમણે પહેલાં શીખ ગુરુ- ગુરુ નાનકના ઉપદેશોને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં યાત્રા કરી હતી.

    8. ગુરુ તેગ બહાદુર જ્યાં પણ ગયા, સ્થાનિક લોકોએ સામુદાયિક રસોઈ અને કૂવા બનાવ્યા.

    9. આનંદપુર સાહેબ, પ્રસિદ્ધિ પવિત્ર શહેર અને હિમાલય સટા એક વૈશ્વિક પર્યટક આકર્ષણ સ્થળ, ગુરુ તેગ બહાદુર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.
    Published by:Nirali Dave
    First published: