Home /News /explained /

આજે હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ, જાણો ગ્રાહકો-વેપારીઓને શું થશે ફાયદો, નુકસાન

આજે હોલમાર્કિંગના વિરોધમાં ગુજરાતના જ્વેલર્સની હડતાળ, જાણો ગ્રાહકો-વેપારીઓને શું થશે ફાયદો, નુકસાન

સુરેન્દ્રનગરના સોનીઓ વિરોધમાં જોડાયા છે.

Jewellers strike against HUID: કાયદાના વિરોધમાં અમદાવાદના 10 હજાર જ્વેલર્સ વિરોધમાં સાથ આપીને આજે બંધ પાળશે.

    અમદાવાદ : સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્કની (hallmark on gold jewellery) સિસ્ટમ લાગુ કરી ફરજીયાત એચયુઆઈડી (HUID) સિસ્ટમ લગાવવા કરેલા હુકમના કારણે ગુજરાત (Gujarat jewellers strike for GUID) સહિત દેશભરમાં સુવર્ણકારોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે સુવર્ણકારોએ હોલમાર્કના વિરોધમાં સોમવારે, આજે દેશવ્યાપી હડતાળનું (strike for HUID) એલાન કર્યું છે. આજે ગુજરાત જ્વેલર્સ એસો. હોલમાર્ક યુનિક IDના વિરોધમાં હડતાળ કરી રહ્યાં છે. કાયદાના વિરોધમાં અમદાવાદના 10 હજાર જ્વેલર્સ વિરોધમાં સાથ આપીને આજે બંધ પાળશે. આ કાયદા અંગે વેપારીઓની દલીલ છે કે, HUIDના અમલથી સરકાર ગ્રાહકોને ટ્રેક કરી રહી છે. સાથે સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇન્સ્પેક્ટર રાજ આવી જવાની સંભાવના નકારી શકાય નહીં. જેને કારણે જ્વેલર્સ અને ગ્રાહકોને નુકસાન થઈ શકે છે માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, HUIDના કાયદા અંતર્ગત દેશભરના જ્વેલર્સની એક નેશનલ ટ્રાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેને પ્રતીક હડતાલની જાહેરાત કરી છે.

    'આ કાયદાથી જ્વેલર્સ ધંધો બંધ કરી દે તેવી પરિસ્થિતિ પણ આવી શકે'

    ગુજરાત જ્વેલર્સ એસોસિયેશનના ઝવેરભાઈ ઝવેરી તથા અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, HUIDના કાયદામાં સોનાના દાગીના કાપવાના, ઓગાળવાના તેમજ બનાવવાના તમામ મુદ્દાઓને આવરી લેવાયા છે. કોઈ સંજોગોમાં કોઇ ગ્રાહક પોતાના સોનાના દાગીના જ્વેલર્સને રિપેરીંગ માટે આપે તો આ કાયદા મુજબ બે ગ્રામથી વધારેના દાગીનાને ફરીથી HUID કરાવવાની નોબત ઊભી થાય તેમ છે. સાથે સાથે આ કાયદાના અમલથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્પેક્ટર રાજનો અમલ શરૂ થઈ જાય તેમજ જ્વેલર્સ સામે ફોજદારી કાયદાની જોગવાઈ અને તેનું લાઇસન્સ તાકીદે રદ કરવાની જોગવાઈ છે. જેને કારણે જ્વેલર્સ ધંધો કરતા ડરે અને જ્વેલર્સ ધંધો પણ બંધ કરી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.



    'જવેલર્સના ધંધા પર માઠી અસર પહોંચાડે'

    આ અંગે અમરેલી જિલ્લાના સુવર્ણકાર સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પરીખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારે લાગુ કરેલો એચયુઆઈડીનો કાયદો જવેલર્સના ધંધા પર માઠી અસર પહોંચાડે છે. અહીં વેપારી કરતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે, સરકાર દ્વારા 16મી જૂનથી દેશના 256 જિલ્લામાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં HUID ફરજિયાત કરી દીધું છે. હવે આ મુદ્દે જ્વેલર્સની રજૂઆત છે કે, દેશમાં એટલા સેન્ટર પણ નથી કે, જેના દ્વારા તમામ દાગીના ઉપર HUID કરાવી શકાય. જો આ કરાવવા જાય તો વર્તમાન આ સ્થિતિમાં જેટલા દાગીના છે તે તમામનું HUID થવામાં 4થી 5 વર્ષનો સમય લાગી જાય.



    'હોલમાર્કિંગના કારણે છેતરપિંડી અટકશે'

    ORRAના ચીફ ઓપરેટિંગ ઓફિસર સેસીલ ડે સાન્ટા મારીયા કહે છે કે, અગાઉ કેટલાક જ્વેલર્સ ગ્રાહકો પાસે 22 કેરેટ જ્વેલરીનો ચાર્જ વસૂલી માત્ર 18 કેરેટ જ્વેલરી જ આપતા હતા. પણ હવે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ આવી છેતરપિંડી થતી અટકાવશે. જ્વેલરીની ખરાઈ કરવા માટે ઘણી વખત ફાયર પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેથી હોલમાર્કિંગમાં નિયમના કારણે તમને જ્વેલરીમાં આવો ભાગ જોવા મળી શકે છે. જોકે, તમારે આવા સ્ક્રેપ કાઢીને જે મેળવો છે, તેના જ પૈસા ચૂકવવાના છે.

    લોગોના માધ્યમથી તમે જ્વેલરીનો પીસ હોલમાર્ક થયેલો છે કે નહીં તે જાણી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, હોલમાર્ક કરેલા જ્વેલરી પીસ પર ત્રણ લોગો જોવા મળશે. જેમાં એક BIS લોગો, એક ગુણવત્તાનો માર્ક અને છ આંકડાના હોલમાર્કિંગ યુનિક આઈડીનો સમાવેશ થાય છે. તેમાં જ્વેલરનો લોગો જોવા નહીં મળે.



    ગ્રાહકોને દાગીના મળવામાં સમય લાગશે

    ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ડાયરેક્ટર દિનેશ જૈન કહે છે કે, જૂન મહિના પહેલા ગ્રાહકો માટે ઘણી અનુકૂળતા હતી. તેઓ 24 ઇંચની ચેઇન 20 ઇંચની કરાવવા માંગે તો શોપ કે શોરૂમનો કારીગર તેની લંબાઈ ઘટાડી શકતો હતો. પરંતુ હવે આ પ્રક્રિયા મુશ્કેલ થઈ ગઈ છે. હવે તે ચેઇનને વજન માટે ફરી લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ત્યાં તે સર્ટિફાઇડ થશે અને ત્યારબાદ ગ્રાહકને આપવામાં આવશે. જેથી જ્વેલરીમાં તાત્કાલિક ફેરફારની બાબત ભૂતકાળ બની જશે. જેથી જ્વેલરી બનાવડાવતી વખતે આ બાબતને ધ્યાને રાખવી જોઈએ. લેબોરેટરી અત્યારે હોલમાર્કિંગ માટે 14 દિવસથી વધુનો સમય લે છે. આ કામ અગાઉ માત્ર 24થી 48 કલાકમાં થતું હતું.

    દાગીના પર ત્રણ લોગો જોવા મળશે

    ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું કહેવું છે કે, હોલમાર્ક કરેલા જ્વેલરી પીસ પર ત્રણ લોગો જોવા મળશે. જેમાં એક BIS લોગો, એક ગુણવત્તાનો માર્ક અને છ આંકડાના હોલમાર્કિંગ યુનિક આઈડીનો સમાવેશ થાય છે. તેમાં જ્વેલરનો લોગો જોવા નહીં મળે. આ એક્ટ હેઠળ કુંદન,જડાઉ અને પોલ્કી જ્વેલરીના હોલમાર્કિંગ માટે છૂટ આપવામાં આવી છે. તે ગ્રાહકની વિનંતી પર શુદ્ધતા માટે સ્વેચ્છાએ ચકાસી શકાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: HALLMARK, ગુજરાત, હડતાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन