Home /News /explained /

Explained: ગુજરાતમાં હનીટ્રેપ ગેંગની શું હોય છે મોડસ ઓપરેન્ડી? નિષ્ણાતોના મતે બચવાના ઉપાયો

Explained: ગુજરાતમાં હનીટ્રેપ ગેંગની શું હોય છે મોડસ ઓપરેન્ડી? નિષ્ણાતોના મતે બચવાના ઉપાયો

પ્રતીકાત્મક તસવીર

આજકાલ સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો ચાલી રહ્યો છે. ત્યારે લોકોને કઇ રીતે સારી સારી લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા સરળ બની ગયું છે.

અમદાવાદ:  રાજ્યમાં (Gujarat) હનીટ્રેપના (honey trap) કિસ્સાઓ ચિંતાજનક રીતે સામે આવી રહ્યાં છે. ત્યારે દરેકે આવા લોકોને ઓળખીને તેમની મોડસ ઓપરન્ડીને (modus operandi) સમજી તે સફળ ન થાય તે માટે થોડું સતર્ક રહેવાની જરૂર છે. તો આજે આપણે હનીટ્રેપના ટ્રેપમાં કઇ રીતે ન આવાય તે અંગેની નિષ્ણતો પાસેથી માહિતી મેળવી શું.

કઇ રીતે શિકાર બનાવાય છે?

આજકાલ સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો ચાલી રહ્યો છે. ત્યારે લોકોને કઇ રીતે સારી સારી લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા સરળ બની ગયું છે.  એકાઉન્ટ ધારક મહિલાઓ કમાતા ધમાતા યુવાનો કે કોઇપણ ઉંમરના લોકો સાથે મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે હની ટ્રેપનો સિલસિલો. આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે, બાદમાં વીડિયો કોલથી વાત કરે છે અને અનેક વાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે.
યુવતીની વાતોમાં આવીને મોટાભાગે પુરુષો તેઓ કહે તેમ કરે છે. જે બાદ આ વીડિયો કોલ રેકોર્ડ થાય છે. જે બાદ તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પુરુષો પાસેથી મોં માંગ્યા રૂપિયા પડાવવામાં આવે છે. અને આખરે આ પુરુષો હનીટ્રેપનો શિકાર બને છે. મોટાભાગે યુવતીઓ સાથે આખી એક ટોળકી હોય છે જે આવા પુરુષોની શોધમાં હોય છે.


અમદાવાદમાં કોરોનાના કહેર સાથે હવા પણ બની ઝેર: દિલ્હી અને પુના કરતા હવા બની વધારે દૂષિત

ટ્રેપ કરવામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ થાય છે

ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વધુ ઉપયોગ હાનિકારક સાબિત થતો હોય છે. કારણ કે સાયબર ક્રિમિનલ્સ આવા જ મીડિયા માધ્યમોના થકી હનીટ્રેપ અને બ્લેકમેલીંગ અને હેકિંગનો શિકાર બનાવી રહ્યા છે. આવા જ બનાવો પોલીસના ધ્યાને પણ આવતા હોય છે.  તાજેતરના એક વર્ષની વાત કરીએ તો લૉકડાઉનમાં લોકો પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા અને હવે કેટલાકને તેનું વળગણ પણ થવા માંડ્યું છે. હવે આ સમયનો લાભ કેટલીક ટોળકીઓ ઉઠાવી રહી છે.આ ટોળકીઓ લોકોને ઇન્સ્ટાગ્રામ  અને ફેસબુક પર ફેક આઈડી બનાવી રિકવેસ્ટ મોકલીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને યુવક યુવતીઓને ઓનલાઇન ફસાવે છે.  જે બાદ તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે. આવી ફરિયાદોમાં ઘણો વધારો થયો છે. જેથી  સાયબર ક્રાઇમ વિભાગ પણ એલર્ટ થઈ ગયુ છે.

શુ હોય છે હનીટ્રેપ?

હનીટ્રેપ સોશિયલ મીડિયા થકી વધારે થાય છે. લોકો સતત વોટ્સએપ, ટીન્ડર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહી યુવતીઓના સંપર્ક કરતા હોય છે. જે યુવતીઓ પહેલા મિત્રતા કરે છે. પોતે એકલી છે, ડિવોર્સી છે, જીવનમાં બહુ સમસ્યા છે તેવી વાતો કરી પુરુષોને લાગણીશીલ બનાવે છે. બાદમાં થોડા જ સમયમાં આ યુવતીઓ સેક્સ્યુલ તરફ વળે છે. ધીરે ધીરે વીડિયો કોલ પર વાત શરૂ કરે છે અને તે વિડીયો કોલમાં યુવાતો પાસે એવી હરકત કરાવતી હોય છે કે જેનાથી પુરુષોને બ્લેકમેઇલ કરી શકાય. આવી જ બાબતો એકબીજાને મળીને પણ કરવામાં આવતી હોય છે. પણ આ તમામ ઘટનાઓનું યુવતીઓ કે તેમના મળતિયા રેકોર્ડિંગ કરતા હોય છે. જેના આધારે વીડિયો વાયરલ કરીને બદનામ કરવાનું જણાવી પૈસા પડાવવામાં આવે છે અને પુરૂષો આખરે હનીટ્રેપનો શિકાર બનતા હોય છે.

અમદાવાદ: 'શાકમાં જાણી જોઇને મીઠું ઓછું નાંખ્યું છે' કહી, પતિ અને સાસરિયાઓએ માર્યો ગડદાપાટુ માર

આ અંગે નિષ્ણાતોનું શું માનવું છે?

આ અંગે સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડે જણાવે છે કે, ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન જ આ હનીટ્રેપ ના શિકાર બનતા હોય છે. ટિન્ડર જેવી એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા પુરુષ અને યુવતી ફોન પર મુલાકાત કરે છે અને બાદમાં આ મુલાકાત રૂમ સુધી પહોંચે છે. કેટલાય એવા પુરુષો છે જે પત્નીના શારીરિક સુખથી સંતુષ્ટ નથી હોતા અથવા એકલા હોય છે.
જે લોકો ઓનલાઈન ડેટિંગ માટેની ટિન્ડર જેવી અન્ય એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્વરૂપવાન યુવતી સાથે મિત્રતા કરતા હોય છે. મિત્રતા ધીમે ધીમે આગળ વધે છે. બાદમાં યુવતી અને તે પુરુષ અલગ અલગ હોટલ, કોફીબાર અને જાહેર સ્થળ પર મુલાકાત કરે છે. ત્યારે આ પુરુષો યુવતીની માયાજાળમાં ફસાઈ ચુક્યા હોય છે અને વધુ અંગત મુલાકાત કરવાનું કહેતા યુવતીઓ કોઈ હોટલ રૂમ કે ઘરે આ પુરુષોને બોલાવી અંગત પળો માણવાની શરૂઆત કરતા જ હનીટ્રેપની શરૂઆત થઈ જતી હોય છે.


કેવા લોકો આમા ફસાય છે?

સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ તાજેતરમાં જ્યારે આવા હનીટ્રેપના કેસમાં આરોપીઓની ધરપકડ કરી ત્યારે જણાવ્યું હતું કે, જે પણ પુરુષો આ હનીટ્રેપમાં ફસાય છે તે લોકોએ માત્રને માત્ર સોશ્યલ મીડિયા પર યુવતીઓના સંપર્ક શોધ્યા હોય છે. તેમાં કેટલીક મોહક અદાઓમાં ફોટો અને વીડિયો અપલોડ કરનારી યુવતીઓ આ પુરુષોને મોહી જાય છે અને આખરે તે યુવતી સાથે સંબંધો બનતા લોકો હનીટ્રેપનો શિકાર બને છે. જેથી અલગ અલગ એપ્લિકેશનો પર સિક્યોરિટી ફીચર્સ લોકોએ એક્ટિવ રાખવા જોઈએ અને આ પ્રકારના સર્ચિંગ ન કરવા જોઈએ. લોકો આવી યુવતીઓને સર્ચ કરી મિત્રતા કરે છે ત્યારે આ હનીટ્રેપનો સિલસિલો શરૂ થાય છે.

અમદાવાદના કેવા કિસ્સા બન્યા છે?

કિસ્સો 1 - બિઝનેસમેનના છૂટાછેડા થતા યુવતીના સંપર્કમાં આવ્યો અને હનીટ્રેપનો શિકાર બન્યો

અમદાવાદમાં એક હાઇપ્રોફાઇલ હનીટ્રેપ કેસ સામે આવ્યો હતો. જેમાં પોલીસે બે પ્રેમી પંખીડાની ધરપકડ કરી હતી. અને તે કેસમાં વધુ એક આરોપીની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કરી હતી.  શહેરમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને જાનવી નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં જાનવીએ તેનું ટોપ ઉતાર્યું ને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપ નો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. ફ્લેટમાં ધસી આવેલામાંથી એક તો નકલી પોલીસ બનીને આવ્યો હતો અને તે પણ અસલી ડ્રેસમાં આવ્યો હતો. જોકે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી સેટેલાઇટ પોલીસને સોંપ્યા હતા. આ ગેંગ એ 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો. ત્યારે વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો.

Holi Maha Sale: સ્માર્ટફોન,ગેજેટ્સ, મીઠાઈ સહિત 15,000થી વધુ બ્રાંડ પર 80%નું ડિસ્કાઉન્ટ

કિસ્સો 2 : રૂપિયા મેળવવાના ચક્કરમાં વેપારી હનીટ્રેપમાં ફસાયો હતો

સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમા યુવકે પોતાનો નગ્ન વીડિયો બનાવ્યો અને હની ટ્રેપમા ફસાઈ ગયો હોવાની ઘટના થોડા સમય પહેલા નિકોલમાં સામે આવી હતી. એક યુવકે રૂપિયા મેળવવાના ચક્કરમાં રૂપિયા ગૂમાવવાના દિવસો આવી ગયા હતા. જોકે નિકોલ પોલીસની શી ટીમનો સંપર્ક થતા યુવકે ફરિયાદ નોંધાવી અને આખરે હનીટ્રેપમા બ્લેકમેઈલ કરી યુવકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગની પોલીસે ધરપકડ કરી હતી.

સ્ત્રીઓ સાથે સેક્સના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. જે કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી બ્લેકમેઈલ કરવામાં આવ્યો અને પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ થતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

કિસ્સો 3 : ડિસમિસ પોલીસ અને વકીલે યુવતીઓ સાથે મળી શરૂ કરી હનીટ્રેપ ગેંગ

અમદાવાદના વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગ એક્ટિવ થઈ હતી. જોકે પોલીસે ગેંગના 3 લોકો ની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ છે. નોંધનીય છે કે, આ લોકો મહિલા ક્રાઈમમાં ખોટી અરજી કરી વેપારીઓને ડરાવતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચૂક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓ ને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.

ગીર-તલાલાની કેસર કેરીઓને લાગ્યું ગ્રહણ! 70% જેટલો પાક નાશ પામ્યો, ખેડૂતોએ કરી વળતરની માંગ

ઘટનાની વાત કરીએ તો ગેંગ નો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો. આ સમગ્ર ઘટના બાદ જેતે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીની ઓળખ આપી વેપારી ને ડરાવી ને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા.આવા કિસ્સાઓમાં આપણે જ સતર્ક રહીને સાવધાનીથી કામ લેવાની જરૂર છે. જેટલા સતર્ક રહીશું તેટલા જ સુરક્ષિત રહીશું અને ખોટા વ્યક્તિઓના જાળમાં  ફસાઇ નહીં શકીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Cybercrime, Explained, HoneyTrap, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन