Home /News /explained /Gujarat politics: જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી, ગુજરાતમાં કોંગ્રેસનો રાજકીય દાવપેચ, આ રીતે સમજો
Gujarat politics: જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી, ગુજરાતમાં કોંગ્રેસનો રાજકીય દાવપેચ, આ રીતે સમજો
જગદીશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દીક પટેલ ગુજરાત કોંગ્રેસ
Gujarat congress politics:પૂર્વ સાંસદ જગદીશ ઠાકરોને (ex mp jagadish thakor) અધ્યક્ષ બનાવ્યા છે. આવામાં પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસે ગુજરાતમાં ઠાકોર ઉપર દાવ કેમ અજમાવ્યો? પાર્ટીની રણનીતિ (Gujarat congress party plan) શું છે ચાલો સમજીએ.
નંદલાલ શર્મા, નવી દિલ્હીઃ ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) પોતાની કોર વોટ બેન્ક (vat bank) તરફ પરત ફરી રહી છે. આનો સંકેત પાર્ટીના પૂર્વ સાંસદ જગદીશ ઠાકરોને (ex mp jagadish thakor) અધ્યક્ષ બનાવ્યા છે. આવામાં પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસે ગુજરાતમાં ઠાકોર ઉપર દાવ કેમ અજમાવ્યો? પાર્ટીની રણનીતિ શું છે ચાલો સમજીએ. સૌથી પહેલી વાત એ છે કે ગુજરાત કોંગ્રેસમાં પાર્ટીના (Gujarat congress party) બે મુખ્ય પદ છેલ્લા 9 મહિનાઓથી ખાલી હતા. કારણ કે અમિત ચાવડા (Amit chavda) અને પરેશ ધાણાનીએ (Paresh dhanani) પોતાના પદો ઉપરથી રાજીનામુ આપી દીધું. જેનું કારણ સ્થાનિય નિકાય ચૂંટણીઓમાં પાર્ટીનું ખરાબ પ્રદર્શન હતું. આ ચુંટણી ગત ફેબ્રુઆરીમાં થઈ હતી. આવી સ્થિતિમાં જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં ત્યારે આવ્યું જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં ખુલ્લી બેઠક બોલાવી હતી. અને આમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની માંગ કરતા કહ્યું હતું કે રાજ્ય અધ્યક્ષનું પદ કોઈ અનુભવી વ્યક્તિને આપવામાં આવે. ત્યારબાદ જગદીશ ઠાકરોનું નામ ચર્ચામાં આવવા લાગ્યું હતું.
64 વર્ષીય જગદીશ ઠાકોર બનાસકાંઠાના કાંકરેજના છે અને અમદાવાદમાં રહે છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ઠાકોરે પાટણ બેઠક પરથી 2.8 લાખ મતોથી જીત મેળવી હતી. સાંસદ હોવા ઉપરાંત તેઓ બે વખત દહેગામ અને પાટણ વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
જોકે, જગદીશ ઠાકોરે 2016માં ગુજરાત કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તેઓ પાર્ટીના કાર્યકર તરીકે જ કામ કરશે. રાહુલ ગાંધી સાથેની તાજેતરની મુલાકાત દરમિયાન એક નેતાએ કહ્યું હતું કે 2009ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા છતાં તેમણે અન્ય ઉમેદવાર માટે તેમની બેઠક છોડી દીધી હતી. ત્યારબાદ તેમને 2019ની ચૂંટણીમાં ટિકિટ પણ આપવામાં આવી ન હતી.
ઠાકોરને જવાબદારી આપવાનો રાજકીય અર્થ ગુજરાતના રાજકારણમાં જગદીશ ઠાકોરની ઓળખ એક તેજસ્વી વક્તા તરીકેની છે. ઠાકોરને પાર્ટી અધ્યક્ષની કમાન સોંપવામાં આવ્યા બાદ ગુજરાતના રાજકીય ગલિયારામાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કોંગ્રેસ તેની કોર વોટ બેંક OBC, SC અને STમાં પરત ફરી રહી છે.
ઠાકોર ઓબીસી સમુદાયના છે અને આને ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની સાથે રહેલા અલ્પેશ ઠાકોરે ભાજપમાં સ્વિચ કર્યા પછી પાર્ટીને થયેલા નુકસાનની ભરપાઈ કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ઓબીસીનું ધ્યાન રાખે છે તેવો સંદેશ આપવાનો આ પ્રયાસ છે.
KHAM સમીકરણમાં પાછી ફરી રહી છે કોંગ્રેસ? તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસની KHAM બહુ જૂનું સમીકરણ છે. જેને પાર્ટીની કોર વોટ બેંક માનવામાં આવે છે. KHAM એટલે ક્ષત્રિય (સવર્ણ), હરિજન (SC), આદિવાસી અને મુસ્લિમ. જો કે છેલ્લી ચૂંટણી દરમિયાન પાર્ટીએ હાર્દિક પટેલને સાથે લઈને પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આ પ્રયાસ તેમને સત્તા પર લાવવામાં નિષ્ફળ ગયો હતો. જગદીશ ઠાકોર પહેલા હાર્દિક પટેલને રાજ્યમાં પાર્ટી અધ્યક્ષ બનાવવાની પણ માંગ ઉઠી હતી. પરંતુ હવે કોંગ્રેસે આ જવાબદારી ઠાકોરને સત્તાવાર રીતે આપી દીધી છે.
ઠાકોરને પાર્ટી અધ્યક્ષ બનાવાયા બાદ હવે રાજ્યમાં જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને જગદીશ ઠાકોર પાર્ટીના ચહેરા હશે. હાર્દિક પટેલ પાટીદાર સમુદાયમાંથી છે, જ્યારે જીગ્નેશ મેવાણી હરિજન એટલે કે એસસી સમુદાયમાંથી છે. જીગ્નેશ મેવાણી તાજેતરમાં જ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. જોકે, જીજ્ઞેશ હજુ સુધી ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયો નથી.
જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જો કે એવા અહેવાલો પણ હતા કે કોંગ્રેસ પાવી જેતપુરથી પાંચ વખતના ધારાસભ્ય સુખરામ રાઠવાને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઠાકોર ઓબીસી સમુદાયના છે જ્યારે રાઠવા આદિવાસી સમુદાયના છે.
એવું કહી શકાય કે 2022ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ રાજકીય ફલક પર પોતાના પ્યાદાઓ બિછાવી રહી છે અને આ વખતે તેણે હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને જગદીશ ઠાકોરને સામે લાવીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. કોંગ્રેસની જાહેરાત પર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં એક બીજેપી નેતાએ કહ્યું- 'અમારા પરંપરાગત પાટીદાર મતદાતા ફરી એકવાર અમારી સાથે મજબૂતાઈથી જોડાશે, જેઓ ગત વખતે તોડીને કોંગ્રેસમાં ગયા હતા.
તમને જણાવી દઈએ કે 2015માં હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદારોને અનામતની માંગને લઈને જબરદસ્ત આંદોલન કર્યું હતું અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને પોતાની સત્તા બચાવવા માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. જો કે, બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ રમવામાં હજુ ઘણો સમય બાકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર