Home /News /explained /

Subhadra Kumari Chauhan Google Doodle: કોણ હતી દેશની પહેલી મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ?

Subhadra Kumari Chauhan Google Doodle: કોણ હતી દેશની પહેલી મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ?

સુભદ્રા કુમારી ચૌહાણના આ ડૂડલને ન્યૂઝીલેન્ડની ગેસ્ટ આર્ટિસ્ટ પ્રભા માલ્યાએ તૈયાર કર્યું છે.

Subhadra Kumari Chauhan Google Doodle: સુભદ્રા કુમારી ચૌહાણની ખૂબ જ પ્રચલિત કવિતા ‘ઝાંસી કી રાની’ હિન્દી સાહિત્યમાં સૌથી વધુ વંચાતી કવિતા પૈકી એક માનવામાં આવે છે

    Subhadra Kumari Chauhan Google Doodle: ગૂગલ (Google)એ આજે લેખિકા અને સ્વતંત્રતા સેનાની સુભદ્રા કુમારી ચૌહાણ (Subhadra Kumari Chauhan)ના જીવન અને ઉપલબ્ધિઓનું સન્માન કરવા માટે એક ડૂડલ (Doodle) બનાવ્યું છે, જેમના કામને સાહિત્યના પુરુષ પ્રધાન યુગ દરમિયાન રાષ્ટ્રીય પ્રમુખતા મળી. ઈન્ડિયન એક્ટિવિસ્ટ અને લેખિકાની 117મી જયંતી અવસરે, ડૂડલે એક કલમ અને કાગળની સાથે બેઠેલાં સુભદ્રા કુમારી ચૌહાણને દર્શાવ્યા છે. આ ડૂડલને ન્યૂઝીલેન્ડની ગેસ્ટ આર્ટિસ્ટ પ્રભા માલ્યા (Prabha Mallya)એ તૈયાર કર્યું છે. સુભદ્રા કુમારીની રાષ્ટ્રવાદી કવિતા ‘ઝાંસી કી રાની’ને વ્યાપક રીતે હિન્દી સાહિત્યમાં સૌથી વધુ વંચાતી કવિતા પૈકી એક માનવામાં આવે છે.

    આજના જ દિવસે સુભદ્રા કુમારી ચૌહાણનો જન્મ નિહાલપુર ગામમાં થયો હતો. તેઓ સ્કૂલે જતા ઘોડા ગાડીમાં પણ સતત લખતાં રહેતા હતા અને તેમની પહેલી કવિતા માત્ર 9 વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી. ભારતીય રાષ્ટ્રવાદી આંદોલનમાં એક ભાગીદારના રૂપમાં, તેઓએ પોતાની કવિતાનો ઉપયોગ બીજાઓને પોતાના દેશની સંપ્રભુતા માટે લડવા માટે પ્રેરિત કરવા માટે કર્યો. સુભદ્રા કુમારીને ચાર બહેનો અને બે ભાઈ હતા. તેઓ સ્વતંત્રતા આંદોલનમાં આગળ આવ્યા અને અનેકવાર જેલ પણ ગયા.

    આપણે સૌએ ઝાંસીની રાણીની વીરતા પર લખેલી કવિતા, ‘ચમક ઉઠી સન સત્તાવન મેં, વહ તલવાર પુરાની થી, બુંદેલે હરબોલોં કે મુંહ, હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો, ઝાંસીવાળી રાની થી,’ સાંભળી કે વાંચી હશે. તેને લખનારી હિન્દીની સુપ્રસિદ્ધ કવિયિત્રી અને લેખીકા સુભદ્રા કુમારી ચૌહાણનું નિધન 15 ફેબ્રુઆર, 1948ના રોજ થયું હતું. માત્ર 43 વર્ષનું જીવન જીવનારી સુભદ્રા કુમારી ચૌહાણે એક-એકથી ચઢીયાતી રચનાઓ હિન્દી સાહિત્યને આપી છે. તેમના બે કવિતા સંગ્રહ અને ત્રણ કથા સંગ્રહ પ્રકાશિત થયા હતા. તેમાંથી સૌથી વધુ લોકપ્રિયતા ઝાંસી કી રાની કવિતાને મળી. સુભદ્રા કુમારીની કવિતાઓ રાષ્ટ્રીય ચેતનાથી ઓતપ્રોત છે. આઝાદીની લડાઈ દરમિયાન તેઓ અનેક વાર જેલ પણ ગયા હતા.

    આ પણ વાંચો, 75th Independence Day: 8 વર્ષ, 8 અલગ અંદાજ- સ્વતંત્રતા દિવસ પર આ વખતે કેસરિયા સાફામાં જોવા મળ્યા PM મોદી

    સુભદ્રા કુમારી ચૌહાણ વર્ષ 1921માં મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના અહસયોગ આંદોલનમાં સામેલ થનારી દેશની પહેલી મહિલા હતી. આ ઉપરાંત જબલપુરના ટાઉન હોલમાં ઝંડા સત્યાગ્રહ દરમિયાન ધરપકડ વહોરીને જેલ જનારી પ્રથમ મહિલા સ્વાધીનતા સંગ્રામ સેનાની હોવાનું ગૌરવ પણ તેમના નામે નોંધાયેલું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Freedom Movement, Google doodle, Subhadra Kumari Chauhan

    આગામી સમાચાર